________________
શ્રી જીતેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૧૪૫ અને સમય કાળના ઉલ્લેખ પ્રાયે આલેખાયા નથી અને જે-જે ઉલ્લેખો આલેખાયેલા છે તે તે ઉલેખે તે તે વ્યક્તિને વ્યક્તિત્વને અને કાળને ઉચિત રીતે અનુસરતા નથી. નવ વાસુદેવામાં આઠમાં અને નવમા વાસુદેવ શ્રી લક્ષમણ અને શ્રીકૃષ્ણ, તથા પ્રતિવાસુદેવ રાવણ અને જરાસંઘ માટે દર્શનશાસ્ત્રોમાં ઘણી રીતના અને ઘણા ઉલ્લેખ મળે છે. તેઓના જીવન વિષયક વિપુલ સાહિત્ય ઉપલબ્ધ છે. અનેક ગ્રંથકારોની અનેક ગ્રંથરચના હોવા છતાં, સંવાદિતાના અભાવે વિપુલ સાહિત્ય પણ વિસંવાદિતા વધારે છે. પ્રસંગેની ભિન્નતાથી અને સમયકાળના જુદા જુદા વર્ણનથી, પાત્રોને યથાર્થ પરિચય અને સમયની સાચી કાળમર્યાદા મળતી નથી.
નવમા ચકવતી પદમ રાજાથી બારમાં બહ્મદત્ત ચક્રવતી અને આઠમા નવમા વાસુદેવ શ્રી લક્ષ્મણ અને શ્રીકૃષ્ણ ક્યારે થયા તેના સમય માટે જુદા જુદા ઇતિહાસકારોની જુદી જુદી માન્યતા છે. તે ચક્રવતીઓ અને વાસુદેવો જે જિન તીર્થે અથવા જે જિન આંતરે થયા છે તે કાળને અનુસરીને, કાળની ગણતરી કરવાથી તેઓને સારો સમયકાળ અને વ્યતીત વરસની સાચી સંખ્યા સહેજે પ્રાપ્ત થઈ શકે છે.
શ્રી જિન અંતરકાળના ચોક્કસ અને સાચા આંકડાઓ જૈન–શાસ્ત્રોમાં ઉપલબ્ધ છે. તેના આધારે શ્રી પ આદિ ચાર ચક્રવતી અને શ્રી લક્ષ્મણ અને શ્રી કૃષ્ણ એ બે વાસુદેવો સબંધી પ્રમાણિત અને પ્રમાણીક કાળ સમજી શકાય છે. જૈન શાસ્ત્રોમાં દર્શાવેલ જિન-નિર્વાણ અંતરકાળના આધારે છેલ્લા ચાર ચક્રવતી અને છેલ્લા બે વાસુદેવાનો સમયકાળ નીચે મુજબ છે.
નવમા પ ચક્રવતી શ્રી મુની સુત્રત ભગવાનના તીથે થયા છે. શ્રી પદ્ધ ચક્રવતી શ્રી મુની સુવ્રત સ્વામીના સમકાલીન હોવાથી તેને જીવન કાળ ૩૦૦૦૦ વરસ છે શ્રી મુનીસુત્રત નિર્વાણકાળથી શ્રી મહાવીર નિર્વાણ અંતરકાળ ૧૧૮૪૦૦૦ વરસ છે એટલે શ્રી પદમ ચક્રવતીને જન્મ શ્રી વીર નિર્વાણ પૂર્વે
૧૨૧૪૦૦૦ વરસે છે શ્રી પદમ ચકવતીને જીવનકાળ વિરનિર્વાણ પૂર્વે ૧૨૧૪૦૦૦થી ૧૧૮૪૦૦૦ વરસનો છે.
શ્રી લક્ષમણ વાસુદેવ શ્રી મુનીસુવ્રત અને શ્રી નમિનાથના આંતરે થયા છે. શ્રી મુનીસુવ્રત સ્વામીથી શ્રી વીર નિર્વાણ અંતરકાળ
૧૧૮૪૦૦૦ વરસ છે. શ્રી લક્ષમણને બંને જિન વચ્ચેના અંતરે થએલા ગણીઓ તો શ્રી મુની સુત્રત અને શ્રી નમિનાથના અંતરકાળના અરધા ભાગના ૩૦૦૦૦૦ (૩ લાખ) વરસ બાદ કરતાં શ્રી લક્ષ્મણને જન્મ શ્રી વીર નિર્વાણ પૂર્વે ૮૮૪૦૦૦ વરસે છે. શ્રી લક્ષમણ શ્રી મુની સુવ્રત અને શ્રી નમીનાથના આંતરકાળે થયા હોવાથી મધ્ય આંતરકાળના આયુષ્યમાન ૨૦૦૦૦ વર્ષના હેવાથી શ્રી લક્ષ્મણને જીવનકાળ શ્રી વીર નિર્વાણ પૂર્વે ૮૮૪૦૦૦ થી ૮૬૪૦૦૦ વરસ સુધી છે.
શ્રી હરિફેણ ચકવતી શ્રી નેમિનાથ જિન તીથે થયાં છે. શ્રી હરિષેણ ચકી નમિનાથ ભગવાનના સમકાલીન હોવાથી તેનું આયુષ્ય ૧૦૦૦૦ વરસ છે શ્રી નમિનાથ અને શ્રી મહાવીર નિર્વાણ અંતરકાળ
૫૮૪૦૦૦ વરસ છે એટલે શ્રી હરિપેણ ચક્રવતીને જન્મ શ્રી વીર નિર્વાણ પૂર્વે
પ૯૪૦૦૦ વરસે છે જિ. ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org