SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ અને વિનુભાઈએ મુંબઈ ખાતે ધંધાની સારી જમાવટ કરી છે, દીપચંદભાઈ અને તેને પુત્રપરિવાર મુંબઈ અને બેલગામ વસે છે. તીર્થયાત્રાના પૂરા પ્રેમી શ્રી દીપચંદ પરશોત્તમદાસે સંવત ૨૦૩૦ના માગસર સુદ પાંચમના શુભદિને, શ્રી વર્ધમાન તપોનિધિ શ્રી વિજ્ય ભુવન ભાનુસૂરીશ્વરના શિષ્ય શ્રી યશભદ્ર વિજયજી ગણિવર્યની શુભ નિશ્રામાં પડેગામથી શ્રી સિદ્ધગિરિરાજનો છરી પાળતો બીજે સંઘ કાઢીને, ઘણા કાળથી હદયમાં રમી રહેલી ધર્મ ભાવનાને સફળ રીતે પૂરી કરેલી છે. ચતુર્વિધ સંઘ સાથે, યુગાદિદેવ શ્રી આદિનાથ ભગવાનને ભેટીને, ત્રણે ભાઈઓએ ધર્મપત્ની સાથે, તથા વિધવા ભોજાઈ પરમાબેન સાથે, તારક તીર્થની તીર્થ–માળા ધારણ કરીને, પોતાની ગ્રીવાઓને કાયમ માટે ગૌરવાતિ બનાવી છે. અને સ્વનામની સાથે, સંઘવી અટકનું સેહામણું છોગું લટકાવીને, શુભ કાર્યની કાયમી સ્મૃતિ સાચવી છે. અમૃતલાલભાઈ ધાર્મિક શિક્ષક તરીકેની સારી ખ્યાતિ ધરાવે છે. મુંબઈના પ્રવેશકાળથી પ્રારંભીને આજ સુધી ધાર્મિક શિક્ષક તરીકે માનદ સેવા આપી રહ્યા છે, જે દ્વારા હજારો બાળકે ધર્મ-સંસ્કાર પામ્યા છે. દીક્ષા પંથ અને દીક્ષા પંથના પ્રવાસીઓ. દિવસ ઊગે છે અને આથમે છે. અનાદિકાળનો એ નિયત ક્રમ છે. એકાળની ઘટમાળ સાથે જગત ઘસડાયે જાય છે. શા માટે ઘસડાઈ એ છીએ તેમાં ખ્યાલ વિના, લોકેના થક કાળની ઘટમાળ સાથે ઘસડાયા કરે છે. એ કાળના ઘસડાટમાં ઘસડાતા, ઘસડાતાં, કોઈ વિરલ સાવચેત વ્યક્તિ આંતરિક તેજ કિરણના અજવાળે, તે પરવશ સ્થિતિને પારખીને, ઘસડાતા ગાડરિયા પ્રવાહથી જરા થંભીને, અંતર અવલોકન દ્વારા વિચારે છે કે, આમ ઘડાયે જવું, તે પિતાને પ્રવાસ નથી, પણ પરવશતાના ખેંચાણ છે, પિતાને પ્રવાસ તે જુદી દિશાને છે. જે ઘસડાવાનો નહીં પણ પગભર ચાલવાનો છે. તેવી સમજણ પામીને, માર્ગ બદલીને, સાચા માગે ચડે છે, જે માર્ગને મોક્ષ માર્ગ કહેવાય છે, દીક્ષાપંથ કહેવાય છે. ભવભ્રમણ કરતા જીવોને તે દીક્ષા પંથની કેડીના દર્શન પણ દુર્લભ હોય છે. જ્યારે દીક્ષાપંથના પ્રવાસી બનવાનું તો જીવને અતિદુષ્કર રીતે દુર્લભ છે. પૃથ્વીતળમાં જળ આવરણ બની રહેલાં, કઠણ અને નકકર પૃથ્વી પડો તૂટી જતાં જેમ ભૂમિતળમાં રહેલાં નિર્મળ જળની સરવાણીઓથી કૃ છલકાઈ જાય છે; તેમ વૈરાગ્ય-રસના જળતળરૂપ કઈ કઈ કુટુંબ-પોમાં મોહનીય કર્મ–આચ્છાદિત કર્મનાં કઠણ પડ તૂટી જતાં, આત્મભાવ ભરપૂર વૈરાગ્ય જળની વિમળ સંયમ-સરવાણુઓથી કુટુંબકૃપ ભરપૂર રીતે છલકત બને છે. તાજેતરના બે દાયકાઓમાં, સલત કુટુંબના કૃપ તળમાં, વૈરાગ્ય જળની દસ દસ સરવાણીઓનાં નિર્મળ જળ છલકાયેલાં છે. જ્ઞાન ગર્ભિત વૈરાગ્યને પ્રભાવ એવો પ્રભાવિત હેય છે કે તે જ્ઞાન-પ્રકાશ ધરનાર વ્યક્તિ મશાલચી બનીને પોતે પંથ પામે છે અને અન્યને પંથ પ્રકાશક બને છે. આવા રૂડા પ્રસંગે ઘણુ જૈન કુટુંબોમાં બનેલા છે. તેમાં સમાવેશ પામતું, પચ્છેગામ સંઘ પરિવારનું સત કુટુંબ તેના સબળ પુરાવારૂપ છે, આત્મ પ્રકાશથી પ્રકાશિત જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય એજ સાચે વિરાગ્ય છે. તેવા સાચા વૈરાગ્ય રસના ભૂમિતળ બનેલાં બધાં કુટુંબે ગૌરવ સાથે ગણના પાત્ર કુટુંબ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004859
Book TitleJinendra Jivan Jyot Darshan
Original Sutra AuthorN/A
AuthorSawai Jadav Shah
PublisherShah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
Publication Year1985
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy