________________
૧૨૬ : શ્રી જિનેન્દ્ર જીવન ત દર્શન
છ આવશ્યક પેલા તથા છેલ્લા જિન-તીર્થમાં નિરંતર સવાર-સાંજ કરવાના હોય છે. શેષ બાવીશ જિન તીર્થ સાધુઓને પ્રાયશ્ચિત્ત અને પ્રમાદ આદિના કારણે કરવાના હોય છે. અને તે દેવસિક અને રાત્રિક પ્રતિકમણ સ્વરૂપ છે.
પ્રથમ જિનના સાધુ ઋજુ અને જડ. શ્રી મહાવીર દેવના સાધુઓ વક્ર અને જડ તથા શેષ ૨૨ જિનના સાધુએ ઋજુ અને પ્રાણ હોય છે. એ રીતે કાળના યોગે જીવોના કર્મોદયની વિચિત્રતાથી આવશ્યક સદાકાળ અને કારણ ઊપજે કરવાને બે પ્રકાર પડેલ છે.
આશ્રદ્વારને રૂંધીએ ઈદ્ધિદંડ કષાય, સતર ભેદ સંયમ કહ્યો એહીજમેક્ષ-ઉપાય.
(સાધુગુણ પચીશી)
સત્તર પ્રકારે સંયમ સ્થાનક–૧૪૦ પાંચ અવતોનો ત્યાગ, પાંચ ઈન્દ્રિયોને નિગ્રહ, ત્રણદંડનો ત્યાગ, અને ચાર કષાયોના ત્યાગરૂપ ૧૭ પ્રકારે સાધુઓ સંયમ ધર્મનું આરાધન કરે છે.
પ્રકારાંતરે સંયમને ૧૭ ભેદ. ૯ પ્રકારે જીવ સંયમ-પૃથ્વી આદિ પાંચ સ્થાવર તથા બે-ત્રણ-ચાર અને પંચેન્દ્રિય એ ચારે પ્રકારે ત્રસજીવો મળી, નવે પ્રકારના સંસારી જીવોને દુઃખ ત્રાસ આદિ આપવાથી દૂર રહેવારૂપ
સમસ્ત પ્રાણીગણે ઉપર દયાભાવ રાખવારૂપ નવ પ્રકાર, ૧૦ અજીવ–સંયમ. અજીવ–સંયમ બે પ્રકારે છે.
(૧) ઉત્સર્ગથી અજીવ સંયમ-પુસ્તક-વસ્ત્ર તૃણ–પાત્ર આહાર આદીને ગ્રહણ નહીં કરવારૂપ.
(૨) અપવાદે અજીવ સંયમ ઉપર જણાવેલ પુસ્તકાદિ પાંચને યતનાપૂર્વક ગ્રહણ કરવારૂપ. ૧૧ પ્રેક્ષા સંયમ-વસ્તુને નીરખીને પડિલેહણ કરી યતનાપૂર્વક ગ્રહણ કરી ઉપયોગ કરવો. ૧૨ ઉપેક્ષા સંયમ-બે પ્રકારે છે (૧) સાધુને શાતાદિ પૂછવારૂપ (૨) ગૃહસ્થને શાતાદિ ન પૂછવારૂપ ૧૩ પ્રમાર્જના સંયમ-જગ્યા-વા-પાત્ર-સંથારો-આસન વિગેરેને નીરખી, રજોહરણ દ્વારા ઉપયોગ
પૂર્વક પ્રમાર્જના કરવારૂપ. ૧૪ પારિષ્ઠપન સંયમ-જગ્યા તપાસી જીવાત ન થાય તે રીતે નિર્જીવસ્થાને મળ-મૂત્ર અને
અગ્ય આહાર આદિને ઉપગપૂર્વક પરઠવવારૂપ ૧૫ મન સંયમ-આ રૌદ્રધ્યાન રૂપ મનના અકુશળ પરિણામના ત્યાગરૂપ તથા ધર્મ ધ્યાન
અને શુકલ ધ્યાનના કુશળ પરિણામો ઉત્પન્ન કરવા રૂપ. (૧૬) વચન સંયમ-સાવદ્ય ભાષાને ત્યાગ અને નિરવ ભાષાનો ઉપયોગરૂપ. (૧૭) કાયસંયમ-કાયા દ્વારા થતી પ્રવૃત્તિમાં જવઘાત ન થાય તેને ઉપગ રાખવા રૂ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org