________________
૭૫
શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૧૩ દીક્ષા તપના પારણા સબંધી સ્થાન ૭૪ થી-૮૦ પારણુ-દ્રવ્ય-સમય-નગર ભિક્ષાદાતા-દેતાગતિ પંચદિવ્ય અને વસુધારા
સયા એકત્રીશી છંદ સિધાનંદ રમણ રસ રમણિક દેહ વસેલા દેહાતીત, મૌન મહાબળી મહીમાશાળી દિલ દિલાવર ત્રત દીક્ષીત; ચઉશત રાત દિવસને અંતે આદીશ્વર પામે આહાર, ઈશુ-રસના ઘટ નવ્વાણુ વહોરા શ્રેયાંસ કુમાર..૧ અન્ય જિનેશ ઉજવળ ક્ષીરના બીજે દિન પામ્યા આહાર, જુદા દેશ નગરને સ્થાને જુદા ભિક્ષાના દેનાર; આદીથી અષ્ટમ સુધીના મેક્ષ ગયા ભિક્ષા દેનાર,
ડશ જિનના ભીક્ષાદાતા મોક્ષ ગયા કે છે જાનાર..૨ ભક્ષા દાતાના ભુવનમાં પરમાતમને પુન્ય પ્રભાવ; પાંચ દિવ્ય દેવો પ્રગટાવે ધારીને ખૂબ ભક્તિ ભાવ; સુગંધીત જળ ધારા પુષ્પ વસ્ત્ર અને વસુને વરસાદ, દેવ દુંદુભી અહો દાનના નભમંડળ ગાજે છે નાદ..૩ સાડાબાર કરોડ મુદ્રાઓ વસુધારામાં ઘન વરસાદ, ભુવનને ભુતળ દીસે છે સરજેલા સોનાના સાજ; ઉલેચે છે આતમરામી અંતર ભૂમીના ભવ-કુપ, ગ્રામાનુગ્રામે વિચરતા સંત સવાઈ સ્થિત-સ્વરૂપ...૪
છદ્મસ્થ કાળ સંબંધી સ્થાનક ૮૧ થી ૮૬ છવાસ્થતપ–વિહારભૂમી છદ્મસ્થકાળ પ્રમાદકાળ અને ઉપસર્ગો
દોહા તપ તપતા તીર્થકર ધરતા વ્રત ને ધ્યાન, કર્મ કઠીન દળ કાપતાં ભૂ-વિચરે ભગવાન..૧
જિન-તીથે-તપ-સ્થાન-૮૧ વરસી આદી તીરથે આઠ માસ બાવીશ, છ માસી વીર શાસને તપ તીથે ચોવીશ...૨
જિન-અભિગ્રહ-સ્થાન–૮૨ બહુબહુ વિધ અભિગ્રહો શ્રી જિન જીવન કાળ, વીર પ્રભુના છે વધુ વિશેષે વિશાળ..૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org