________________
૧૪ : શ્રી જીતેન્દ્ર જીવન જ્યોત દર્શન
જિન-વિહાર ભૂમી તથા છદ્મસ્થકાળ સ્થાન-૮૩ આદીનાથ નેમી પ્રભુ પાસ મહાવીર ચાર, ભૂમીઆર્ય અનાયમાં કીધાં છે વિહાર...૪ શેષ વીશ ચઉનાણીના આર્યભૂમી વિહાર, ૬ છદ્મસ્થાવસ્થા બધા જિનની જુદી ધાર...૫
જિન-તપ સ્થાન-૮૪ કઠીન તપ કિરતારના સહુના ઉગ્રપ્રકાર, વીરનું તપ વિશેષથી અતિ ઉગ્ર અવધાર..૬
પ્રમાદકાળ સ્થાન–૮૫ સાંઠ ઘડી, અંતર મુરત આદીને ચરમેશ, પ્રમત્ત દશાને પામતા, અપ્રમત્ત બાવીશ..૭
ઉપસર્ગો-સ્થાન-૮૬ પાસ વીર પામેલ છે ઉપસર્ગો બહુ રીત, બાકી જિન બાવીશ છે ઉપસર્ગોથી રહિત...૮
જ્ઞાન કલ્યાણક સ્થાન ૮૭ થી ૯૫ જ્ઞાન માસ–તીથી રાશી નક્ષત્ર ૮૭ થી ૮૯ જ્ઞાન માસ તીથી જુદા રાશીને નક્ષત્ર, ચ્યવન માફક સમજવા તત્ર પ્રમાણે અત્ર..૯
જ્ઞાન નગર સ્થાન પુરીમ તાળ પુરે, પ્રથમ નેમ ગિરિ ગિરનાર, જાંભિક ગામે વીરજી પામ્યા કેવળ સાર...૧૦ જન્મ નગર ઉદ્યાનમાં શેષ જિને એકવીશ, પરમજ્ઞાન પરમાતમા પામ્યા છે જગદીશ....૧૧
જ્ઞાન ઉદ્યાન સ્થાન-૯૧ વીર નદી રૂઝુ વાલિકા ઋષભ શકટ ઉદ્યાન, દીક્ષાના ઉદ્યાનમાં શેષ જિનેને જ્ઞાન...૧૨
જ્ઞાન–વૃક્ષ-સ્થાન-૯૨ વૃક્ષ ઊંચાઈ સ્થાન–૯૩ જુદા નામે ધારતા જ્ઞાન વૃક્ષ સહાય, બાર ગુણ જિન-દેહથી ઊંચા માન ગણાય...૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org