________________
૧૪૬: શ્રી જીતેન્દ્ર જીવન જયોત દર્શન અને શ્રી હરિ ચક્રવત જીવનકાળ શ્રી વીર નિર્વાણ પૂર્વે ૫૯૪૦૦૦ થી ૫૮૪૦૦૦ વરસ સુધીનો છે.
શ્રી જય ચક્રવતી શ્રી નમિનાથ અને શ્રી નેમનાથને આંતરે થયો છે.
શ્રી નમિનાથ ભગવાનના નિર્વાણથી શ્રી વીર અંતરકાળ ૫૮૪૦૦૦ વરસ છે. જય ચક્રવતી નમીનાથ અને શ્રી નેમિનાથને મધ્ય અંતરે થયા માનીએ તો તે બે જિન અંતરના અરધા વરસે ૨૫૦૦૦૦ વરસે બાદ કરતાં શ્રી જય ચક્રવતીને જન્મ શ્રી વીર નિર્વાણ પૂર્વે ૩૩૪૦૦૦વરસ પૂર્વે છે. શ્રી નમીનાથ અને શ્રી નેમિનાથને મધ્ય અંતરના આયુષ્ય લગભગ ૫૦૦૦ વરસના છે એટલે શ્રી ય ચકીને જીવનકાળ શ્રી વીર નિર્વાણ પૂર્વે ૩૩૪૦૦૦ વરસથી ૩૨૯૦૦૦ વરસ સુધી છે.
શ્રી કૃષ્ણ વાસુદેવ નેમનાથના તીર્થે થયાં છે. શ્રી કૃષ્ણ શ્રી નેમિનાથના સમકાલીન હોવાથી તેઓનું આયુષ્ય ૧૦૦૦ વરસ છે શ્રી નેમિનાથ અને શ્રી વીર અંતરકાળ ૮૪૦૦૦ વરસ છે એટલે શ્રી કૃષ્ણ વાસુદેવને જન્મ શ્રી વીર નિર્વાણ પૂર્વે ૮૫૦૦૦ વરસે છે. અને શ્રી કૃષ્ણ વાસુદેવનો જીવનકાળ શ્રી વીર નિર્વાણ પૂર્વે ૮૫૦૦૦થી ૮૪૦૦૦ વરસ સુધી છે.
શ્રી બ્રહ્મદત્ત ચકી શ્રી નેમનાથ અને શ્રી પાર્શ્વનાથના અંતરે થયા છે શ્રી નેમિનાથના નિર્વાણકાળથી શ્રી વિર નિર્વાણકાળ અંતર ૮૪૦૦૦ વરસ છે. શ્રી નેમિનાથ અને શ્રી પાર્શ્વનાથના નિર્વાણુ અંતરને મધ્યભાગે જો બ્રમદત્ત ચકીનો જન્મ માનીએ તો શ્રી નેમિનાથ અને શ્રી પાર્શ્વનાથ નિર્વાણ અંતરના અરધા ભાગે ૪૧૮૭૫ વરસ બાદ કરતાં શ્રી બ્રહ્મદત્ત ચક્રવતીને જન્મ શ્રી વીર નિર્વાણ પૂર્વે ૪૨૧૨૫ વરસે છે. શ્રી નેમિનાથ અને શ્રી પાર્શ્વનાથ ભગવાનના મધ્યઅંતરકાળના આયુષ ૭૦૦ વરસના છે તેથી શ્રી બ્રહ્મદત્ત ચક્રવતીને જીવનકાળ શ્રી વીર નિર્વાણ પૂર્વે ૪૨૧૨૫ થી ૪૧૪૨૫ વરસ સુધી છે.
શ્રી જૈન સાહિત્યથી પ્રાપ્ત થતાં શ્રી જિન નિર્વાણ અંતર કાળની ચોક્કસ અંક સંખ્યાથી છેલ્લા ચાર ચકવતી અને બે વાસુદેવના જીવનકાળ ક્યારે હતા ? તે કાળ આંકડાઓ સાથે બતાવેલ છે.
જે યથાતથ્ય આંકડાઓ દ્વારા નક્કી થયેલો યથાતથ્ય કાળ છે. શ્રી જિન નિર્વાણ અંતર કાળમાં થયેલા ચક્રવતીઓને અને વાસુદેવને ઉત્પત્તિકાળ બે જિન નિર્વાણકાળ વચ્ચેને મધ્યકાળ માનીને તેઓના જીવનકાળની ગણતરી કરેલ છે. જે ઉપર્યુક્ત ચક્રવતીઓ વાસુદેવ મધ્યકાળની પહેલાના કાળમાં અગર તે મધ્યકાળ પછીના કાળમાં ઉત્પન્ન થયા હોય તે તેટલા કાળની વધઘટ સમજવી.
તિષ્ક દે અઢી કપ પ્રમાણે માનવકમાં જેના દ્વારા દિવસ અને રાત્રી રૂપ વહેવારકાળ પ્રવર્તે છે તે જ્યોતિષ્ક દેવને ચર અને સ્થીર બે પ્રકાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org