________________
શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૧૪૯ ચંદ્રવિમાન ૫૬ ૬૧ જન, સૂર્યવિમાન ૪૮/૬૧ યાજન, ચહેનો વિમાનો બે ગાઉ, નક્ષત્રના વિમાને એક ગાઉ અને તારાઓના વિમાનો યા ગાઉ પ્રમાણગુલ માપે લાંબા-પહોળા છે અને લંબાઈ-પહોળાઈન અરધા ભાગે ઊંચાઈ છે.
ઉત્સધાંગુલથી પ્રમાણગુલ ૪૦૦ ગણે લાંબા અને અઢી ગણો પહોળે છે. અહીં લંબાઈના માપ માપવાના હોઈ ૪૦૦ ગણી લંબાઈથી માપવાના છે. એટલે એક પ્રમાણુમુલ યોજનના ૪૦૦ ઉસેંઘાંગુલ જન અથવા ૧૬૦૦ ઉભેંઘાંગુલ ગાઉ થાય છે. તે રીતે ચંદ્રવિમાનની લંબાઈ પહેબાઈ ૧૪૬૮ર ગાઉ, સૂર્ય વિમાનની ૧૨૫૯ ગાઉ, ગ્રહના વિમાનની ૮૦૦ ગાઉ નક્ષત્રના વિમાનની ૪૦૦ ગાઉ અને તારાઓના વિમાનની લંબાઈ-પહોળાઈ ૨૦૦ ઉભેંઘાંગુલી ગાઉની છે અને વિસ્તારના અરધા ભાગે ઉંચાઈ છે.
સમભુતલા પૃથ્વીથી તારાઓના વિમાને ૧૨,૬૪,૦૦૦ ગાઉ, સૂર્ય ૧૨,૮૦,૦૦૦ ગાઉ, ચંદ્ર ૧૪,૦૮,૦૦૦ ગાઉ, નક્ષત્ર ૧૪,૧૪,૪૦૦ ગાઉ અને ગ્રહોના વિમાને ૧૪,૨૦,૮૦૦ ગાઉથી ૧૪.૪૦,૦૦૦ ઉસેદ્યાંગલ ગાઉની ઊંચાઈએ આકાશ ક્ષેત્રમાં આવેલા છે.
ચંદ્રપરિવારમાં દર્શાવેલ તારાઓની સંખ્યા જે કેટકેટી એટલે ક્રોડ ગુણ્યા કેડથી ગણવામાં આવે તે વિમાનના માપ ઉભેંઘાંગુલ એજનના માપે સમજવાનું કથન કહેલ છે.
શાસ્ત્રકાર ભગવંતોએ પૃથ્વીને વલયાકાર ગોળ અને સ્થિર કહેલ છે,
સમસ્ત તાછલેક પૃથ્વીમાં આવેલા અસંખ્ય દ્વીપો અને સમુદ્રની મધ્યમાં એક લાખ યોજના વિસ્તાર ધરાવતે થાળી આકારે ગોળ જંબુદ્વિપ નામે દ્વિપ આવેલ છે. જે જંબુદ્વીપના ભરત ક્ષેત્ર નામના વિભાગના દર્શાવેલા છ ખંડ પૃથ્વીના અમુક પેટા વિભાગોમાં આધુનિક માનવલક સમાયેલ છે. આ જંબુદ્વીપની ફરતા ક્રમે ક્રમે અસંખ્ય સમુદ્રો અને અસંખ્ય દ્વીપ આવેલા છે. જે દરેક એક બીજાને વલયાકારે વીંટાયેલા છે. જંબુદ્વીપ ફરતો વલયાકારે વીંટાએલો લવણ સમુદ્ર બંને બાજુ બે-બે લાખ એજનના વિસ્તારવાળો છે અને તે પછી આવતા દ્વીપ અને સમદ્રો બમ બમણો વિસ્તાર ધરાવે છે. આ સમસ્ત પૃથ્વી મંડળને તી છલોક અગર મધ્યલોક કહેવાય છે. જેને સમસ્ત લંબાઈ-પહોળાઈ વિસ્તાર એક રજજુ પ્રમાણ છે. સમભુતલાથી ઊર્વના ૯૦૦ જન અને અધભૂમિના ૯૦૦ પેજન મળી કુલ ૧૮૦૦ પેજને તી છલકની ઊંચાઈ (જાડાઈ) છે અને એક રજુ પ્રમાણ લંબાઈ-પહોળાઈ છે. આ તીર્થોલોકની નીચેના ભાગમાં સાત અલોક પાતાળ ભૂમિઓ ક્રમેકમે વધતા વધતાવિસ્તારવાળી આવેલ છે. છેલ્લી પાતાળ ભૂમી સાત રજુ વિસ્તારવાળી છે. સમભુતલાથી નીચેના ૯૦૦ એજન પ્રમાણના તોછલોકમાં વ્યંતરનિકાય અને ભુવનપતિ નિકાયના દેવોની આવાસે-ભવને છે. તેની નીચેના ભાગમાં નીચે, નીચે, સાત મારક પૃથ્વીઓમાં ૮૪ લાખ નરકાવાસે આવેલા છે. તીછલોકને ઉપરનો ભાગ તે સ્વર્ગલેક અગર દેવલોક કહેવાય છે. સ્વર્ગલોક તિછલોક અને પાતાળલોક એ સમસ્ત વિશ્વના ઊદવ તિર્યો અને અર્ધભાગ છે. એ ત્રણ વિભાગ મળી સમસ્ત (લોક જગત) ચૌદ રજુ પ્રમાણ વિસ્તૃત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org