________________
શ્રી જીતેન્દ્ર જીવન ત દર્શન : ૧૭ ત્રિરંગી ગુરુના ગીરવમાં, દ્વિરંગી સુદેવના દેવતમાં; સંયમ બળની ચડતાં ક્રમથી, તાકાતને વિસ્તારી છે. નવકાર ૨ સાધક ધક આચાર વડે, શોભે ગુરુ વંદનના ત્રિપદ ને દેવ નમનના દ્વિપદમાં, શત્રુદ્ધ મુક્તિધારી છે. નવકાર ૩ સદ્દદેવ ગુરુને ધરૂપે, નિરખ્યા તમને જ મહામંત્ર, છે રૂપાદેય તત્વ તમે, નવકાર દર્શનદાયી છે. નવકાર ૪ છે દયેય તમે અને ધ્યાન તમે, ધરી ધ્યાતા બની ઊર અમે; એકાગ્ર દશા નવકાર સુલીનતા, સ્થાન પાવનકારી છે. નવકાર ૫ નવકાર વડે જપીએ તમને, નવકાર વિષે છે સ્થાન મને; નવકાર નિર્વિકાર સવાઈ, જેત ઈરછા મારી છે. નવકાર ૬
(તત્ત્વવિચાર સ્તવનાવાળી)
અનાદી અનંત જગત અને તેમાં ભ્રમણનું કારણ, કાલે અણુઈ નિહણે જેણિગહણમ્મિ ભીસણે ઈથ ભમિયા મિહિતિ ચિર છવા જિણ–વયણ-મલહતા.
( ૪૯ છે જીવવિચાર સૂત્ર)
શ્રી જિન વચનને પામ્યા નથી તેવા પ્રાણીઓ, અનાદિ અનંત સ્થિતિવાળા આ સંસારમાં પરિભ્રમણ કરે છે. ભવ ભ્રમણના અનેક કારણો આ એક કારણમાં સમાએલા છે. અનાદિકાળની અથડામણના અંતનો ઉપાય શ્રી જિન વચનની પ્રાપ્તિમાં જ સમાયેલ છે. ભવભ્રમણ રૂપ રાત્રિમાં ગાઢ નિદ્રિત આત્માને પ્રભુ વચનની પ્રાપ્તિ એ જ સુવર્ણ પ્રભાત છે. શરૂઆત અને અંતના છેડા રહિત ષડ્રદ્રવ્યાત્મક જગત પ્રવાહથી અનાદિ અનંત છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશારિતકાય, પુદ્ગલાસ્તિકાય, કાળ અને જીવાસ્તિકાય; એ છ એ દ્રવ્યો અનાદિ અનંત છે. આ ષડૂદ્રવ્યાત્મક જગતમાં જીવો જ્યાં સુધી શ્રી જિન-વચન પામે નહીં ત્યાં સુધી જીવોનું ભવ-ભ્રમણ ચાલુ રહે છે. અનાદિ અનંત સંસારમાં શ્રી જિન વચનની પ્રાપ્તિ થતાં, જેનું ભવભ્રમણ અનાદિ-સાંત બને છે. અનાદિ સાંત એ વહેવારકાળનો પ્રકાર છે. વહેવારકાળનું વર્ણન ભગવંતોએ નીચે મુજબ વર્ણવેલ છે.
વ્યવહાર કાળ તિષચક્રની ગતિના આધારે પ્રવર્તતે રાત્રિ-દિવસરૂપ કાળ અઢી દ્વીપ પ્રમાણના ક્ષેત્રમાં પ્રવર્તે છે. અઢી દ્વીપ પછીના તિરછલકના દ્વીપ અને સમુદ્રોમાં વ્યવહારમાળનું પ્રવર્તન નથી, કારણ કે ત્યાં સૂર્ય અને ચંદ્રનું ગમનાગમન નથી અને ઊવિ અધોલકમાં સૂર્ય—ચંદ્ર છે જ નહિ! તેથી ત્યાં પણ રાત્રિ-દિવસરૂપ વ્યવહારકાળની મર્યાદા નથી. જિ, ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org