________________
શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૧૩ લક્ષ છે. એટલે સવ્વપાવપ્પણસ એ એનું સતત અવિરત કાર્ય છે. અનાદિ અનંતકાળનો એ એને આદર્શ છે, અફર કાર્યક્રમ છે.
એસો પંચ નમુક્કારો એ પદ પંચપરમેષ્ટિ નમસ્કારના બળે સુંદર રચનાત્મક સર્જન સજે છે. અને સવ પાવપણાસણો, એ પદ પણ નમસ્કારના અગાધ બળે અવરોધક બનતાં પાપ બળનો નાશ કરે છે. એ રીતે બને પદોની સર્જન અને નાશની પ્રવૃત્તિ જુદી દેખાતી હોવા છતાં એક બીજા પદના કાર્યમાં પૂરક બળ બની રહે છે. | મંગલાણં ચ સવૅસિં—પઢમં હવઈ મંગલં–નમસ્કાર મંત્રના અંતિમ એ બે પદો મંત્ર-દેહના મજબુત બે ચરણે છે. જે મંગલ ક્ષેત્રમાં સ્થિત છે અને સર્વશ્રેષ્ઠ મંગલ સ્થાનરૂપ સિદ્ધ પદમાં સામેલ કરવાની નવકાર મંત્રની તાકાતની પ્રસિદ્ધિ રૂપ છે.
નમસ્કાર મંત્રનું સુવિધિએ અને સુરુચિપૂર્વક શુધ્ધ ઉચ્ચારણથી અગર શુધ્ધ સ્મરણથી પાંચે પરમેષ્ઠીના સમગ્ર ૧૦૮ ગુણોના મહીમાના રટણનું અંતરભૂમિમાં થતાં અવતરણથી ખાતરીપૂર્વક સર્વ પાપોનો નાશ અને શ્રેષ્ઠ મંગળની પ્રાપ્તિ થાય છે. જેની જોરદાર બાંહેધરી ગુલિકાના પદોએ આપેલી છે તે ખાલી શબ્દોને આડંબર કે શબ્દોનો વ્યર્થ બબડાટ નથી પણ નક્કર સત્ય હકીકત છે. ચૂલિકાના પદો તે મામુલી માણસના મુડદાલ શબ્દો નથી કે ભેજાગેપ માનવીના ગપ નથી. એ તે મહાન શ્રતધર ભગવંતની શુદધ ચકાસણી બાદ સિદધ થએલ હકીકતનુ નક્કર અને નિઃસંદેહ નિર્દેશન છે.
દરેક પદાની દરેક પદે સંકલના. અરિહંત પદ સંકલના :
સાધુપદમાં આત્મસાધકપણે, ઉપાધ્યાય ૫દમાં દ્વાદશાંગી આગમના ઉપદેશકપણે, આચાર્યપદમાં મૂર્તિમંત સદાચારના સ્વામી રૂપે, અરિહંત પદમાં સર્વ પ્રકારની શત્રુજિત્ શક્તિરૂપે તથા સર્વ પ્રકારની પૂજ્યતાના લાયક હોવાપણે, સિદ્ધ પટે આત્મસિધ્ધિની સવ સિધ્ધતા વડે એ રીતે પ્રથમ પદ અરિહંત પદની પાંચે પદ પર પ્રભા પથરાયેલી હોવાથી, અરિહંત પદ પાંચે પદમાં સમાવિષ્ટ જ છે. એટલે કે પાંચે પદ અરિહંત પદની પ્રતિભાથી પ્રકાશિત છે.
સિદ્ધ પદ સંકલના:
અરિહંત પદ ધાતિકર્મના ક્ષયે સદેહે સિધ્ધપદ સમાન જ છે, સિધ્ધપદના સિધ્ધ ભગવંત પદસ્થ જ છે. શેષ દ્રવ્ય અરિહંત સહિત ચારે પદોમાં સત્તામાં સિધ્ધપદ સમાયેલું છે. સિધપદના સુંદર નિરાબાધ ચોગાનમાં પહોંચવાનો દરેક પદને શુભ સંકેત અને પરિણામ યુક્ત પ્રયત્ન છે. દરેક પદસ્થ સિદાપદ પંથના પ્રવાસી છે. પંથે ચડેલા તે દરેકને સત્તામાં રહેલા સિદ્ધપદના ઉષાકાળનો આરંભ થઈ ચુકેલો છે અને પ્રભાતકાળના પડધમ વાગી રહ્યા છે. એ રીતે સિદ્ધપદ પાંચે પદમાં સમાવિષ્ટ છે.
આચાર્ય પદ સંકલના :
આચાર્ય પદના પંચાચારના આંદોલનથી દરેક પદ આંદોલિત છે. સદાચારનો વિકાસ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org