________________
શ્રી જિનેન્દ્ર જીવન જીત દર્શન : ૧૨૫ રહેવું. ભાદરવા સુદી ૪ થી કારતક સુ-૧૪ સુધીના ૭૦ દિવસે એક સ્થાનમાં રહેવું.
આ ૧૦ ક૯૫ પેલા અને છેલ્લા જિનના તીર્થમાં નિયમિત જાણવા અને બાવીશ જિનના સાધુઓ માટે ચાર પ્રકારને સ્થિતિકલ્પ નિયત જાણ. શેષ-૬ અનિયત કલ્પ જાણવા.
અવસ્થિત કલ્પ-નિયમિત કલ્પ-કાયમિક કલ્પ. (૧)શય્યાતર કલ્પ (૨) મહાવ્રત ક૫ (૩) કૃતિકર્મ ક૫ (૪) અભ્યસ્થાન ક૯૫. આ ચાર કલ્પ અવસ્થિત ક૯૫ (કાયમિક) જાણવા, શેષ ૨૨ જિનના સમયમાં પણ આ કલ્પ હોય છેઅર્થાત્ સર્વે જિનના સર્વ સાધુઓને નિયત હોય છે.
અસ્થિત કલ્પ - અનિયત સ્થિતિ કલ્પ, સ્થાનક-૧૩૬, (૧) પ્રતિક્રમણ ક૯૫ (૨) રાજપીંડ કપ (૩) શિક કલ્પ (૪) અચેલક ક૯૫ (૫) માસ ક૯૫ (૬) પર્યુષણ ક૫.
પેલા અને છેલ્લા જિનના સાધુઓને આ છ કલ્પ અવશ્ય પાળવાના હોય છે શેષ ૨૨ જિનના સાધુઓ કદાચિત પાળે કદાચિત ન પાળે.
કપ-શુધ્ધિ. સ્થાનક-૧૩૭. પ્રથમ જિનના સાધુઓને આચારોનું જ્ઞાન બહુ મહેનતે સમજાવી શકાય છે જ્યારે આચારોનું પાલન સુખે પળાવી શકાય છે. શ્રી મહાવીરદેવના સાધુઓને આચારોનું જ્ઞાન બહુ મહેનતે સમજાવી શકાય છે તેમજ આચારો બહુ મહેનતે પળાવી શકાય છે. શેષ ૨૨ જિનના સાધુઓને આચારોનું જ્ઞાન સુખેથી સમજાવી શકાય છે અને આચારોનું પાલન સુખેથી પળાવી શકાય છે. તે તે કાળમાં જીની કર્મોદયની વિચિત્રતાથી આ રીતના ક૫શુદ્ધિમાં ફેરફારો હોય છે.
છ આવશ્યક તથા મુની સ્વભાવ, સ્થાનક ૧૩૮–૧૩૯ આવશ્યક-અવશ્ય કરવા ગ્ય.
(૧) સામાયિક (૨) ચતુર્વિશતિસ્તવ (લગન્સ) (૩) વંદન (ગુરુવંદન) વાંદણું (૪) પ્રતિક્રમણ (પાપનિંદા) (૫) કાર્યોત્સર્ગ (૬) પ્રત્યાખ્યાન-(સવાર સાંજના પચકખાણ)
આચરની શુદ્ધિ માટે તથા આચારોની શુદ્ધ સ્થિતી ટકાવી રાખવા માટે આવશ્યક ક્રિયાએની અતિ આવશ્યક્તા કહી છે.
સામાયિક પ્રતિક્રમણ અને કાઉસગ્ગ એ ત્રણ આવશ્યકથી ચારિત્રાચારની ચઉવિશ જિન સંસ્તવ આવશ્યકથી દર્શનાચારની, ગુરૂવંદન આવશ્યકથી જ્ઞાનાચાર અને પચ્ચકખાણ આવશ્યકથી તપાચારની શુદ્ધિ અને વૃદ્ધિ થાય છે અને વીર્યાચાર તે સર્વત્ર વ્યાપીને જ રહેલ છે. પંચાચારની નિર્મળતામાટે આવશ્યક ક્રિયા અતિ જરૂરી ક્રિયા છે. છએ આવશ્યકે અપચાર શુદ્ધિના સૂત્રધાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org