________________
શ્રી જિનેક જીવન જ્યોત દર્શન : ૧૫૧ માન્યતા સત્ય હોય કે અસત્ય હોય પણ દરેક માન્યતાને અનુરૂપ દલીલો અને સમર્થનોના ટેકા સાંપડેલા હોય છે એટલે ગષકે એ માન્યતાની સત્યતા પારખવા માટે માન્યતાના મૂળ સુધી પહોંચી માન્યતાના નકકર કે બેદાપણાનો ખ્યાલ કરવો પડે છે. જે માન્યતાઓ પળે પળે પરિવર્તન પામતી હોય છે અને જેના સમર્થનના ઉભા કરેલા થાંભલાઓ પણ બદલાતા હોય છે. એવી અનિશ્ચિત માન્યતાના નિવારણ માટે સર્વજ્ઞ કથિત શાસ્ત્રોક્ત ભૂગોળ જ્ઞાનનું ઉત્તમ સાહિત્ય વિપુલ પ્રમાણમાં અત્યારે પણ મોજુદ છે જે સમજવાથી ભૂગોળ સબંધી અનીશ્ચિત માન્યતાઓ દૂર થશે અને તેમ થતા સમર્થનના ટેકાઓ બદલવાની કોઈ જરૂર નહીં રહે.
લોકાલોક પ્રકાશક ઝળહળતી સર્વ દશા પ્રાપ્ત કરી, ઉત્તમોત્તમ શ્રી જિનેશ્વર પ્રભુએ જે ભૂગોળ જ્ઞાન પ્રકાશેલ છે. તેને અક્ષરશઃ અનુસરીને જ નિગ્રંથ મહામુનિવરોએ જે ભૂગોળ સાહિત્યનું નિરૂપણ કરેલ છે. જેમાં સમસ્ત માનવલોક ક્ષેત્રના ખંડ, પ્રખંડ, ક્ષેત્રફળ, પરિધિ, પર્વતગ્રહો અને નદીઓના માન–પ્રમાણ સહિતની સંખ્યાના વર્ણનો તથા કાળબળથી વાતાવરણમાં ઉત્પન્ન થતાં નિશ્ચિત અને અનિશ્ચિત ભાવના ક્ષેત્રાશ્રિત વર્ણનેની ભરપૂર હકીકતો વર્ણવેલી છે.
એકંદર અસંખ્ય દ્વીપ સમુદ્ર સ્વરૂપ તીર્થોલોક અને તેમાં આવેલ અઢી દ્વીપ માનવલક સબંધી સંપૂર્ણ ભૂળ જ્ઞાન જેમાં સમાયેલ છે. તે બહત્ સંગ્રહણું અને ક્ષેત્ર સમાસ આદિ શાસ્ત્રોના શાસ્ત્રોક્ત ભૂગોળ જ્ઞાન પ્રત્યે દાખવેલી ઉપેક્ષા દૂર કરી, તેમાં યથાશક્તિ ચંચુપાત કરીને ભુલાયેલ ભૂગોળનું સાચું જ્ઞાન મેળવવા આગ્રહ ભરી વિનંતી છે.
ભૂગેળ અને ખગોળ સંબંધી અવનવા શોધખોળ-પ્રયોગો, પ્રવાસ અને પર્યટનો દ્વારા અનેક રીતના સંશાધને અત્યારે ચાલે છે, તેનાથી મળતા અનુભવો અને ઊપજતા અનુમાને દ્વારા એકત્ર થતી માહિતીઓ તે દરેક એકાંગી માહિતી હોય છે કારણ કે તેમાં એકદેશીય નિરીક્ષણ થતું હોય છે. નવા પ્રદેશોની શોધ તે તે પ્રદેશ પૂરતી હોય છે જે પૃથ્વી-પટના એક અપ-અંશ સમાન છે. શોધાએલ નો પ્રદેશ એ નો પ્રદેશ નથી એ તો હતો જ. જે હેવાને ખ્યાલ નહોતે તે ખ્યાલ શોધ દ્વારા મળ્યો. દીશાઓમાં આગળ વધવાના પ્રયોગો તે તે દિશામાં એક કદમ આગળ ચાલ્યા સમાન છે કારણ કે દીશાઓની–સીમાઓની સમાપ્તિ નથી. પરિભ્રમણ -પ્રવાસ કે ૫ર્યટનો કદી પૂર્ણ-વિરામ પામી શકતા નથી. મહા-પ્રવાસીઓના પ્રવાસ મર્યાદિત હોય છે, સમસ્ત પૃથ્વી-તળ અને નભોમંડળ એટલું વિશાળ છે કે આજના મર્યાદિત ૧૦૦ વર્ષ સરેરાશ લગભગના અલ્પ આયુ ધરાવતા માનવીની સમસ્ત જિંદગીનો પ્રવાસ ફક્ત પ્રવાસના પગરણ (શરૂઆત) સમાન છે. યાંત્રિક વાહનોના ઝડપી-પ્રવાસ કે ઉડ્ડયનની ગતિથી ભૂતળ કે ગગન-મંડળના માપ માપી શકાય તેમ નથી. ઉસેધાંગુણના માપે (ચાલુ) ભેળસેગાઉના માપ ધરાવતા એક યજનના હિસાબે પિસ્તાળીશ લાખ યોજન એટલે ૭ અબજ અને ૨૦ કરોડ ગાઉ લાં અને પહોળાઈમાં થાળે આકારે ગોળ અઢી દ્વીપ પ્રમાણે માનવલોક છે. સાત અબજ અને ૨૦ કોડ ગાઉ લાંબો અને પહોળો થાળી આકારે ગોળ પ્રમાણ અઢી દ્વીપ માનવલક છે અને નમંડળમાં નિરખાતી નિહારીકા જે તીર્ષાલકના ઉપરના અગ્રભાગે આકાશમાં ચૌદલાખ ચાલીશ હજાર ગાઉ દૂર ઊંચે રહેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org