________________
શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૧૧૦
ચાર શિક્ષા વ્રત સામયિક, દેશાવળાશિક, પૌષધ અને અતિથિ વિભાગ દ્રત આ ચારે વ્રત વારંવાર આ સેવન કરવા યોગ્ય હોવાથી શિક્ષા વ્રત કહેવાય છે. - સામાયિક, દેશાવળાશિક અને પૌષધ વ્રત એ સવ વિરતી ચારિત્રના અલ્પ અંશ છે. જે દ્વારા ચારિત્રનો રવાભાવિક આસ્વાદ મળે છે. અક્ષાંશથી થતી આરાધના, આરાધનાની રુચિ વધતાં છેવટે સર્વાશની પ્રાપ્તિરૂપ બને છે, દાન, શીયળ તપ અને ભાવ ચારે ધર્મ જેમાં સમાયેલા છે જેથી શિક્ષાત્રત વારંવાર સેવવા યોગ્ય છેઅતિથિ એવા સર્વ-સંગ પરિત્યાગી સાધુ અને સાધમીઓને આદરસત્કારપૂર્વક અપાતા અન્નાદિ દાનરૂપ અતિથિ વિભાગ વ્રત એ મૂળ અણુવ્રતોને ઘણું શુદ્ધ અને શક્તિશાળી બનાવે છે.
સામાયિક દેશાવગાશક અને પૌષધવત એ સાધુ ધર્મના જ અપાશે છે અને અતિથિસત્કારએ સાધુઓની ભકિતરૂપ છે એ રીતે ચારે શિક્ષાત્રતા સાધુતાની જ સાધના સાધે છે.
સાધર્મિક શ્રાવક અને શ્રાવિકાઓનો આદરસત્કાર, અને તેઓની માનપૂર્વક ભેજનાદિદેવાપૂર્વક કરાતી ભકિતને પણ અતિથી સંવિભાગ દ્રત ગણેલ છે–એટલે સાધુભકિત અને સાધર્મિકભકિત બંને ભક્તિ અતિથી સંવિભાગ છે, શ્રાવકપણુ તે સાધુતાનું નાનું રૂપ છે તેથી તે પણ અતિથી ગણાય છે. ધર્મ-સગાઈ સમજીને થતો અતિથી સત્કાર તે ખરી રીતે આત્મસત્કાર છે. દેહ અને કુટુંબ દ્વારા નીપજતી સગાઈઓ જીવને ભવોભવ પ્રાપ્ત થાય છે. પરંતુ જીવને ધર્મ સગાઈનો સબંધ મળવો અતિ દુર્લભ છે.
સાધુ-સાધ્વીઓના ઉપકરણ સ્થાનક-૧ર૯ ચેવાશે તીર્થકર ભગવતેના તીર્થમાં, જિનકલ્પી સાધુના ૧૨ ઉપકર તથા સ્થવિર : કલ્પી સાધુઓના ૧૪ ઉપકરણે અને સાલવીઓના ૨૫ ઉપકરણો જાણવા.
ઉપકરણોના બે પ્રકારો કહ્યાં છે. - (૧) ધિકઉપકરણ-ધર્મ પાલન માટે ખાસ જરૂરી ઉપકરણે (૨) ઔપગ્રાહિક ઉપકરણે - વિશેષ કારણ-પ્રસંગે જે ઉપકરણે ગ્રહણ કરવામાં આવે છે.'
સાત પાત્ર-પરિકરણ ઉપકરણે– (૧) પાત્ર (૨) પાત્ર બંધ (૩) પાત્ર સ્થાપન વસ્ત્ર (૪) ઉનગુચ્છક ચરવલી (૫) પડલા (વશ્વના ટુકડા) (૬) રજસ્ત્રાણ વસ્ત્ર (૭) ગોરછક.
પાંચ-અંગરક્ષણ માટેના ઉપકરણ
શરીર પર ધારણ કરવાના ત્રણ કપડાં જેમાં (૧) કપડા (૨) કાંબળી (૩) કાંબળી સાથે પડમાં નાખવાનું વસ્ત્ર એ ત્રણ, અને રજોહરણ તથા મુહપત્તિ એ પાંચ અંગરક્ષણ માટેના ઉપકરણો છે.
સાત પાત્ર પરિકર ઉપકરણ અને પાંચ અંગરક્ષણ માટેના ઉપકરણો મળી બાર ઉપકરણે જિનકલ્પી સાધુઓના જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org