________________
૪: શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન સ્થાન આપી ભવ સમુદ્રથી તારનાર, સમસ્ત રીતે બંધ પામેલા અને અન્યને બંધ પમાડનાર બોધદાતા; આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ આગના ભયંકર ભડકાઓને બુઝવવાને જેઓ સાધના જળબંબારૂપ સમર્થ છે. પરભાવથી મુક્ત અને અનુગામીને પરભાવથી મુક્ત કરનાર, ધર્મ ધુરંધર શ્રી તીર્થકર અરિહંત ભગવાન આઠ પ્રાતિહાર્ય અને ચાર અતિશય સહિત ૧૨ ગુણોથી અલંકૃત છે.
અશોક વૃક્ષ સૂર-કુસુમ વૃષ્ટિ, દિવ્ય ધ્વનિ ચામર દુંદુભિ, છત્રાસન ભામંડળ ઘારક ધીરને રે. જ્ઞાન પૂજા ને વચનાતિશય, અપાય-અપગમ ચાર અતિશય, બાર ગુણે ભૂષિત ભય ભંજન વીરને રે. પ્રણમુ પ્રેમે શાસન પતિ વીરને રે
( તત્ત્વવિચાર સ્તવનાવાળી) પ્રાતિહાર્ય–પ્રતિહારી માફક સાથે રહેનાર.
અરિહંત-નામ કર્મના મહાન પુન્યોદયે પ્રાપ્ત થતી આઠ પ્રકારની અનુપમ રિદ્ધિના સમૂહરૂપ પરિકરને અષ્ટ મહા પ્રાતિહાર્ય કહેવાય છે.
આઠ મહા પ્રાતિહાય ૧. અશેક વૃક્ષ–સમવસરણમાં દેશનાપીઠના રત્નજડીત સુવર્ણ સિંહાસન ઉપર પ્રભુના દેહમાનથી
બાર ગણું ઊંચું ગાઢ છાયાવાળું વૃક્ષ. ૨. પુષ્પવૃષ્ટિ-જળ અને સ્થળના પંચવર્ષીય અતિ સુગંધિત પુષ્પોની જાનુ સુધી થતી પુષ્પવૃષ્ટિ
અગર પુષ્પવૃષ્ટિ દ્વારા રચાતો પુષ્પપગર (પુપ દ્વારા રચાતી વિવિધ આકૃતિઓ) ૩. દિવ્યધ્વની–પ્રભુની દેશના સમયે દેશનાના અવાજ સાથે પૂરક બનતો દિવ્ય અવાજ અને પ્રભુના
ગુણગાન અને નામની દિવ્ય ઘોષણાઓ. ૪. ચામર-ચતુર્મુખ દેશના આપતા ભગવાનની ચારે બાજુ દેવ દ્વારા વીંજાતા ચાર જેડી
ચામરે. પાઠાંતર-આઠ જોડી અગર તેથી વધારે. પ. આસન-રત્નજડીત સુવર્ણ સિંહાસન. અશોક વૃક્ષની નીચે દેશના પીઠ ઉપર ચતુર્મુખ દેશના
આપી શકાય તે રીતની ગોઠવણીને અનુરૂપ સિંહાસન. ૬. ભામંડળ-ભગવાનના મુખમંડળની પાછળ જિનેશ્વરના અસીમરૂપનું વર્તુળાકાર તેજસ્વી
આભામંડળ. ૭. દુંદુભિ-દેવદુંદુભી-દેવતાઈ વાજિંત્ર-વનગારાંના નાદો. ૮. આતપત્ર (છત્ર)-ચતુર્મુખ ભગવાનના મસ્તક ઉપરના ભાગે ચારે દિશામાં ત્રણ ત્રણ છો, તેમ જ
મતાંતરે ઊર્વ-મધ્ય દિશાના ત્રણ મળી ૧૫ છત્રો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org