________________
શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૫ આ આઠે પ્રાતિહાર્યો દેવરચિત હોય છે. પ્રભુની ભક્તિથી અને પ્રભુના પુન્ય પ્રભાવના આકર્ષણે દેવો આ આઠ પ્રાતિહાર્યોની અને અન્ય દેવકૃત અતિશયોની અનુપમ રચના કરી અતિ ઉલ્લસિત ભાવે પ્રભુની સેવા-ભક્તિનો અપૂર્વ લાભ મેળવે છે. દેવકૃત પ્રાતિહાર્યોની ઉત્તમ રચના પ્રભુના મહાપ્રભાવે ઉત્તમોત્તમ બને છે.
મહાભિક્ષુકની પાછળ ભમતી આઠ પ્રાતિહાયરૂપ મહા સમૃદ્ધિ તે કોઈ પરિગ્રહીના પરીગ્રહરૂપ નથી. પણ મહાત્યાગીના ત્યાગની તાકાતને બિરૂદાવતી અને પોતાની તુરછતા અને ક્ષણિકતાના કલંકને દૂર કરવા પ્રભુ ચરણમાં આળોટતી સંપદા છે.
સમવસરણમાં દેશના સમયે પ્રાતિહાર્યો યથાસ્થાને ગોઠવાયેલાં હોય છે અને ભગવતના વિહાર સમયે આકાશ માર્ગે પ્રભુની સાથોસાથ ચાલે છે.
શ્રી જિનનામ કર્મના મહાન પુન્યોદયથી પ્રાપ્ત થએલ, અરિહંત પદ, અરિહંત-પદની સમૃદ્ધિરૂપ આઠ મહાપ્રાતિહાર્યો અને અરિહંત દેવનાં અનેક અતિશ–દરેક ધ્યાન યોગ્ય છે. દરેકનું ધ્યાન વર્ણનને અનુરૂપ અને મંત્રાક્ષરોથી ગર્ભિત હોય છે. જે ધ્યાનથી અનેક શુભ અનુષ્ઠાને અને મહાવિદ્યાઓની સાધના તુરત ફલદાયી બને છે. સાધકને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.
શ્રી અરિહંત ભગવંતોની સમૃદ્ધિ અને અતિશના દર્શન માત્રથી સમ્યગૃષ્ટિ આત્માને સમ્યગૃપરિણતી પરિણમે છે અને જગતના અન્ય જીવ સુખાનુભવ પામે છે. પૃથ્વી,પાણી,અગ્નિ, વાયુ અને વનસ્પતિ, પાંચે સ્થાવર નિકાય ઉલ્લસિત બને છે. ધરતીકંપ,જળપ્રલય,આગના બનાવે અને ભયંકર વાવાઝોડારૂપ પોતાના રુદ્રસ્વરૂપને ત્યાગ કરી સ્થાવરકાયના દરેક પ્રકારો નિરુપદ્રવી બને છે. પ્રભુના ચરણ સ્પર્શથી પૃથ્વીના રસકસ વૃદ્ધિ પામે છે. રત્ન, હીરા, માણેક આદિ અતિ નિર્મળ તેજસ્વી બને છે. સુવર્ણ-ચાંદી આદિ ધાતુઓની ઉત્તમતા વધે છે. પાણી સ્વરછ અને સ્વાદિષ્ટ બને છે. ફળે વિશેષ મધુર અને રસવાળા બને છે. ફૂલે વિશેષ સુંદર, મનહર અને અધિક સુગંધીત બને છે. છએ ઋતુઓ એકી સાથે ફળદાયી બને છે. અરિહંત ભગવાનના આંતશયના પ્રભાવે ઋતુચક અને સ્થાવર નિકાય સૌમ્ય બની જગતને સુખકારી બને છે.
અરિહંત ભગવંતના ચાર અતિશય રૂ૫ ચારગુણે અતિશય-ઉત્કૃષ્ટપણે ચરમસીમારૂપ ગુણપ્રભાવ. ૯. અપાયાગમ-અતિશય સ્વઆશ્રયી ત્યા પરઆશ્રયી તથા દ્રવ્ય અને ભાવથી થતાં ઉપદ્રવોનો
નાશ, ૧૦. જ્ઞાનાતિશય-લે કાલકના રૂપી-અરૂપી સર્વ પદાર્થોનું ત્રણે કાળ સબંધી સંપૂર્ણ જ્ઞાન. ૧૧. પૂજાતિશય–રાજ-રાજેશ્વર તથા દેવ-દેવેન્દ્ર દ્વારા થતી ઉત્કૃષ્ટ પૂજા ૧૨. વચનાતિશય-૩૫ ગુણરૂપ અતિશય મહીમાવાળી વાણી, અરિહંત પ્રભુ દ્વારા દેવાતી દેશનાને
દેવ, મનુષ્ય, તિર્યંચ આદિ દરેક પોતપોતાની ભાષામાં સમજે છે, તે પ્રભુના વચનાતિશયનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org