________________
૧૫ર શ્રી જિનેન્દ્ર જીવન જીત દર્શન
માનવીઓના અનુભવોની નેધથી અથવા અનુમાનના આધારોથી ઓળખાયેલ ભૂગોળ અને ખગોળ જ્ઞાન તે તે રીતે અતિ પરિસીમિત જ્ઞાન છે. છદ્મસ્થ માનવ પ્રયત્ન કે અનુમાન દ્વારા તેનો તાગ પામી શકાય તેમ નથી. તે રીતે પ્રાપ્ત થએલ સીમિત ભુગોળ કે ખગોળ જ્ઞાનના નિષ્કર્ષોને સર્વજ્ઞ કથિત ભૂગોળ અને ખગોળ જ્ઞાનના આધારે જે તપાસવામાં આવે તે જે તે સત્ય નિષ્કર્ષ હશે તે તે ભૂગોળ ખગોળના વનમાં ચોકકસ સ્થાન પામશે અન્યથા વૈજ્ઞાનિક દ્વારા પ્રાપ્ત થએલી ભૂગોળ-ખગોળની માહીતીઓની પોકળતાનો યથાર્થ ખ્યાલ પામી શકાશે.
ભૂગોળ તથા ખગોળ સંબંધી દરેક વિગતોથી ભરપૂર સર્વજ્ઞ –કથિત અનેક ગ્રંથો અત્યારે પણ મેજુદ છે. સાચું વિશ્વ-દર્શન પામવા માટે તે ગ્રંથાને અભ્યાસ અતિ જરૂરી છે. આ રહ્યાં તે ગ્રંથ :
ઈજબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ જ્યોતિષકરંડક, જીવાભિગમ
બહત્ સ ગ્રહણી, ક્ષેત્રસમાસ, લઘુ સંગ્રહણી.
આ પુસ્તકમાં દર્શાવેલ દરેક બાબતો ભવભીરૂ પૂર્વાચાર્ય ભગવંતોએ રચેલ શાસ્ત્ર-ગ્રંથેના પર્યાલોચન અને જ્ઞાની ગુરુની દોરવણીથી યથામતિ વર્ણવી છે. છતાં તેમાં મતિષ, અજ્ઞાનતા અને પ્રમાદને કારણે તથા શ્રુત અભ્યાસની અપજ્ઞતાના કારણે, જે કઈ ક્ષતિઓ રહી ગઈ હોય અથવા મતિમંદતાથી જે કાંઈ વિપરીત લખાયું હોય તે બદલ ક્ષમા ચાહું છું.
ચિર-સંચિઅપાવ-પણુણઈ ભવ-સય-સહસ મહણીએ,
ચકવીસ-જિણ વિણગ્યયહાઈ વેલંતુ મે દિઅહા. લાખ ના સંચિત થએલા પા૫ સમૂહને નાશ કરનાર,
સાચા સ્વાધ્યાય રૂપ અને અનુપમ નિર્જરા રૂપશ્રી જિનેશ્વર ભગવાનના જીવનચરિત્રોના પરિશીલનમાં, ધર્મકથાઓના શ્રવણ ચિંતવનમાં અને સમ્યગત્તત્ત્વ ચર્ચામાં મારા જીવનના દિવસે પસાર થાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org