________________
શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૭ આ આઠ ગુણ એ આત્માના સહજ ગણે છે. તે નવા ઉપજતા નથી પણ કમ દ્વારા અવરાયેલા હતાં, દબાએલા હતાં. તે કર્મ આવરણે દૂર થતાં સ્વસ્વરૂપ ઝળકી ઊઠે છે, પ્રગટ થાય છે; એ રીતે સિદધ ભગવતે આઠ ગુણ યુક્ત હોય છે.
શ્રી આચાર્ય પદ-૩૬ ગુણ આચાર્ય–પંચાચારને આચરનાર.
આચારજ મુનિ-પતિ ગણિ, ગુણ છત્રીશી ધામે; ચિદાનંદ રસસ્વાદતા, પરભાવે નિકામોજી.
(નવપદ પૂજા) પચિદિ સંવરણો તહ, નવ વિહ બંભર ગુત્તિઘર ચવિહ-કસાય મુકકે ઈઅ અઠ્ઠારસ ગુણહિં સંજુરો-૧ પંચ મહાવ્રય જુત્ત, પંચ વિહાયાર પાલણ સમયેં;
પંચ સમિઓ તિ-ગુત્તો, છત્તીસગુણો ગુરુ મજઝ–૨ સદાચારના આગાર, સાધુ સમુદાયમાં શ્રેષ્ઠ સર્વોપરિ, સદ્દધર્મ શાસનના સદ્ સંચાલક, ગુરુ વિભાગના પ્રથમ પદે અને મહામંત્રના ત્રીજા પદના પદસ્થ એવા આચાર્ય ભગવાન પરભાવથી પરમુખ અને સ્વભાવના ભક્તા છે, તેમ જ છત્રીસ ગુણથી અલંકૃત છે.
શ્રી આચાર્ય મહારાજના ૩૬ ગુણે ૫ પાંચ ઈન્દ્રિયોના નિગ્રાહક-સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, પ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રેગ્નેન્દ્રિય. એ પાંચ ઈન્દ્રિય અને અનુક્રમે તે ઈન્દ્રિયના વિષય. આઠ સ્પર્શ, પાંચ રસ, બે ગંધ, પાંચ વર્ણ અને ત્રણ પ્રકારે શબ્દ મળી ૨૩ વિષયો. અને તે ૨૩ વિષયોથી ઉપજતા પર પ્રકારના વિકારોનો નિગ્રહ કરનાર. ૯ નવવિધબ્રઢચર્યધારક-ક્ષેત્રને જેમ વાડના રક્ષણની જરૂર છે તેમ બ્રચયને સલામત ટકાવી રાખવા માટે રક્ષણની જરૂર છે. જેમ વાડ વગરનું ક્ષેત્ર પશુઓથી ભેળાય છે તેમ રક્ષણની સલામતી વગરનું બ્રહ્મચર્ય નિસ્તેજ બને છે. અને બ્રહ્મચર્યના નાશની ભીતિ રહે છે. તેથી બ્રહ્મચર્યના નાશના ભયસ્થાનોથી બચવા માટે સલામતીના નવ પ્રકારની મજબૂત કિલ્લેબંધી કરી, આચાર્ય ભગવંત બ્રહ્મચર્યનું રક્ષણ કરે છે. ' ૪ ચાર પ્રકારના કષાયથી મુક્ત-સંસાર-વૃદ્ધિના કારણ રૂપ ક્રોધ, માન, માયા અને લેભ એ
ચારે કષાયોના કાષાયિક ભાવથી દૂર રહેનાર, કષાયમુક્ત. ૫ પાંચ મહાવ્રતના ધારક–વિરતિ ગુણરૂપ મંદિરના મજબૂત મૂળ સ્થાનરૂપ પાંચ મહાવ્રતોને
ધારણ કરનાર. ૫ પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ, મિથુન વિરમણ. અને પરિગ્રહ વિરમણ એ પાંચ વિરમણ શક્તિથી સશક્ત બની, પાંચ અગ્રતોની આડખીલીરૂપ વિનોને દૂર કરી, પાંચ મહાવ્રતોને પ્રયત્નપૂર્વક પાળનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org