________________
શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૧૨૩ (૧) નિધિત કાર્યો કરવા (૨) કર્તવ્યરૂપ બતાવેલા કાર્યોન કરવા (૩) અશ્રદ્ધા રાખવી (૪) વિપરીત પ્રરૂપણ કરવી. શ્રુતધર ભગવંતોએ આ ચારે બાબતેને આક્રમણ ખેર દર્શાવેલ છે. તેનાથી બચવા માટે પ્રતિક્રમણ કરવાનું કહેલ છે. ઉપર્યુક્ત ચારે બાબતોની સતત તકેદારી રાખી, નિયમને ભંગ ન થાય તેમ વર્તવું જોઈએ. જે નિયમનું ઉલ્લંઘન થયું હોય તે તુરત જે જે ભૂલે થઈ હોય તે સુધારીને નિયમમાં દઢ થવું જોઈએ. જે ભૂલો નિવારવામાં વિલંબ થાય તે ભૂલોની પરંપરા વધતી જાય છે અને તેમ થતાં વ્રત-ક્ષેત્ર કેવળ ભૂલોનું ક્ષેત્ર બની રહે. ભૂલોના નિવારણ માટે રાત્રીના લાગેલ દોષ રાઈ પ્રતિક્રમણથી અને દિવસના લાગેલા દોષને દેવસિક પ્રતિકમણથી નીવારીને લીધેલા વ્રતોને નિર્મળ રાખવા માટે, સવાર સાંજ પ્રતિક્રમણ કરવું અતિ જરૂરી હોઈ શ્રતધર ભગવંતોએ પ્રતિકમણને આવશ્યક કહેલ છે.
પ્રતિક્રમણ ક્રિયામાં નિષેધને ત્યાગ, કતવ્યને આદર, સમ્યગુ શ્રધ્ધા અને શુધ્ધ પ્રરૂપણાના બળ સમાયેલા છે. જે બળાનો સવાર સાંજ વ્રતોના રક્ષણ માટે ઉપયોગ કરવો તે પ્રતિક્રમણ છે.
દિવસ દરમિયાન લાગેલા અતિચારો રૂપી ભેળો થએલો કચરો સાંજની સંધ્યાએ દુર કરવો અને રાત્રી દરમિયાન ભેળો થયેલો કચરો સવારની સંધ્યાયે દૂર કરવો એ રીતે સવાર સાંજ દિલની સાફસુફી રાખનાર રાઈ પ્રતિક્રમણ અને દેવસિક પ્રતિક્રમણ છે. કાયમ સાફ રખાતા ઘરના ખૂણાઓમાં, માલ સામાનની નીચે અને દીવાલ ઉપર જામેલી રજને દૂર કરવા સમાન પાક્ષિક અને ચાતુર્માસિક પ્રતિકમણ છે એ રીતે દૈનિક, પાક્ષિક, અને ચાતુર્માસિક સાફસૂફી થતી હોવા છતાં હલન ચલનના ઘસારાથી, ભેાંયતળમાં પડેલ તીરાડે અને ખાડાઓના સમાર કામ જેવું તથા લીપન જેવું અને ઝાંખી પડી ગએલી દીવાલોને ધોળથી અને રંગ રોગાનથી શોભાયમાન બનાવવા જેવું સાંવત્સરિક પ્રતિક્રમણ છે. * અપ્રત્યાખ્યાનીય કક્ષાની કાળસ્થિતી એક વરસની છે. એક વરરા ઉપર જે છેડે પણ કાળ પસાર થાય તો અપ્રત્યાખ્યાનીય કષાયો અનંતાનુબંધી કષાયમાં પરિણમી ખતરનાક ખતરારૂપ બને છે. સાંવત્સરિક પ્રતિક્રમણ અનંતાનુબંધી કષાયથી આત્માને બચાવી રાખે છે.
અંતર ગૃહનો ખૂણેખૂણે તપાસી બાર માસની કાળ મર્યાદાના અપ્રત્યાખ્યાનીય કક્ષાના દરેક અંશને અંતરખેજ કરી તેને દૂર કરવા માટે સાંવત્સરીક પ્રતિક્રમણ અતિ જરૂરી છે. - અનંતાનુબંધી કષાયોથી બચવા માટે અને તે કષાયોનો સામનો કરવા માટે, સાંવત્સરિક પ્રતિક્રમણ એ મજબૂત-સંગ્રામ મરચો છે. ક્ષમાપનાના અમૃત–નીર એ કષાયોના નાશ માટે કાતિલ તેજાબ છે. સાંવત્સરિક પ્રતિકમણમાં ક્ષમા પના નીરનો છૂટે હાથે નિસંકેચ ઉપયોગ થાય છે. પ્રતિકમણ એ બતભૂમીને વફાદાર ચોકિયાત છે.
ખામેમિ સવ્ય જીવે સવે જીવા ખમંતુ મે, મિની મે સવવ ભૂએસુ વેર મજઝ ન કેણઈ.
| (વદિતા સુત્ર–૪૯) પ્રતિક્રમણની ક્રિયા દ્વારા-ક્ષમાજલ વડે કાયમ વ્રતે કે નિયમનું બે વખત પક્ષાલન થાય છે. છે. જેથી વેરનાં વિસર્જન અને ક્ષમાના સર્જન સર્જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org