________________
[૨૪]
શ્રીધર્મનાથ ભગવાનના ગભારામાં પબાસનના નીચેના મધ્યભાગમાં પ્રથમથી જ પ્રાસાદદેવીની પ્રતિમા છે તે પ્રતિમાના નામને કઈ ઉલ્લેખ મળતું નથી. શ્રીતીર્થાધિરાજ શત્રુંજય તીર્થના છરી પાળતા બે સંઘ.
એક ડગલું ભરે, ગિરિ સન્મુખ ઉજમાળ;
કેડી સહસ ભવના કર્યા, પાપ ખપે તત્કાળ. ત્રિભુવનના સર્વ તીથોમાં શ્રેષ્ઠ તીર્થ–વીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થ છે. શ્રી શત્રુંજય મહાસ્ય ગ્રંથમાં જેને શત મુખ વર્ણન છે, જે પરમ પૂન્ય ભૂમિને સ્પર્શ પણ પાપહર છે તે શ્રી સિદ્ધ ગિરિરાજના છરી પાળતા બે સંઘે પછેગામથી નીકળેલા છે.
પ્રથમ-સંઘ પચ્છેગામના વતની, ઉદારદિલ, ધર્મ–પ્રેમી શેઠ લાલચંદ નારણદાસ ધંધાથે સુરત જિલ્લાના કઠોર ગામે વસ્યા હતા. બુદ્ધિ–કુશળતા અને સદ્ભાગ્યના ગે અલ્પ સમયમાં જ ધંધાની સારી ખિલાવટ અને સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. સધર્મના શુભ સંસ્કાર બળે, સંવત ૧૯૭૯ની સાલમાં, પૂજ્ય મુનિશ્રી જસવિજયજી મહારાજ સાહેબની પ્રેરણા અને સાન્નિધ્ય પામીને, તેઓએ પચ્છેગામથી શ્રી સિદ્ધ ગિરિરાજને છરી પાળતે પ્રથમ સંધ કાઢીને, તીર્થભૂમિ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર, ધર્મપત્ની શ્રી કુલકરબેન અને કાળિદાસભાઈ તથા ગુલાબચંદભાઈ બંને વડીલ ભાઈઓ સાથે, તીર્થમાળ ધારણ કરીને, નિખાલસભાવે, ન્યાયદ્રવ્યને સદુપયોગ કરીને, માનવ ભવને કૃતાર્થ કરેલ છે. શ્રી પચ્છેગામથી શ્રી સિદ્ધગિરિનો આ પ્રથમ સંઘ નીકળેલ હાઈને, સકળ સંઘ-સમુદાયમાં અનેરો ઉ૯લાસ ભાવ પ્રવર્તતે હતો.
પ્રથમ સંઘના સંઘપતિ શ્રી લાલચંદભાઈ તથા તેમના ભાઈ શ્રી ગુલાબચંદભાઈના કુટુંબ હાલ કઠોર ગામમાં વસેલાં છે. કાળિદાસભાઈનો કુટુંબ પરિવાર પુછેગામ અને ભાવનગર ખાતે વસેલો છે.
બી-સંઘ ગૃહ સંસારની સુખશાંતિનો મૂળ આધાર આજીવિકા છે. તે આજીવિકા મેળવવા માટે, વતનનો મેહ અને કુટુંબને સાથ છોડીને, અનેક લોકોના ઘોડાપુર વરસથી મુંબઈ તરફ દોડી રહ્યાં છે. અને સુખ કે દુઃખે ત્યાં સમાઈ જાય છે. પચ્છેગામમાં અભ્યાસ પૂરો થતાં, દીપચંદભાઈ આજીવિકાના ઉપાર્જન માટે મુંબઈ ગયા. આજીવિકાનાં સાધન જમાવીને સ્થિર થયા. ક્રમે ક્રમે બધા ભાઈ એ પણ મુંબઈમાં વસીને, ધંધાકીય રીતે સધ્ધર બન્યા. બાલ્યવયથી ધર્મસંસ્કાર પામેલ દીપચંદભાઈ ધર્મ-રસથી રંજિત બનીને અણુવ્રતના આરાધક બન્યા. “મૈથુનના સ્થાને માત્ર મનની નબળાઈ છે” તેવી અનુપમ આંતરદૃષ્ટિ પ્રાપ્ત થતાં, સજોડે ચતુર્થ મહાવ્રતધારી બનીને, શ્રાવકધર્મની સુંદર આરાધના કરી રહ્યા છે. તેમના ધર્મપત્ની વામાંગને પરસનબેન પ્રથમથી જ ધર્મગના છે. જેઓ વ્રત, નિયમ અને તપસ્યાના અતૂટ અને અખૂટ બળો ધરાવે છે. તેથી બંનેનું દંપતિ-જીવન ધર્મ સંપત્તિથી ભરેલું, સૌભાગી જીવન બનીને, સકાર્યોની પરંપરા સરજી રહેલ છે. દીપચંદભાઈના નાનાભાઈ હીરાચંદભાઈ સંયમધર્મને આરાધીને કાળધર્મ પામ્યા છે. મોટાભાઈ રૂગનાથભાઈ અને નાનાભાઈ મનસુખભાઈ અવસાન પામ્યા છે. અમૃતલાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org