________________
[૧૭]
ઇરછાઓની આળપંપાળ એ જ મોટી અને ખોટી જ જાળ છે. અંતિમ સમયે ઇરછાઓને બે ઉતારીને જીવે હળવા બનવું જોઈએ. ઇચ્છાઓની અગનજાળમાં અઠયાસી વર્ષને જીવનકાળ સળગી ગયા છે. હવે જીવનકાળના બે દિવસ બાકી છે. તે શેષ જીવનકાળ ઈચ્છાઓની અગનજાળ વિનાનો બની રહે તે માટે અંતરમન સાવચેત બની રહેલું છે.
સરકતા સમયના પ્રવાહમાં જીવનના રૂપાંતર પલટાયા કરે છે. બાળજીવન, કિશોર જીવન, વિદ્યાથીજીવન, લગ્નજીવન, પ્રૌઢજીવન એમ અનેક પ્રકારના જીવનમાં સરકતો જીવનરસ વૃદ્ધ-જીવનમાં પ્રવેશીને આજે મૃત્યુ-જીવનની અતિ નજીક વહી રહ્યો છે. તે મૃત્યુ-જીવનને સુધારવા માટે, હું મૃત્યુને વધાવી રહ્યો છું. પાપ સ્થાનકના પગપેસારાવાળી જીવની દૃષ્ટિ જ્યાં સુધી માલ, મિલકત અને અન્ય પાપારંભ કાર્યોમાં પરોવાએલી હોય છે ત્યાં સુધી જીવ મૃત્યુજીવનને વધાવી શકતો નથી. જન્મ એ દેહ-જીવનની શરૂઆત છે. મૃત્યુ એ દેહ-જીવનની પૂર્ણહતિ છે. તેથી દૈહિક જીવનની છેલ્લી ક્ષણે તે મૃત્યુ-જીવન છે. તે મૃત્યુ-જીવનની ક્ષણે આગામી જીવનના પાયારૂપ છે તે પાયામાં સત્રતોને ઉચિત સદ્દવિચારો અને સકાર્યોની પૂરણ કરનાર આત્મા જ મૃત્યજીવનને સફળ બનાવી શકે છે.
બધા દેહની માફક આ વૃદ્ધ ખખડેલ દેહ પણ મૃત્યુથી અંક્તિ દેહ છે. મૃત્યુના દેહ-જીવન નાશક બળ દેહમાં પ્રસરી રહ્યાં છે. તે દેહ-નાશક પરિબળોની કાર્યવાહીની સમજ પડતાં, અરસ પરસ એક રસ બની રહેલા દેહ અને દહી જુદા હોવાનું ભેદજ્ઞાન બરાબર સમજી શકાય છે.
ખું અને ખામાં રહેલ વસ્તુ માફક, દેહ અને દેહી નિઃશંક રીતે જુદા સમજી શકાય છે. દેહ અને દહીને છૂટા પાડનાર મૃત્યુને, જન્મની જેમ સ્વાભાવિક–માનીને, મૃત્યુના ભયના ખ્યાલોને ખંખેરીને, જે જીવો મૃત્યુને નિર્ભય પણે આવકારે છે, તે જ જીવો જીવ, જીવન, અને દેહના વાસ્તવિક સ્વરૂપને સમજી શકે છે. એટલે કે નશ્વરને નશ્વર અને શાશ્વતને શાશ્વત, જે જે રીતે છે તેને તે રીતે સમજી શકે છે.
દેહ અને દેહીએ અરસ પરસ ભરેલી સર્વ પ્રદેશી બાથ છૂટી થઈ રહી છે. શરીરની શિથિલતા. વધતી જાય છે. જડ દેહ વધારે જડ બનતો જાય છે. ચેતન દેહથી છૂટવાની ચળવળ ચલાવી રહ્યો છે. એ રીતે મૃત્યુ-જીવનની ચાલ પરિક્રિયા વડે દેહ-દેહી જુદા સમજી શકાય છે. જુદા અનુભવી શકાય છે. એ રીતે પ્રગટ થયેલી આત્મ-અનુભૂતિથી, દેહ દ્વારા ઉત્પન્ન થયેલા પુત્રાદિપરિવાર અને દેહ દ્વારા ઉપાર્જિત થયેલાં ધન-મિલકત વિગેરે નિઃશંકપણે બીજા પલ્લાના પારેવાર રૂપે સમજાય છે. તે બીજા પલ્લાના દરેક સંબંધના બંધને, હું છૂટા પાડવાની કોશિશ કરી રહ્યો છું.
ભેદ જ્ઞાનના પ્રકાશમાં પણ મારાપણાની બુદ્ધિ કુટુંબ પ્રત્યે મારાપણું દાખવી રહી છે. મારાપણાની એ બુદ્ધિ ઈચ્છે છે કે, મારાં કુટુંબમાં જન્મ પામેલા કુટુંબીજનો ધર્મ પામ્યા વિના, માનવ જીવનને ફોગટપણે ગુમાવે નહા, તે માટે સામાયિક, દેવ પૂજા, નવકાર જાપ, દાન, શીલ, તપ, તીર્થયાત્રા, વ્રત, નિયમ અને સદાચારોની યથા શક્ય આચરણું માટેના નિયમો તમે દરેક જે મારી સમક્ષ સ્વીકારો તો અંતિમ સમયે મને મારું કુટુંબ ધર્મ–માર્ગે ચડ્યું હોવાનો સંતોષ મળે. ઉપર્યુક્ત પુન્યદાન તે મરનાર માટે અંતિમ સમયનું ભાતું કહેવાય છે. પરંતુ અંતિમ સમયે અપાતું તે પુન્ય-દાન સાથે લઈ જવાની શક્તિ કેઈ પણ મરનારને મળેલી હોતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org