________________
શ્રી જિનેન્દ્ર જીવન જયેત દર્શન : ૧૪૭ (૧) ચર-તિષ્ઠદેવ- અવિરત રીતે પરિભ્રમણ કરતા તિષ્ક વિમાનમાં વસતા દેવો ચર- જ્યોતિષી વિમાનોનું પરિભ્રમણ ક્ષેત્ર-અઢી દ્વીપ પ્રમાણ નર-ક્ષેત્રની મર્યાદાવાળા ઊધ્વ આકાશ ક્ષેત્રમાં હોય છે. તે વિમાને સદાકાળ લોકસ્વભાવે જ ફરતા રહેતા હોવાથી ચર કહેવાય છે.
(૨) સ્થિર - જોતિષદ- જે તિષ્ક દેવાના વિમાનો જ્યાં હોય છે, ત્યાં જ રહે છે. જેને પરિભ્રમણ કરવાનું હોતું નથી. તે સ્થિર - જ્યોતિષ્ક દેવોના વિમાનો અઢીદ્વીપ સિવાયના તીર્ઝા લોકના સર્વ દ્વીપો અને સમુદ્રોના ઉદવ આકાશમાં સમભુતલાથી ૯૦૦ યોજન સુધીની ઉંચાઈમાં હોય છે.
ચર અને સ્થિર બને જ્યોતિષી દેવોના ચંદ્ર-સુર્ય–ગ્રહ, નક્ષત્ર અને તારા એમ પાંચ પ્રકાર છે.
અઢી-દ્વીપ પ્રમાણ માનવ લોકના ઊર્વ આકાશમાં આવેલા પાંચ પ્રકારના જ્યોતિષી દેવેને શાસ્ત્રકાર ભગવંતેએ ચર કહેલા છે. ચર જ્યોતિષી દેવાના વિમાને નિયત– ગતિથી પરિભ્રમણ યુક્ત હોય છે એટલે આધુનિક શિક્ષણની સૂર્ય સ્થિર હોવાની માન્યતા સર્વજ્ઞશાસ્ત્રને માન્ય નથી.
અઢીદ્વીપ - નરલેક ક્ષેત્રમાં ૧૩૨ ચંદ્ર અને ૧૩૨ સૂર્ય છે. તે દરેકને શાસ્ત્રકાર ભગવંતો એ ચર કહેલા છે. એક ચંદ્રના પરિવારમાં ૮૮ ગ્રહ, ૨૮ નક્ષત્ર અને ૬૬૯૭૫ કટાકોટી તારાઓ છે. અઢીદ્વીપ ક્ષેત્રમાં આવેલ ચર ચંદ્રોને પરિવાર પણ ચર છે. અઢીદ્વીપ ક્ષેત્રની બહારના જ્યોતિષી દેવોના પાંચ પ્રકારના વિમાન સદાકાળ લોકસ્વભાવે જ સ્થિર હોય છે તેથી સ્થિર જ્યોતિષ્ક કહેવાય છે
જ્યોતિષ્ક દેના આયુષ્ય
ચંદ્રનું ૧ પલ્યોપમ અને એકલાખ વરસ, સૂર્યનું ૧ પલ્યોપમ એક હજાર વરસ, ગ્રહોનું ૧ પલ્યોપમ, નક્ષત્રોનું છે પોપમ અને તારાઓનું ૦૧ પોપમ આયુષ્ય હોય છે. જ્યોતિષી દેના આયુષ્યથી જયોતિષી દેવીઓના આયુષ્ય અરધા ભાગે કહ્યાં છે.
ચંદ્ર અને સૂર્યના વિમાને શાશ્વત છે. . જગતમાં ભવ ભ્રમણ કરતાં ના ગર્ભજ-સમુછમ અને ઉપપાત ત્રણ પ્રકારે જન્મ હોય છે. મનુષ્યોને જન્મ પ્રકાર ગર્ભ જ છે તેથી તે માતાની કુક્ષીમાં ઉત્પન્ન થાય છે. દેવોનો જન્મ પ્રકાર ઉપપાત છે એટલે પુષ્પશધ્યામાં ઉત્પન્ન થાય છે. જ્યોતિષી દેવોના ઉત્પત્તિસ્થાન માટે નિયત ઉપપાત પુષ્યશપ્યાઓ હોય છે. આયુષ્ય કાળ પૂર્ણ થતાં દેવોનો દેહ કપૂરની જેમ વિલીન થઈ જાય છે. વીખરાય જાય છે. એક દેવ કે દેવીનું ચ્યવન થતાં તેજ પુષ્પ શય્યામાં બીજા દેવ કે દેવીને દેહ ઉત્પન્ન થાય છે. જન્મ પામે છે. તે પ્રમાણે દેવાની પરંપરા ચાલુ રહે છે. જ્યોતિષી. દેવો આયુષ્ય ક્ષયે ચ્યવન પામે છે. પણ તેના રહેવાના સ્થાનો (વિમાનો) શાશ્વત હોય છે.
“ચંદ્ર- સૂર્યના વિમાને કાળાંતરે નાશ પામવાના છે. તેવી કોઈ માન્યતાને શાસ્ત્રકાર ભગવ તેની સંમતિ નથી. શાસ્ત્રકાર ભગવંતએ ચંદ્ર સૂર્યના વિમાનને શાશ્વત દર્શાવેલા છે. ગતિના ઘસારાથી ઘસાઈને, અથવા અન્ય કેઈની અથડામણથી કે વિમાનોની સ્થિતિ પુરાણી થવાથી ચંદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org