________________
શ્રી જીતેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૧૪૩ (૧) તિલક (૨) લોહલંઘ (૩) વજ અંધ (૪) કેશરી (૫) બળી (૬) પ્રહૂલાદ (૭) અપરાજિત (૮) ભીમ (૯) સુગ્રીવ
૬૩ શલાકા પુરુષોના દેહવણ તીર્થકર ભગવતેના દેહ પાંચે વર્ણના, ચક્રવતીના હેડ સુવર્ણ વણ, વાસુદેવ તથા પતિવાસુદેવના દેહ શ્યામ અને બળદેના દેહવર્ણ ઉજવળ હોય છે.
૬૩ શલાકા પુરુષોની ગતિ
તીર્થકર ભગવતે મોક્ષપદ પામે છે. ચક્રવતી–મોક્ષ, દેવલોક અગર નરક ગતિ પામે છે. વાસુદેવ-પ્રતિવાસુદેવો- અવશ્ય નરકગામી હોય છે. બળદેવ પ્રાયે મેક્ષે જાય છે અગર દેવગતિ પામે છે.
ચાલુ ચોવીવીમાં થએલા ત્રેસઠ શલાકા પુરુષોને અનુક્રમ કાળ પ્રથમ તીર્થંકર શ્રી યુગાદિનાથ ઋષભદેવ ભગવાન થયાં અને પ્રથમ તીર્થંકરના તીથે પ્રથમ ચક્રવતી ભરત મહારાજા થયાં, પછી અજીતનાથ ભગવાન અને અજીતનાથ ભગવાનના તીર્થે બીજા સગર ચક્રવતી થયા છે તે પછી ત્રીજા શ્રી સંભવનાથથી દશામા શ્રી શીતળનાથ સુધીના આઠ તીર્થકર ભગવત થયા છે. તે આઠ તીર્થકર ભગવંતના તીર્થ કે આંતરામાં કોઈ ચકવતી કે વાસુદેવ થયા નથી. ત્યાર પછી અગીયારમાં શ્રી શ્રેયાંસનાથ ભગવાનથી પન્નરમાં શ્રી ધર્મનાથ ભગવાન સુધીના પાંચ તીર્થકર થયા છે તે પાંચે તીર્થકરના જિનતીથે અનુક્રમે ત્રિપૃષ્ઠ, દેવી પૃષ્ઠ-સ્વયંભુ-પુરુષોતમ અને પુરુષસિંહ નામે પાંચ વાસુદેવો થયા છે. ત્યાર પછી શ્રી ધર્મનાથ અને શ્રી શાંતિનાથ ભગવાનના અંતરકાળમાં પ્રથમ મધવા અને પછી સનતકુમાર નામે ત્રીજા અને ચોથા ચકવતી થયા છે. ત્યાર પછી શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ અને શ્રી અરનાથ નામે ૧૬-૧૭ અને ૧૮ મા તીર્થકર તથા તેજ તીર્થકર ભગવંતે ગૃહસ્થાવાસમાં પાંચમા, છઠ્ઠા અને સાતમા ચકવતી હતા. શ્રી અરનાથ અને શ્રી મલ્લિનાથના આંતર કાળમાં પહેલાં પુરુષ કુંડરિક નામે છઠ્ઠા વાસુદેવ થયા અને તે પછી એ જ ભગવંતના આંતરકાળમાં સુભમ નામે આઠમાં ચકવતી થયા અને ત્યારપછી દત્ત નામે સાતમા વાસુદેવ પણ તે જ જિન અંતરકાળના છેવટના ભાગે થયા. તે પછી ૧૯માં શ્રી મલિનાથ તીર્થકર થયા. તેઓના તીર્થે કોઈ ચકી કે વાસુદેવ થયાં નથી. પછી શ્રી ૨૦ મા મુનિ સુત્રત તીર્થકર થયા અને શ્રી મુની સુવ્રત જિન તીર્થે પદમનામે નવમા ચક્રવતી થયા. અને શ્રી મુનિસુવ્રત અને શ્રી નમિનાથના આંતરામાં નારાયણ નામે (લક્ષમણ) આઠમા વાસુદેવ થયા. તે પછી ૨૧ માં શ્રી નેમિનાથ ભગવાન થયા. અને શ્રી નમિનાથ જિન-તીર્થે હરિષેણ નામે દસમા ચક્રવતી થયા. પછી શ્રી નમિનાથ અને શ્રી નેમિનાથના આંતરકાળમાં જય નામે અગીયારમાં ચક્રવતી થયા. પછી ૨૨ માં શ્રી નેમિનાથ તીર્થંકર થયા. શ્રી નેમનાથ જિન તીથે કૃષ્ણ નામના નવમા વાસુદેવ થયા. અને શ્રી પાર્શ્વનાથના આંતરામાં બ્રહ્મદત્ત નામે બારમાં ચકવતી થયા. ત્યાર પછી ૨૩ માં શ્રી પાર્શ્વનાથ અને ૨૪ મા શ્રી મહાવીર સ્વામી તાર્થકર થયાં. તેઓના તીર્થ કે આંતરમાં કેઈ ચક્રવતી કે વાસુદેવ થયાં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org