________________
૧૫૦ : શ્રી જિનેન્દ્ર જીવને જોત દર્શન
ચોદ રજજુ પ્રમાણ લોકના મધ્યભાગે તીછલેક આવેલ છે. જેમાં અસંખ્ય દ્વીપ સમુદ્રો વિદ્યમાન છે. તે બધામાં સર્વથી મધ્ય ભાગે અઢી દ્વીપ પ્રમાણને નરક આવેલ છે. ઉપર્યુકત સમસ્ત તીછલકના વિસ્તારની અપેક્ષાએ સૂર્યનું વિમાન (સૂર્ય-ભૂમિ) એક બીજું માત્ર જ છે. તેવા બીન્હરૂપ સૂર્યની આસપાસ વિરાટકાય પૃથ્વી ફરતી હોવાને ખ્યાલ અતિ બેહુદી લાગે છે. જેમજ મનુષ્ય ક્ષેત્ર જેટલા વિભાગની પૃથ્વીને સૂર્યની આસપાસ પણ ફરતી માની શકાય નહી કારણ તી છલકના અસંખ્ય દ્વીપ અને સમુદ્રોથી) વલયાકારે વીંટાયેલ અઢીદ્વીપ પ્રમાણુ માનવક છે, માનવલોક એ વલયાકારે વીંટળાઈને રહેલા દ્વીપ અને સમુદ્રોથી છુટા પડેલો વિભાગ નથી પણ તિર્થીકની સળંગ પૃથ્વી સાથે સંકળાએલ ભાગ છે તે બીન્દુ માત્ર સૂર્યની આસપાસ શા માટે ફરે ? તેને સૂર્યની આસપાસ ફરવાનું કોઈ કારણ નથી.
અઢી દ્વીપ પ્રમાણ માનવ લોકને વિસ્તાર પણ એટલો બધે વિશાળ છે કે જે માનવક્ષેત્રમાં ૧૩૨ સૂર્ય અને તેના પરિભ્રમણ માર્ગોને સમાવેશ થયેલો છે. માનવ લોકના ક્ષેત્ર વિસ્તારની તુલના એ સૂર્યનું ક્ષેત્ર તેના ભ્રમણ માગ સાથે એક અ૫ ક્ષેત્ર છે. અતિશય નાના સૂર્યની આસપાસ અતિ વિશાળ પ્રમાણને ધારણ કરતી માનવલોકની પૃથ્વી પ્રદક્ષિણા કરે નહી તેમજ ફરી શકે પણ નહીં પરંતુ વિશાળ માનવક પ્રમાણ પૃથ્વીના ઉદર્વ આકાશ ક્ષેત્રમાં સૂર્ય નિઃસંદેહ ભ્રમણ કરી શકે છે કારણકે સૂર્યને પરિભ્રમણ માગ તે માનવલોકની અપેક્ષાએ અતિશય અ૯પ ભાગ છે. અસંખ્ય દ્વીપ-સમુદ્ર પ્રમાણ તીછલોકના મધ્ય ભાગમાં રહેલ, અઢી દ્વીપ પ્રમાણ માનવકને તીછલકથી છૂટે પડેલો ભાગ માની શકાય નહીં અને તીછલોકની સાથે સળંગ સંકળાએલ માનવ-પૃથ્વી સૂર્યની આસપાસ ફરી શકે જ નહીં, તે માનવ પૃથ્વીના વિસ્તાર અને પૃથ્વીનું એક બીજા દીપ થા સમુદ્ર સાથેના જોડાણથી સહજ રીતે મુશ્કેલી વીના સમજી શકાય તેવી સાદી હકીક્ત છે. તે હકીકત સર્વ સર્વસ દેએ સારી રીતે સમજાવેલ છે. સર્વ–સર્વજ્ઞ જિનેશ્વર ભગવતેએ તીર્થો લોકની બરાબર મધ્યમાં આવેલ નરક્ષેત્રમાં પણ સર્વથી મધ્યભાગે રહેલ જંબુઢાપને થાળી આકારે ગોળ અને સ્થિર દેખેલ છે અને કહેલ છે. પછીના માનવકને વલયાકાર ગોળ અને સ્થિર યથાદષ્ટ તથા કહેલ છે.
માનવ લેકપ્રમાણની પૃથ્વીને વિરાટકાય તીર્જીકની પૃથ્વીથી અલગ બનાવી, ગોળ-ગોળા રૂપ સૂર્યની આસપાસ ફરતી માનવી અને અખતરા દ્વારા તે બાબતને સિધ્ધ કરવાની કેશિષ કરવી તેને બાળ ચેષ્ટા સિવાય બીજું શું કહેવું? તે સમજી શકાતું નથી.
પૃથ્વીની ગેળ ટુકડાની માન્યતામાં જ આ ભૂલોના મૂળ સમાયેલા છે. પ્રાથમિક અભ્યાસ કાળથી પૃથ્વી ફરતી હોવાના મળેલા ખ્યાલને શાસ્ત્રોક્ત ભૂગોળજ્ઞાન દ્વારા દૂર કરી શકાશે અને તેમ થવાથી અન્ય ભૂગોળના દર્શન પ્રાપ્ત થશે.
પૃથ્વી દડા જેવી ગોળ તેમજ ફરતી અને બીજા દ્વીપ સમુદ્રના સબંધ વગરની, એકલી અને પરિમિત-મર્યાદિત વિસ્તારની હોવાનું શિક્ષણ, અભ્યાસકાળની શરૂઆતથી મળતું હોવાથી વર્તમાનકાળના અભ્યાસીઓ પૃથ્વીને તે રીતે માને અને જુએ તે શકય છે. તે માન્યતી ભૂગોળના એકાંગી અભ્યાસનું પરિણામ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org