________________
૮ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન ૫ પંચાચારને પાળનાર-જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પાંચે
સદાચારને આચરનાર, આ પાંચ પ્રકારના સદાચાર સિવાયના બાકીના બધા આચાર દુરાચારથી અંશતઃકે વિશેષ રીતે દુષિત બનેલા હોય છે. અથવા તે દુરાચારરૂપ હોય છે. તેવા દુરાચાર કે દુરાચારથી દુષિત દરેક આચારોનો ત્યાગ કરી સદા સદાચારનું સેવન કરનાર. ૫ પાંચ સમિતિથી–સમિત જવા આવવામાં, બોલવામાં, આહાર પાણીની એષણામાં, વસ્તુ લેવા
મૂકવામાં તથા નકામી વસ્તુઓનો ત્યાગ કરવામાં સંપૂર્ણ કાળજી અને યતનાના ઉપયોગરૂપ. અનુક્રમે ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ, એષણ સમિતિ, આદાનભંડ નિક્ષેપણું સમિતિ અને પારિા પનિંકા સમિતિ એ પાંચે સમિતિની સમુચિત યતના કરનાર, સમિતિ યુકત જીવન એ નિરૂપ્રદ્રવી જીવન છે. જે સ્વ. અને પરના હીતથી સંકલિત છે. સમિતિની સંકલના દ્વારા થતાં કાર્યો જીવન અને જીવને જ રહિત બનાવે છે. ૩ ત્રણ ગુપ્તિથી ગુપ્ત–મન, વચન અને કાયાના અશુભ વ્યાપારનો ત્યાગ અને શુભ વ્યાપારોમાં પ્રવૃતિરૂપ ગુપ્તિ-રચનાત્મક અને નિષેધાત્મક બે રીતની તાકાત દ્વારા અશુભની નિવૃત્તિ અને શુભની પ્રવૃત્તિને એકીસાથે સ્વીકારે છે.
પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ આઠ પ્રવચન માતા છે. માતાના વહાલ અને જતન વિના, બાળક જેમ બિચારું ગણાય છે તેમ પ્રવચન માતાના જતન વિના, દેખરેખ વિના ચારિત્ર લાચાર બને છે.
જીવનમાં અંશતઃ પણ સદાચારનું પાલન અગર તો જીવન ઘડતરમાં અનિવાર્ય રીતે સદાચારની જરૂરીયાત હોવા માટેની મક્કમ માન્યતા અને સદાચારી જીવન એ જ સાચું જીવન છે તે રીતની સભ્યશ્રદ્ધા ધારણ કરવી. એમાં આચાર્યપદ પ્રત્યેનો આદર છે. સદાચાર માટેની તીવ્ર આંતર ઝંખના અને જે સદાચારી છે તે જ સદ્દભાગી છે તેવી મકકમ માન્યતા એ જ આચાર્ય પદ પ્રત્યે કરેલો સાચો ભાવ નમસ્કાર છે. આંતરપ્રેમ વગરનો બાહ્ય નમસ્કાર ધાયું સફળ પરિણામ લાવવા માટે બળહીન છે.
છત્રીશ સદગુણોનું આલંબન ગ્રહીને આત્મસિદ્ધિના શિખર પ્રતિ અખલિત રીતે આચાર્ય ભગવંતે ચારિત્ર પંથે ચાલતા હોય છે. આચાર્ય ભગવંતના ગુણોની ૩૬ છત્રીસી દ્વારા દર્શાવેલ ૧૨૯ ગુણોથી આચાર્ય ભગવાન અલંકૃત હોય છે.
શ્રી ઉપાધ્યાયપદ-૫ ગુણ ઉપાધ્યાય–પાઠક, અધ્યાપક, દ્વાદશાંગીરૂપ સભ્ય શ્રતનું અધ્યયન કરનાર અને અધ્યયન કરાવનાર.
ગણિવર, પાઠક, વાચક, પંન્યાસ આદિ તેના પર્યાય નામો છે. અધ્યયનના બે પ્રકાર છે: સમ્યગૃત અધ્યયન અને મિથ્યાશ્રુત અધ્યયન.
સમ્યગૃત અધ્યયન સ્વ-અધ્યાય છે. જે અભ્યાસીને પરપણુથી મુક્ત કરીને, સ્વલક્ષમાં કેન્દ્રિત કરે છે અને ભવસાગર તરવાના કારણરૂપ બને છે.
મિચ્છામૃત અધ્યયન સ્વ. થી પરાડ્રમુખ રાખી, પરપણાની પરાધીનતાના બંધન મજબૂત બનાવે છે, અને ભવભ્રમણ વધારે છે તથા ત પરઅધ્યાય છે. આ રાતના અધ્યયનને ભગવંતોએ મિથ્યામૃત અધ્યયન કહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org