________________
શ્રી જિનેન્દ્ર જીવન જોત દર્શન : ૧૩૧ મોક્ષ આરક સ્થાનક-૧૫૬ ચોવીશે જિનના મેક્ષ આરક વીશે જિનના જન્મ આરક પ્રમાણે જાણવા. શ્રી ઋષભદેવ ભગવાનના જન્મ અને મોક્ષ ત્રીજા આરામાં અને શેષ ૨૩ ભગવતેના જન્મ અને મોક્ષ થા આરામાં છે.
નિર્વાણુ શેષ આરક સ્થાનક-૧૫૭ જન્મ સમયના કહેલા આરક સમયમાંથી, આયુષ્યકાળને સમય બાદ કરતાં જે આરક સમય આવે તે નિર્વાણ સમયે રહેલે શેષ આરક કાળ જાણો. શ્રી ઋષભદેવ ભગવાનના જન્મ સમયે ૮૪ લાખ પૂર્વ અને નેવાશી પખવાડીયા ત્રીજા આરાના બાકી હતાં. તેમાંથી શ્રી ઋષભદેવ ભગવાનનું ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય બાદ કરતાં નેવાશી પખવાડીયા એટલે ૩ વરસ અને સાડા આઠ માસ શ્રી ઋષભદેવ ભગવાનના નિર્વાણ સમયે ત્રીજા આરાને શેષ આરક-કાળ જાણ. તે રીતે દરેક ભગવાનના જન્મ સમય આરકમાંથી આયુષ્યકાળ બાદ કરતાં, જે કાળ આવે તે શેષ આક-કાળ જાણો. શ્રી અજીતનાથથી શ્રી મહાવીર સ્વામી સુધીના ૨૩ ભગવંતોના જન્મ અને નિર્વાણ ચોથા આરામાં છે. શ્રી મહાવીર નિર્વાણ સમયે ત્રણ વરસ સાડા આઠ માસ ચેથા આરાને શેષ આરક-કાળ જાણે.
યુગાંતકૃત ભૂમિકા રસ્થાનક-૧૫૮ યુગાંતકૃત ભૂમિ-શ્રી તીર્થકર ભગવાનના મોક્ષ ગમનથી તેમના શાસનમાં પુરુષ પરંપરાગત ચાલેલ મોક્ષ ગમન માર્ગ:
શ્રી ઋષભદેવ ભગવાનના નિર્વાણથી, તેમના શાસનમાં અસંખ્યાત પુરુષોની પાટ પરંપરા સુધી મોક્ષ–ગમન માર્ગ ચાલુ રહેલ છે. શ્રી અજિત નાથથી શ્રી નમિનાથના શાસનમાં, સંખ્યાતા પુરુષ પાટ પરંપરા સુધી–સાધુઓના સિદ્ધિ–ગમનરૂપ યુગાંતકૃત ભૂમિ ચાલુ રહી છે. શ્રી નેમિનાથના શાસનમાં આઠ પુરુષપાટ પરંપરા સુધી, શ્રી પાર્શ્વનાથના શાસનમાં ચાર પુરુષપાટ પરંપરા સુધી અને શ્રી મહાવીર સ્વામીના શાસનમાં ત્રણ પુરુષ પરંપરા સુધી યુગાંતકૃત ભૂમિ ચાલી છે.
શ્રી મહાવીર તીર્થે ત્રણ પુરુષ પરંપરા ચાલેલ યુગાંતકૃત ભૂમિ (૧) શ્રી વીરભગવાન મેક્ષ ગમન (૨) શ્રી સુધર્મા સ્વામી શ્રી વીરનિર્વાણ પછી ૨૦ વરસે મેક્ષે ગયા (૩) શ્રી જંબુવામી તે સુધર્મા સ્વામીની પાટે શ્રી વીર નિર્વાણ પછી ચેસઠ વર્ષે મેક્ષપદ પામ્યા. આ રીતે શ્રી મહાવીર સ્વામીના શાસનમાં ત્રણ પુરુષપાટ પરંપરા યુગાંતકૃત ભૂમિ ચાલી છે.
પર્યાયાંતકૃત-ભૂમિકા સ્થાનક-૧૫૯ શ્રી તીર્થકર ભગવંતને કેવળજ્ઞાન થયા પછી જ્યારે મોક્ષમાર્ગની શરૂઆત થાય અર્થાત્ કોઈ આત્મા ક્ષે જાય ત્યાં સુધીના અંતરકાળને એટલે શ્રી જિન કેવળજ્ઞાનથી શ્રી જિન-તીર્થે પ્રથમ મોક્ષગમન વચ્ચેના અંતરકાળને પર્યાય આંતકૃત ભૂમિ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org