SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ શ્રી જીતેન્દ્ર જીવન જ્યોત દર્શન વાસુદેવ-પ્રતિવાસુદેવ અને બળદેવ સમકાલીન હોય છે. ચાલુ અવસર્પિણી કાળમાં ત્રેસઠ શલાકા પુરુષને ઈતિહાસકળ ત્રીજા આરાના છેવટના ભાગે યુગાદિદેવ શ્રી આદિનાથ ભગવાનના જન્મ સમય થી શરૂ થઈને ચરમ તીર્થપતિ શ્રી મહાવીર દેવનું ચોથા આરાના અંત ભાગે નિર્વાણ થતાં પૂરો થાય છે. તે એક કટાકોટી સાગરોપમ કાળને લાંબા ગાળાને સમગ્ર ઈતિહાસ જૈન શાસ્ત્ર-ગ્રંથોમાં, અબાધિત રીતે હકીકત, પ્રસંગે અને સમયની પુરવણ સાથે સચવાઈ રહ્યો છે. તે વિશ્વભરમાં ઈતિહાસ ક્ષેત્રે એ ભારતનો ઇતિહાસ દરેક દેશ કરતાં લાંબા ગાળાને અને નકકર સત્ય હકિકતથી યુક્ત હાઈ ગૌરવ લેવા ગ્ય છે. આવા લાંબા ગાળાનો ઈતિહાસ યથાર્થ રીતે સાચવી રાખવો એ ઘણું કઠીન કાર્ય હોવા છતાં, પરંપરાથી વહી આવતી સુંદર વ્યવસ્થા અને સાચા સાહિત્યપ્રેમથી યથાવત સચવાઈ રહ્યો છે તે ભારત દેશના અહોભાગ્ય છે. અને તેના જતન કરવાવાળા હરકોઈ પુણ્યાત્મા ધન્યવાદને પાત્ર છે. શ્રમણ-સમુદાયની પઠન-પાઠન પરંપરાથી, તીર્થે તીથે દ્વાદશાંગી શ્રુતની રચના અને આદાન પ્રદાન દ્વારા જે પરાપૂર્વથી, શ્રી મહાવીર સ્વામીના તીર્ઘકાળમાં પણ સુંદર રીતે સચવાઈ રહેલ છે. અને એ એ રીતે દ્વાદશાંગી શ્રત સાથે આદિ કાળના અકબંધ ઈતિહાસ સહિતનો શ્રત ખજાને ખૂબ જતનપૂર્વક જળવાઈ રહેલ છે. દરેક તીર્થકર ભગવાનના તીર્થ દ્વાદશાંગી શ્રતના પુનઃ પુનઃ સર્જનથી લાંબા કાળના સમયના ઘસારાથી ઈતિહાસની ટટી ગએલી અને વિખુટી પડી ગએલી કડીઓનું શ્રમણ-સમુદાય દ્વારા સદાકાળ સંધાન થતું રહ્યું છે. લેખન પ્રવૃત્તિકાળમાં શ્રમણ સમુદાય દ્વારા પુષ્કળ સાહિત્ય સર્જન થએલ છે, શ્રી સુધર્મા સ્વામીથી તે વર્તમાન સમય સુધીની પાટ પરંપરાએ સાહિત્ય—પ્રેમ, સાહિત્ય સર્જન અને સાહિત્યના જતન આજીવન ઉજમાળ રીતે કરેલ છે. પડતા સમયમાં, પડતા પરિણામે અને ઘટતા બળના કાળભાવમાં પણ જે શેષ શ્રત સાહિત્ય ઉપલબ્ધ છે, તે મૂળ સ્વરૂપ, મતિકલ્પનાના કાદવથી મુક્ત નિર્ભેળ રીતે સચવાઈ રહ્યું છે તે પૂર્વના મહાપુરુષોને અનેય ઉપકાર છે. જૈન સિવાયના અન્ય ઈતિહાસ ગ્રંથોમાં શ્રી ઋષભદેવ પ્રભુના કાળથી શ્રી મહાવીર સ્વામી સુધી થએલા શલાકા પુરુષો સબંધી હકિકતો કે ઉલેખ પ્રાયે મળતા નથી. કેઈ કઈ ઈતિહાસગ્રંથમાં ઉપલક પાણે ઉકેલે હોય છે. તેમાં હકિકતની વિકૃતી અને સમયકાળના વરસની જુદી જુદી સંખ્યા દર્શાવેલી હોય છે. તેથી તે એતિહાસિક પુરુષો જે સમયમાં થયા છે. તેના પાકા સમયનો નિર્ણય થઈ શકતો નથી. શ્રી તીર્થકરો, ચકવતી રાજાઓ, વાસુદેવ, બળ અને પ્રતિવાસુદેવે મળી ૬૩ શલાકા પુરુષો પેકી અમુક નામોનો જ ઉલેખ અન્ય ઈતિહાસ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. શ્રી તીર્થકર ભગવંતના શ્રી આદિનાથ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર સ્વામીના ફક્ત નામનિર્દેશ સાંપડે છે. તેઓની પ્રતિભા અને વ્યક્તિત્વનો યથાર્થ રીતનો ઉપાડ કોઈ અન્ય ઇતિહાસ ગ્રંથમાં ઉપસેલે દેખાતો નથી. ૧૨ ચક્રવતી પૈકી ભરત, સગર, મધવા અને સનતકુમાર એ ચાર ચક્રવતી રાજાઓના નામ નિર્દેશ અન્ય ઈતિહાસ ગ્રંથમાં મળી આવે છે. તેઓના જીવન પ્રસંગો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004859
Book TitleJinendra Jivan Jyot Darshan
Original Sutra AuthorN/A
AuthorSawai Jadav Shah
PublisherShah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
Publication Year1985
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy