________________
૧૩૦ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન
સવ જિન-ભગવંતે અને સર્વ કેવળી ભગવંતે જે આસને નિર્વાણ પામે તે આસન અવસ્થિત દહની અવગાહનાથી તેના ત્રીજા ભાગની અવગાહના ઓછી ફરતાં જે અવગાહના રહે તે મેક્ષ અવગાહના.
શરીરમાં ત્રીજા ભાગનું પલાણ હોય છે. તે પિલાણ ભાગ જેટલી અવગાહના ઓછી થવાથી સિધ્ધ થતાં આત્માઓની અવગાહના જે શરીરે સિધ્ધ થયા હોય તે શરીરના ૨/૩ ભાગ જેટલી રહે છે.
'નિર્વાણ ત૫ સ્થાનક–૧૫૩ શિવ પહોંચ્યા ઋષભ ચઉદસ ભકતે બાવીશ લદ્યા શિવ માસ થીતે, છઠું શિવ પામ્યા વીર વળી કાતક વદી અમાવાસ્યા નિરમળી.
(સ્તુતી જ્ઞાનવિજયજી) નિર્વાણ સમયે શ્રી ઋષભદેવને છ ઉપવાસ, શ્રી મહાવીર સ્વામીને છઠું અને શેષ બાવીશ જિનને મા ખમણ તપ હતો.
' મેક્ષ ગમન પરિવાર (સહ-નિવાણ) સ્થાનક-૧૫૪ શ્રી ઋષભદેવ દસ હજાર સાથે, શ્રી પદ્મ પ્રભુ ૩૦૮ સાથે, શ્રી સુપાર્શ્વનાથ ૫૦૦ સાથે, શ્રી વાસુ પુજ્ય ૬૦૦ સાથે, શ્રી વિમલનાથ ૬૦૦ સાથે શ્રી અનંતનાથ ૭૦૦૦ સાથે, શ્રી ધર્મનાથ ૧૦૮ સાથે, શ્રી શાંતિનાથ ૯૦૦ સાથે, શ્રી મલિનાથ ૫૦૦ સાથે, શ્રી નેમિનાથ પ૩૬ સાથે, શ્રી પાર્શ્વનાથ ૩૩ સાથે અને શ્રી મહાવીર સ્વામી એકાકી પણે મોક્ષ પદ પામ્યા છે. શેષ બાર જિન એક એક હજારના પરિવાર સાથે મોક્ષપદ પામ્યા છે. ચોવીશે ભગવંતોને મોક્ષગમન પરિવાર ૩૮૪૮૫ છે.
શ્રી મહાવીર સ્વામી એકાકી મોક્ષે ગયા તેની 1 સંખ્યા ગણીએ તે સર્વ સંખ્યા ૩૮૪૮૬ થાય છે પરંતુ પરિવાર સાથે પરિવાર ધારક જિનેન્દ્રોની સંખ્યા ગણવાની નથી. ફક્ત પરિવારની સંખ્યા ગણવાની છે. મહાવીર સ્વામીનું એકાકી મેક્ષગમન એટલે પરિવાર વગરનું મોક્ષગમન છે. જેથી પરિવાર સંખ્યા ગણતરીમાં શ્રી મહાવીર મોક્ષ ગમન પરિવારમાં શૂન્ય મુકતા પરિવાર સંખ્યા ૩૮૪૮૫ બરાબર થાય છે,
નિર્વાણ વેળા સ્થાનક–૧૫૫ શ્રી સંભવનાથ, શ્રી પદ્મપ્રભુ, શ્રી સુવિધિનાથ અને શ્રી વાસુપુજ્ય એ ચાર ભગવંત પશ્ચિમાન્હ કાળે, શ્રી આદિનાથ, શ્રી અજીતનાથ, શ્રી અભિનંદન, શ્રી સુમતિનાથ, શ્રી સુપાર્શ્વનાથ, શ્રી ચંદ્રપ્રભુ, શ્રી શીતળનાથ અને શ્રી શ્રેયાંસનાથ એ આઠ ભગવંત પૂર્વાહ કાળે, શ્રી ધર્મનાથ, શ્રી અરનાથ શ્રી નેમિનાથ અને શ્રી મહાવીર સ્વામી એ ચાર ભગવંતે અપર રાત્રે રાત્રીના છેલ્લા પહોરે, શ્રી વિમલનાથ, શ્રી અનંતનાથ, શ્રી શાંતિનાથ શ્રી કુંથુનાથ, શ્રી મહિલનાથ, શ્રી મુનિસુવ્રત, શ્રી નેમિનાથ અને શ્રી પાર્શ્વનાથે એ આઠ ભગવંતે રાત્રીના પહેલા ભાગમાં (પૂર્વ રાત્રીએ) મેક્ષ પદ પામ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org