________________
[૨૬] નગરશેઠ અને સંઘ પ્રમુખ
મોટું મન, નિખાલસદિલ, સખાવતી સ્વભાવ, પ્રભાવકવાણી, વિવેકી વર્તન, કાર્યોને ઉત્સાહ અને સંઘ-સમુદાયમાં સંપ સચવાઈ રહે તેની કાળજી રાખનારે, યોગ્ય અને સમયદક્ષ
વ્યક્તિઓ સંઘ સમુદાયના શેઠ પદ માટે યોગ્ય ગણાય છે. ઉપર્યુક્ત લાયકાતેથી યુક્ત શ્રી પછેગામ જૈન સંઘના ત્રણ સિતારાઓએ જીવનભર સંઘસેવા સ્વીકારીને શેઠ પદને સાર્થક કરેલું છે.
(૧) શેઠ નારણદાસ રાઘવજી (૨) શેઠ ગોરધનદાસ કુલચંદ (૩) શેઠ વનમાળીદાસ ગોરધનદાસ, સંપૂર્ણ પ્રેમ અને સદ્દનિષ્ઠાથી જેઓએ સંઘ સેવાના બધાં કાર્યો ઉલ્લાસપૂર્વક કરેલાં છે.
સને ૧૯૬૭ સંવત ૨૦૧૭ ધર્માદા ટ્રસ્ટ ધારો જાહેર થતાં, બહુમતીથી પ્રમુખ નીમવાની નીતિ અમલમાં આવતાં શ્રી પચ્છેગામ જૈન–સંઘે સંઘકમિટી નીમીને પ્રથમ સંઘપ્રમુખ તરીકે શેઠે વનમાળીદાસની વરણી કરીને યોગ્યને યોગ્ય સ્થાન આપ્યું હતું.
પૂજ્ય. આચાર્યશ્રી કૈલાસસાગરજી મહારાજ સાહેબની શુભાનશ્રામાં ભાવનગરથી નીકળેલા પાલિતાણું યાત્રા-સંઘના ભાગીદાર બનીને શેઠ વનમાળીદાસે પોતાના ધર્મપત્ની અજવાળીબેન સાથે તીર્થમાળ ઘારણ કરીને તીર્થ-ઉપાસક બનીને માનવ જીવન સાર્થક કરેલું છે.
૧૦૮ શ્રી પાર્શ્વનાથ જિનમંદિર પાલિતાણામાં શ્રી જિનબિંબ પ્રતિષ્ઠાના મળેલા આદેશની ભાવના પૂરી થયા પહેલા શેઠ વનમાળીદાસનું અવસાન થતાં, તેઓના પુત્ર-પરિવારે શ્રી કરેડા પાર્શ્વનાથના જિનબિંબની પ્રતિષ્ઠા કરીને સદ્દગતની અધૂરી રહેલી અંતર-ભાવનાને અતિ ઉલ્લાસપૂર્વક પૂરી કરેલી છે.
શેઠ વનમાળીદાસનું અવસાન થતાં શ્રી પચ્છેગામ જૈન સંઘ સંઘ સમુદાયની સર્વાનુમતિથી સંઘ પ્રમુખ તરીકે શાહ સવાઈલાલ જાદવજીની નીમણુક કરેલ છે.
શ્રા-સંઘના દરેક કાર્યોમાં માર્ગદર્શક બની, ઊલટભેર ભાગ લેનાર અને નાણાકીય વહીવટને ચીવટપૂર્વક સંભાળીને જીવનભર સેવા આપનાર, શેઠ પ્રભુદાસ ગોરધનદાસનું સં ૨૦૪૦ શ્રાવણસુ-૧૫ના દુઃખદ અવસાન થતાં, શ્રી સંઘે ઉત્સાહી અને કાર્યદક્ષ કાર્યકર ગુમાવેલો છે; જેની ખોટ આજે પણ વણપુરાયેલી છે.
પરિવર્તન પામતા જગતની સાથે સાથે, પરિવર્તનની ફરતી પગ-કેડીઓમાં પગલાં પાડી રહેલું પડેગામ કાળબળની સાથે કદમ મિલાવીને યુગબળના પ્રવાહોને ઝીલી રહ્યું છે. તે વહાલું વતન પર છેગામ કાયમ પ્રગતિગામી બનીને, જ્ય-વિજ્યના ઝંડા ફરકાવતું સુંદર ધર્મ-ક્ષેત્ર બની રહો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org