SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર : શ્રી જિનેન્દ્ર જીવન યાત દર્શન "" મૃત્યુ પામે છે તેમ સાધુપદને વિચ્છેદ થતાં સળ`ગ મ`ત્ર દેહના વિચ્છેદ્ય થાય છે. પણુ અહીંં તે ભીતિને સ્થાન નથી કારણ કે મંત્ર દેહશાશ્વત છે અને તેના પદ્મસ્થા ભગવત્કથિત ગુણધારક છે (6 આણુાએ ધમ્મા ” એ દરેક પદસ્થાને મુદ્રાલેખ છે. એટલે દરેક પદસ્થા સનિષ્ઠાપૂર્વકની સ્વક્રજરૂપ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત છે. જેથી સાધુદ્ધના વિચ્છેદ્ય થવાના નથી. અહીં કહેવાના ઉદ્દેશ એ છે કે સાધુપદ મંત્રદેહની શાશ્વત શ્વાસનળી છે. પંચપરમેષ્ઠિનુ પ્રગટીકરણ એ સાધુપદ પર નિર્ભીર રીતે ટકી રહેલ છે અને ટકી રહેવાનુ છે. આચાર્ય પદ્ય અને ઉપાધ્યાયપદ્મ-એ એ પદ્ય મત્રદેહના બે ફેફસાં છે: દેહમાં ફેફસાં જેમ લાહીનું અભિસરણ અને શુદ્ધિકરણ સાચવે છે તેમ મંત્રદેહમાં વહેતા અમૃતતત્ત્વની શુદ્ધતા અને ગતિ આ બે પદ્મ સાચવી રાખે છે. કાઈ પણ ક્ષેત્ર શુધ્ધતાની ઉપેક્ષા થતાં શુદ્ધીકરણના અભાવે સ્વયં સ્વચ્છતા ગુમાવે છે તેમ આ મંત્રદેહમાં ખનતું નથી. તેનું કાયમ શુધ્ધિકરણ આચાર્ય અને ઉપાધ્યાય પદ્ય દ્વારા થતુ રહે છે. આચાર્યપદ દ્વારા સદાચારની તાકાતની પુરવણી થતી રહે છે અને ઉપાધ્યાય પદ દ્વારા દ્વાદશાંગી શ્રુતના નિર્માંળ નીર મંત્રદેહમાં મલિનતાને પ્રવેશવા દેતાં નથી અને નિર્મળ શ્રુત નીરના પાનથી પદ્મસ્થા આત્મતૃપ્ત બની રહે છે. એટલે પેાતાની ફરજમાં મશગુલ-મસ્ત રહે છે. સભ્યતત્ત્વની યથાયાગ્યતા અને શુધ્ધતાનું આ એ પદો તકેદારીપૂર્વક સંચાલન કરી શુદ્ધિકરણ સાચવે છે. અરિહંત પદ–એ મંત્ર દેહનુ અતિ સુશોભિત અને પરમ પ્રભાવક મુખમંડળ છે. સમ્યગ્ - ધર્મોશ્રવણ, ધર્મદન, ધર્મ સ્વીકાર, ધર્મ આસ્વાદ, ધર્માંરાજ્ઞા વિગેરે અનેક ધમ સંકેતા અને ધર્મ સામગ્રીની પ્રાપ્તિ વિગેરે અરિહંત પદ દ્વારા થતાં ઉપકારા છે. સિધ્ધપદ કૃતકૃત્ય હાઈ ને છેલ્લા ત્રણ પદ પર જેની આજ્ઞા પ્રવર્તે છે, જે માદક છે, જે ઉપદેશક છે, જેના મુખકમળથી ઉત્પન્ન થએલ ત્રિપટ્ટીના વિસ્તાર એ જ મહાન દ્વાદશાંગી શ્રુત છે. મુખ મંડળ દ્વારા થતાં દરેક કાર્યો અરિહંત પદ્મમાં સમાએલા છે. દરેક અંગામાં પ્રભાવિક અંગ મુખ છે તેમ દરેક પદોમાં પ્રભાવિક પદ અરિહંત પદ છે. સિધ્ધપદ—એ સમસ્ત દેહવ્યાપી દરેક સકેતાને ઝીલનાર બ્રહ્મરંધ્ર છે. આત્મસ્વરૂપની સ્વતંત્ર સ‘પૂર્ણ પ્રાપ્તિ, આત્માનું અભયતા અને અચળતામાં પરિણમન, આત્માની પરમાત્મ સ્થિતિનું સ્થાપન અને સ્વસ સ્વરૂપ સિધ્ધપ; એ મંત્ર દેહનું બ્રહ્મરંધ્ર છે. જ્યાં સંપૂર્ણ શાંતિ-સમાધિવીય-જ્ઞાન અને સ્થિતિ અચલિતપણે સ્થિત છે. જેમ દેહમાં બ્રહ્મરઘ્ર ગુપ્તપણે રહેલુ‘ છે તેમ પાંચે પટ્ટમાં સિદ્ધપદ ગુપ્તઅરૂપી પદ છે. બ્રહ્મરંધ્ર દેહની સુખશાંતિના ખજાનારૂપ છે તેમ સિધ્ધપદ પણ સર્વ આત્મસિધ્ધિ અને આત્મસમૃદ્ધિના અક્ષત ખજાનારૂપ છે. એસા ૫'ચ નમુક્કારા-સભ્ય પાવપ્પણાસણા –આ બે પદ્ય મંત્રદેહની પરમ પરાક્રમી એ ભૂજાઓ છે. એક ભૂજા અરિહંત ભગવતાએ ઉપાદેય દર્શાવેલ આદરણીય આદર કાર્યો કરે છે. જેની પ્રવૃત્તિ પંચ પરમેષ્ટિના નમસ્કારરૂપ એટલે ઉપાસનારૂપ છે. બીજી ભૂજા હેયતત્વની હેયતા સમજી અવરોધક તત્ત્વોના નાશ કરી સંરક્ષણ સરજે છે. સર્વ પ્રકારના પાપા આત્માને અવરેાધક હાઇ તે હેય તત્વના નાશ, તે તેનું કાર્ય - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004859
Book TitleJinendra Jivan Jyot Darshan
Original Sutra AuthorN/A
AuthorSawai Jadav Shah
PublisherShah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
Publication Year1985
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy