________________
૧૬ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન
ભુડે જે ભંડારી આતમ કેષને, માલીક થઈને બેઠેલો મઝધાર છે, વીર્ય વેગના એકજ વિક્રમ ઝાટકે, સંહાર્યા શઠ પાંચે વિન પ્રકાર છે. અંતરજામી ૬ આવરણના જાળા જામેલા બધા, તંતુ માફક દૂર કર્યા છે. તમામ જે, અગ્નિ ચાંપી અક્કડ અત્રત અંગમાં, સર્વ વિરતી વિરલ દિવ્ય દમામ જે.અંતરજામી ૭ કામાગ્નિને છાંટી જ્ઞાન જળાંજલી, સદબાધે કીધું છે શીત સલિલ જે, હાસ્ય ષટક તો છાંડે સત્વર આંગણું, કૌવત કરને દેખી બીન દલીલ જે....અંતરજામી ૮ દિલ દયાના દ્રઢ આસનને દેખીને, બંધ બની છે કુરતાની કરતાળ જે, પટકાયોના સવે પ્રાણી માત્રના, પૃથવી-પટ પર એક તમે પ્રતિપાળ જે...અંતરજામી ૯ રાગદ્વેષ સર્પોના ઝેર નીચવીને, સમરસના સીંચ્યા છે. સુધા-નીર જે, દર્શન આવરણને નિદ્રા વાદળા, વિખેર્યા છે વાહી આત્મ સમીર જે...અંતરજામી ૧૦ સર્વ સવાઈ સ્વ-ભૂષણ ભુષિત બની, દોષોના દેના રૂંધ્યા-શ્વાસ જે, પાતાનું પોતાની પાસે રાખીને,
પર પરિણતીને કહે છે પરિહાસ જે.... અંતરજામી ૧૧ પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં સ્થાન-૯૭થી–૧૦૦ ચોત્રીશ અતિશય, પાંત્રીશ વાણીગુણ
આઠ પ્રાતિહાર્ય–તીર્થસ્થાપના
દોહાચિત્રીશ અતિશય શોભતા વાણી ગુણ પાંત્રીશ, જગમળે જળકી રહ્યા જગવલલભ જગદીશ....૧ પ્રાતિહાર્યો આઠ છે ત્રણગઢ દ્વાદશ દ્વાર, સમવસરણમાં દેશના સુણે પર્ષદા બાર... ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org