________________
શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૧૧ સાધનાની માયાજાળમાંથી છુટવા માટે અને આત્મલક્ષ પામી આત્મસાધનાના સંપાદન માટે, સત્યાવીશ ગુણયુક્ત સાધુપદનું નિરૂપણ ભગવંતોએ નિરૂપેલ છે. તે નિરૂપણ પ્રમાણે સમ્ય સાધના સાધનાર સાધક જ સાધુ ગણાય છે. ગુણ વિહીન વ્યકિતઓને સાધુપદમાં સમાવેશ મળતો નથી.
સાધુ પદના ગુણોના અપાંશ પણ જીવનમાં ઉતારવાથી ગૃહસ્થ જીવન સુધરે છે. સાધુપદ પ્રત્યે પ્રેમ પ્રગટે છે અને ભવ નિસ્તાર માટે જેની અનિવાર્ય જરૂર છે તે સાધુપદની, અ૯૫ પણ આરાધના ભવાંતરમાં સાધુપદ પ્રાપ્ત કરાવે છે. સાધુપદની સાચી સહણા અને સાધુ પદ પ્રત્યેનો સાચો પ્રેમ અંતે સાધુતામાં પરિણમે છે. અનેક સમ્યગદષ્ટિ અવિરતી આત્માઓએ ફક્ત સાધુપદની સાચી સક્રહણ દ્વારા સાધુપદ પ્રાપ્ત કર્યાના શાસ્ત્રોમાં અનેક દૃષ્ટાંતે મળી આવે છે. સાધુપદરૂપી ઉચ્ચ રસાયણ, વિચારોમાં વાગોળવાથી અવશ્ય આચારોમાં ઊતરી આવે છે. જેમાં ફકત સાચી સદુહણાની જ જરૂર છે.
અપ્રમત જે નિત રહે, નવિ હરખે નવિ શોચે રે, સાધુ સુધા તે આતમાં, શું મુંડે શું લાગે છે.
(નવપદ પૂજા) મુંડન-લચ આદિ ક્રિયાઓ સાધુતાના બાહ્ય ચિહ્ન છે. સાધુતા વિનાના સાધુપણાના બાહ્ય ચિન્હોની કાંઈ કિંમત નથી. સાધુતાની આત્મસાત્ પ્રાપ્તિ એ જ સાચી સાધુતા છે. સમ્યગૂજ્ઞાનચારિત્રરૂપ મોક્ષ માર્ગમાં જે અપ્રમત્ત રીતે ચાલે છે. પાંચ મહાવ્રત અને છઠ્ઠી રાત્રિ ભેજન ત્યાગરૂપ મુનિના વ્રતનું પાલન કરે છે. જે જિન-આજ્ઞાપાલક બની, ભગવંતે કહેલ બેંતાળીશ દોષ રહિત આહાર ગ્રહણ કરે છે અને જે આત્મસાધનાના સુસાધક છે. તે સાધુ મુનિ મહારાજ સાધુ, જીવનને ઉચિત ગુણોની ૨૭ સત્તાવીશીથી ૭૨૯ ગુણગણથી સુશોભિત હોય છે.
શ્રી સાધુ ભગવંતના-૨૭ ગુણે ૫ પાંચ મહાવ્રત ધારક ૧ રાવિ ભજન ત્યાગ ૬ છકાય જીવરક્ષક ૫ પાંચ ઇન્દ્રિય નિગ્રહ. ૧ લોભ નિગ્રહ ૧ ક્ષમાગુણ ધારક ૧ નિર્મળ ચિત્ત ૧ પડિલેહણ વિશુદ્ધિ. ૧ સંયમ વેગ પ્રવૃત્ત ૩ ત્રણ અકુશળ ચગને રોધક ૧ પરિષદ સહન કરનાર. ૧ મરણાંત ઉપસર્ગ સહન કરનાર, વ્રત ધારક, ઈન્દ્રિય નિગ્રાહક, કષાય નિગ્રાહક, ક્ષમાદિધારક, નિર્મળ–ચિત્ત, વિશુદ્ધ પડિલેહણ, વિશુદ્ધ યતનાયુક્ત સંયમ રોગમાં પ્રવૃત્ત, કાયાદિકની અકુશળ પ્રવૃત્તિને વેધક, પરિષહ અને ઉપસર્ગ સહન કરવામાં શક્તિમાન-એ સત્યાવીશ ગુણોને ઉજમાળ રીતે ઘારણ કરીને સાધુ ભગવંતે ચારિત્ર ધર્મનું પાલન કરે છે.
શ્રી નમસ્કાર-મહામંત્રના મંત્રાક્ષર દેહના પદોની અવયવ રૂપે કલ્પના સાધુપદ શ્વાસનળી–મહામંત્રશ્રી નમસ્કાર મંત્રદેહની સાધુપદ તે શ્વાસનળી છે. મંત્રદેહના જીવનના
થડકાર અને ચેતનાનું અસ્તિત્વ સાધુપદની સાધકતાને આભારી છે. સાધુતા એ દરેક પદને મુખ્ય પ્રાણ છે અને એ જ મંત્રદેહનું મંડાણ છે. જેમ શ્વાસોશ્વાસ બંધ થતાં દેહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org