________________
૧૬ ઃ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન વ્રતધરોની આ પાંચ પદમાં સામેલ થવાની યોગ્યતા બતાવે છે. એ ગ્યતાની વિશેષ અને તાત્કાલિક પ્રાપ્તિ માટે, નમસ્કાર મંત્રને જાપ, પંચપરમેષ્ટિની આરાધના, ઉપાસના અથવા યેનકેન પ્રકારેણુ પંચપરમેષ્ટિ પદમાં તન્મયતા પ્રાપ્ત કરવી એ જ એક ઉપાય માત્ર છે.
પાંચ પદોમાં વેશ સંપ્રદાય કે ક્ષેત્રને એકાંતે સ્થાન અપાયેલું નથી. ફક્ત નકકર ગુણો જ પદસ્થાની લાયકાત રૂપ છે. પાંચમા પદમાં રહેલ “લએ અને સવ” એ બે શબ્દો બહુ જ અર્થગંભીર છે. સાધુના સત્યાવીશ ગુણધારક સાધુ ક્ષેત્રથી નરલેક અઢી દ્વીપની અંદર અથવા લબ્ધિદ્વારા કે દેવ સહાયથી અઢીદ્વીપ બહાર હોય તો તે ગમે તે ક્ષેત્ર સંપ્રદાય કે ગરછમાં હોવા છતાં પાંચમાં પદમા પદના પદસ્થ તરીકે લેએ અને સવ શબ્દથી ગુણ આશ્રયિ તેને સ્વીકાર કરી વંદન કરવામાં આવે છે.
શ્રી પંચ પરમેષ્ઠી ભગવાનના કરેલ ગુણવર્ણન અને સ્તવના, એ આંતર ગૃહમાં જાગેલી મહામંત્ર-પદ પ્રવેશની કાળ જૂની ઝંખનાની સફળતા માટેની પ્રાર્થના છે.
એ આંતઝંખના ઝંખે છે. પદની લાયકાતના પરિબળોનું સ્વમાં પ્રગટીકરણ.
તે તાકાતના આધારે, તે તેજના સહારે, માર્ગ-પ્રતિક્ષા અને માર્ગ વાહન બળ મેળવીને, શ્રી નવકારના નિર્વિકાર આવ્યાત્મીક ક્ષેત્રમાં પ્રતિકાર રહિત પ્રવેશ.
તે ક્ષેત્ર પ્રવેશના પરવાના નમસ્કાર મંત્ર દ્વારા પ્રાપ્ત થયાં છે, થાય છે અને થશે.
પંચ પરમેષ્ટિ ભગવાનના સર્વ ગુણેની સમ્યવિચારણા, તે ગુણાની તાત્વિક મહત્તા, તે ગુણોમાં ઝળકતી આત્મતાકાતની તેજરેખાનું નિરીક્ષણ, અને તેમાં તદાકાર તલ્લીનતા પ્રાપ્ત થતાં, પંચપરમેષ્ઠિ પદ પ્રવેશની લાયકાત પ્રાપ્ત થાય છે. તે લાયકાત અંતર અને બાહ્ય બંને પ્રકારે સક્રિય રીતે પરિણત થતાં, તે સક્રિય ભાવના જ પંચ પરમેષ્ઠી પર પ્રવેશની મંજૂરીરૂપ પરવાનાખત બને છે.
પંચ પરમેષ્ટિ ભગવંતના જાપ-મરણ-સ્તવના–સેવા-પૂજા-ઉપાસના અને આરાધના આદિ દરેક પ્રકારો પંચ પરમેષ્ટિ પ્રત્યે થતી પ્રાર્થનાના પ્રકારો છે. તે પવિત્ર અને પ્રભુપ્રણિત પ્રાર્થના બળે, સર્વમાન્ય અને સવજ્ઞમાન્ય પદપ્રવેશ પરવાનાખતની પ્રાપ્તિ જીવને અવશ્ય થાય છે. મહામંત્ર પદનો પ્રવેશક જ મુક્તિ માર્ગનો પ્રવાસી છે. મહામંત્ર પદના પ્રવેશકને પ્રવેશની સાથે જ સત્તાગત મુક્તિની મહોર (ખાતરી) મળી જાય છે. એમ સર્વ સર્વજ્ઞ ભગવતે એ કરેલ છે.
નવકાર સ્તવન
- રાગઃ ધનવાન જીવન માણે છે – નવકાર મંગળકારી છે, તે છાયા વીર તમારી છે; ચૌદે પૂરવ-બુત સિંધુને, નીચોડ મંગળકારી છે. નવકાર ટેક પાંચે પદમાં પચરંગી તમે, પદ પદના પદવીધાર તમે; રસ-રંગ છટા પદ પદ જુદી, સાકાર નિરાકારી છે. નવકાર ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org