SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનેન્દ્ર જીવન જયોત દર્શન : ૧૫ જીવની અવ્યવહાર રાશીની અનાદિની જેલની બેડીઓ પંચ પરમેષ્ટિ ભગવાનની સ્વઊંચતા પ્રવૃત્તિ દ્વારા તૂટે છે. વ્યવહાર રાશીમાં જીવને દાખલ થવાનો એટલે ઉન્નતિક્રમમાં આગળ વધવાની તક આપવાનો પ્રથમ અને મહાન ઉપકાર પંચ પરમેષ્ઠી ભગવંતોનો છે. વ્યવહાર રાશીમાં દાખલ થયા પછી જીવ પંચ પરમેષ્ઠી ભગવાનના પરમ આલંબને અને આરાધનાએ ભવ નિસ્તાર પામે છે અને એક અવ્યવહાર રાશીના જીવને વ્યવહાર રાશીમાં દાખલ કરે છે. પંચ પરમેષ્ટી ભગવંતોની એ રીતની ઉપકારની પરંપરા કાયમ માટે ચાલુ રહેલી છે. સાધુપદની સાધના ઉપાધ્યાય પદની ઉપસ્થિતા અને આચાર્ય પદની આચરણયતાનો શુભગ સમગ્રપણે સમન્વય દ્વારા થતી શુભ પ્રવૃત્તિ એ જ અરિહંત પદની ઉત્તમ ઉપાસના છે. અરિહંત પદની ઉપાસના એ જ સિદ્ધપદમાં સામેલ થવાના હકકનો પરમ પરવાનો છે. ૧૦૮ તેજકિરણોથી તેજસ્વી બનેલ પાંચે પદોની આભા સ્વપદે સ્થીર બની આત્મતાકાત કેળવીને ઊર્વ પદગામી બને છે. અરિહંત પદ અને સિધ્ધપદની આભા અખ્ખલિત અને અખંડિત રીતે પ્રવર્તે છે જ્યારે નીચેના ત્રણ પદોના પદોને સ્વઆભા સાચવવા માટે સંપૂર્ણ તકેદારી અને પ્રમાદિત્યાગની ખૂબ આવશ્યકતા રહે છે. છેલ્લા ત્રણ પદસ્થાની આભા સાવચેતીના અભાવે કે પ્રમાદ દોષના યોગે ચાલી જાય તો તે પદસ્થ પદ પતન પામે છે. પદ પાંચ હોવા છતાં તેનું પ્રવેશદ્વાર ફક્ત સાધુપદ છે. સાધુપદના સત્યાવીશ ગુણની તાકાત ધારણ કરનાર તાકાતવાન જ તે પદમાં સામેલ થઈ શકે છે. જે સાધુ ગુણ મેગ્ય બળ-વીર્ય પ્રાપ્ત ન થયું હોય તો તેવા ગુણ વિહીનોને બાહ્યશ કે બાહ્યબળ દ્વારા તેમાં પ્રવેશ મળતો નથી. તેવો પ્રવેશ આ પદને માન્ય નથી. જેમ ગાંડ માણસ હું રાજા છું તેમ બોલવાથી રાજ્યપદને અધિકારી બની શકતો નથી તેમ ગુણરહિત સાધુ હું સાધુ છું તેમ માનવામાત્રથી સાધુપર પામી શકતો નથી. ગુણયુક્ત પદો કમે કમે ચેથા-ત્રીજા પદે થઈ બીજા પદના પદસ્થ બને છે. અથવા સીધા બીજા પદના પદસ્થ બને છે અથવા તો પ્રથમ પદે બિરાજી બીજા પદના પદસ્થ બને છે. પહેલું પદ માર્ગદર્શકનું, બીજું પદ પરિપૂર્ણતાનું હેઈ સાધ્ય પદ . છેલ્લા ત્રણ પદ સાધકના હાઈ સાધનાના પગથિયારૂપ છે. પહેલા પદના પદસ્થ માર્ગદ્રષ્ટાને સાધ્ય પદની સાધના સાધ્ય થઈ ચુકેલી હોય છે. અધાતિ કર્મોની સ્થિતી હોવા છતાં ઘાતી કર્મોનો નાશ થયો હોવાથી તે સગી સિદ્ધ જ ગણાય છે. પાંચે પદમાં સિદ્ધપદ એ ભાવસિધ્ધપદ છે. શેષ ચાર પદ્ય દ્રવ્યસિદ્ધપદ છે. આ પાંચે પદની બહાર રહેલા જીવો, પાંચે પદના ધ્યાનથી સાધકની યોગ્યતા મેળવી, સાધુપદ દ્વારા આ પાંચ પદમાં પ્રવેશ મેળવી પદસ્થ બની શકે છે. શ્રાવક-શ્રાવિકાઓ જેઓ ધર્મના આરાધક હોવા છતાં, પાંચે પદ પ્રત્યે અનન્ય ભક્તિ ધરાવતાં હોવા છતાં, તેઓ આ પદની બહાર રહેલાં છે. તેઓ જ્યારે સાધુપદના પૂરા સંસ્કારો પામી સર્વ વિરતીધર બને છે, ત્યારે આ પદો તેઓને પ્રવેશ લાયકાતના ધોરણે માન્ય રાખે છે. એ રીતે પદમાં સામેલ થઈ, પદસ્થ બન્યા છતાં જે પદ-નિશ્ચિત સંસ્કારે અને સુચિત યોગ્ય ગુણે સાચવી શકતાં નથી તેઓ પદથી પતન પામી પદગ્રુત બને છે. પંચપદની બહાર રહેલા હોવા છતાં ચતુર્વિધ સંઘમાં સમાવિષ્ટ એવા દેશ વિરતીધરોને પણ શ્રી તીર્થકર ભગવતે દેશનાની શરૂઆત “પહેલાં નમો તિથ્થસ” કરીને આવકારે છે. તે દેશવિરતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004859
Book TitleJinendra Jivan Jyot Darshan
Original Sutra AuthorN/A
AuthorSawai Jadav Shah
PublisherShah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
Publication Year1985
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy