________________
૨૦ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન સમજવો જોઈએ તે રીતે સંખ્યાતાનાં સંખ્યાત પ્રકારો છે. સે, હજાર, લાખ, કેડ, અબજ અને ભગવંતેએ સંખ્યાતાની જે છેલ્લી ચરમ સંખ્યા દર્શાવી હોય તે દરેક સંખ્યા અરસપરસ ઘણી વધઘટ ધરાવતી હોવા છતાં તે દરેકને સંખ્યાતુ જ કહેવાય છે. સંખ્યાતાપી સંખ્યા સમજવાની કોશીષ કરવાથી અસંખ્યાતાની અસંખ્યાતતા સમજવાનું સરલ બનશે.
અસંખ્યાતના અસંખ્ય પ્રકાર છે, જેમ કે સુક્ષમ નિગોદ (સાધારણ વનસ્પતિ)થી બાદર નિગોદ સુધીના જીવોના શરીરો અંગુલના અસંખ્યાતમા ભાગે કહેલા છે તે શરીરોના કદમાં પરસ્પર અસંખ્યાત્ ભાગે કે ગુણે નાના મોટાપણુ પ્રવર્તે છે. અંગુલના અસંખ્યાતમા ભાગે દર્શાવેલા જોના શરીરમાં સહુથી નાનું શરીર સુમ-સાધારણ વનસ્પતિ કાયનું છે. તેથી અસંખ્યાત્ ગુણ મેટા શરીરો અનુક્રમે નીચેના જીવો ધરાવે છે; સુરમ વાયુ, સુક્ષમ અગ્નિ, સુક્ષમ અપૂકાય, સુક્ષમ પૃથ્વીકાય, બાદર વાયુકાય, બાદર–અગ્નિકાય, બાદર અપકાય, બાદર-પૃથ્વીકાય અને બાદર નિગાદ અનુક્રમે દરેક અસંખ્ય અસંખ્ય ગુણ મોટા શરીર ધરાવે છે. આ દરેક જીવોના શરીરો અંગુલના અસંખ્યાત્ ભાગે છે છતાં તે એક બીજાથી અસંખ્યગુણ મેટા શરીર છે. એ રીતે અંગુલના અસંખ્યાતમા ભાગના પણ અસંખ્યાત્ પ્રકાર જણાવેલા છે. તે વાસ્તવિક હકીકતરૂપે ચકકસ દેહમાનના ચોકકસ માપ છે. અંગુલના અસંખ્યાતમાં ભાગમાં પણ અસંખ્ય પ્રકારની રહેલ તરતમતા તે જીવોના દેહમાનથી સમજી શકાય છે.
છેવટના ઉત્કૃષ્ટ સંખ્યાતા સુધીની જણાવેલી સંખ્યાના સંખ્યાત્ પ્રકારો છે છેવટની ઉત્કૃષ્ટ સંખ્યાતાની સંખ્યા પૂરી થતાં સંખ્યાતાનો પ્રકાર પૂરો થાય છે, તેમાં એક ઉમેરાતા પહેલું અસંખ્યાત બને છે. નવમાં ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતાના પ્રકાર સુધીમાં અસંખ્યાતાના અસંખ્યાત પ્રકારો થાય છે. છેવટના નવમાં અસંખ્યાતાની મર્યાદા પૂરી થતાં, અસંખ્યાત સંખ્યાનો પ્રકાર પૂરે થાય છે. અને તેમાં એક ઉમેરાતાં પહેલું અનંત બને છે. નવમા અનંત અનંતા સુધીમાં, અનંતાને અનંત પ્રકારો થાય છે. - શાસ્ત્ર વિષયની ગંભીરતાની સમજણ ગુરુગમ દ્વારા મેળવવાથી તેમાં રહેલ રહસ્ય, ખૂબી અને ગણતરીનું જ્ઞાન સુગમતાથી પ્રાપ્ત થાય છે. જેથી જ્ઞાનીએ એ નિશેલ હકીકતાની શ્રદ્ધા સુદ્રઢ બને છે. સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતના પ્રકાર સમજવા માટે ગુરુગમ અને સાધુ-સાનિધ્ય ખૂબ જરૂરી છે.
પપમ અને સાગરેપમ કાળના છ પ્રકાર પપમ અને સાગરોપમ કાળ અસંખ્ય વર્ષ પ્રમાણ હોવાથી અસંખ્યાતાના પ્રકારમાં છે. અસંખ્યાતાના અસંખ્યાત પ્રકાર છે. ૧. બાદર ઉધ્ધાર પલ્યોપમ-એક યોજન પ્રમાણ લાંબે, પહોળે અને ઊંડે પલ્ય કલપી તેમાં
ગુગલિકોના વાળના ઝીણું ટુકડા એવી રીતે ઠાંસી ઠાંસીને સજજડ ભરવા કે તેના ઉપરથી ચક્રવતીની સેના ચાલે તે પણ જરાય દબાય નહિ તેમ જ પાણી કે અગ્નિ પ્રવેશે નહિં. એવા પત્ય-કૂવામાંથી સમયે સમયે એક એક વાળનો ટુકડો કાઢતાં પલ્ય ખાલી થતાં જે કાળમાન થાય તે બાદર ઉદ્ધાર પલ્યોપમ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org