________________
શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૩ તે ખજાનાની ગુપ્ત ચાવીઓ ગુરૂગમદ્વારા સાંપડે છે. અનેક અકળકળની ખુબીઓ (રહસ્ય) મૃતધર ગુરુદેવના સહવાસથી સમજાય છે. પુસ્તકો માર્ગ પ્રતિપાદન કરે છે, જ્યારે માર્ગજ્ઞાતા ગુરુદેવ સ્વયં અનુભવેલ માર્ગનો મર્મ સમજાવે છે.
પંચ પરમેષ્ટિ ભગવંતના-૧૦૦ ગુણ શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુમહારાજ એ પાંચ પરમેષ્ટ ભગવંતો અનુક્રમે બાર-આઠ-છત્રીસ-પચ્ચીશ અને સત્યાવીશ ગુણેના ધારક છે, જેના સર્વગુણે ૧૦૮ થાય છે. એ ૧૦૮ ગુણોના ગુણસમૂહરૂપ નવકાર મંત્રનું સ્મરણ મોક્ષદાયક બને છે. પંચ પરમેષ્ટિ ભગવંતેના ૧૦૮ ગુણોને આશ્રયીને તેના જપની માળાને ૧૦૮ પારા હોય છે. માળા દ્વારા નવકારનો જાપ થતો હોવાથી માળાને નવકારવાળી કહેવાય છે.
પ્રથમ પદ શ્રી અરિહંત પદ-૧૫ ગુણ અરિ-શત્રુ, હત-હણનાર; શત્રુઓને હણનાર તે અરિહંત.
શત્રુઓના બાહ્ય અને અત્યંતર બે ભેદ છે. બાહ્યશત્રુઓ હોવાનું કારણ આંતરશત્રુરૂપ કર્મ સમૂહ છે. કારણના અભાવે કાર્ય થતું નહીં હોવાથી, આંતરશત્રુરૂપ કર્મ સમૂહને નાશ થતાં, બાહ્યશત્રુઓની ઉત્પત્તિ થતી નથી. કર્મ સમૂહરૂપ આંતરશત્રુના ઘાતી અને અઘાતી બે ભેદ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર ઘાતિકર્મ અનુક્રમે આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્ર અને વિર્યરૂપ સહજ ગુણોને આવરણિત રાખે છે, દબાવે છે અને આત્મશક્તિની ફુરણામાં અંતરાયભૂત બને છે; તે ચાર ઘાતી કમરૂપ મહાન આંતરશત્રુઓને હણનાર તે અરિહંત છે.
આત્મવત્ સર્વ ભૂતેષુ” એ શ્રેષ્ઠ સદ્દભાવનાથી, આત્મપરિણુત બનેલ અરિહંત ભગવંતે સચરાચર જગતને અજોડ હિતકારક આપ્તપુરુષ છે. નિષ્કારણ, ઉપકારી, કરુણુ સિંધુ અરિહંત ભગવતે જગતના દુઃખત્રસ્ત જીવોના દુઃખ દૂર કરવા માટે અને જીવના ભવનિસ્તાર માટે ધર્મતીર્થની સ્થાપના કરે છે.
એ રીતે આંતરશત્રુઓને નાશ કરવાથી અરિહંત, ધર્મતીર્થના સ્થાપક હોવાથી તીર્થકર અને આંતરશત્રુઓ પર જય મેળવવાથી જિન કહેવાય છે. અરિહંત પદ, તીર્થંકર પદ અને જિન પદ એ ત્રણે પદો અરિહંત પદના સૂચક નામે છે.
તીર્થ-પતિ અરિહા નમું, ધર્મ ધુરંધર ધીરજ દેશના અમૃત વરસતા, નિજ વીરજ વડવીરાજી
(નવપદપૂજા) જિણાણું જાવયાણું, તિન્નાણું તારયાણું; બુણ બેહયાણું, મુત્તાણું અગાણું.
(શકરતવ) રાગ-દ્વેષ અને કષાયાદિ આંતર શત્રુઓને જીતનાર તથા શરણાગત બનેલા પ્રાણીઓને શત્રુજીત બનવાનું બળ આપનાર, પ્રવહણની માફક ભવસમુદ્ર તરનાર અને આશ્રિત જનોને ધર્મ પ્રવહણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org