________________
૧૧૮ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન વ્રત પાલનથી વ્રતધારક પોતે સુખી બને છે. અને અન્ય જીવોને અડચણરૂપ થતું નહીં હોવાથી, અન્ય છે પણ ત્રત ધારકના વ્રત પાલનથી ઉપદ્રવો, અને ભિથીથી મુક્ત બને છે. ત્રત વિહીન લોકે અરસપરસની અથડામણ અને કલેશમાં ફસાયેલા હોય છે.
શ્રાવકના ૧૨ વ્રત શ્રાવકના સમકિત સહિત બાર વ્રત
દેશથી પાંચ વ્રતોનો સ્વીકાર તે પાંચ અણુવ્રત જે મૂળવ્રત છે. તે મૂળ વ્રતોને ગુણકારી થાય, મૂળ વ્રતોને મજબૂત કરે, પોષણ આપે તે ગુણવ્રત ત્રણ પ્રકારે છે અને વારંવાર સેવવા યોગ્ય ચાર શિક્ષા વતે છે, ગુણવ્રતના પિોષણ અને શિક્ષાત્રતની સહાયથી શ્રાવકોના અણુવ્રત ઉજ્જવળ બને છે. સાધુઓને સર્વથી વ્રત હોવાથી પોષક અને સહાયક વ્રતોને અલગ પ્રકાર નથી. કારણકે સાધુઓના તે તે વ્રતમાંજ પિષક અને સહાયક બળ સમાએલા છે. શ્રાવકોના વ્રત અંશથી અને અ૫ હોવાથી તે વ્રતને પોષક અને સહાયક વ્રતોની જરૂરીયાત રહે છે એટલે જ ભગવંતોએ શ્રાવકેના મૂળતરૂપ પાંચ અણુવ્રતોની જાળવણી માટે ગુણવત અને શિક્ષાત્રતનું નિરૂપણ કરેલ છે.
ત્રણ ગુણવ્રત દોરડાથી ખીલે બાંધેલ પશુઓને તેફાનોને વિસ્તાર જેમ દોરડાની લંબાઈ પ્રમાણે મર્યાદિત બને છે તેમ ગુણ-ત્રતરૂપી વ્રત દોરડાથી બંધાએલ શ્રાવકના આરંભ સમારંભ આદિ પાપાચારો વ્રત મુજબ મર્યાદિત બને છે. તે (૧) દિમ્ પરિમાણ વ્રત-દશે દિશાના ગમનાગમન તથા દશે-દિશામાં આજ્ઞા-પ્રર્વતન સબંધિ નિયમ.
દિશાગમન હદની મર્યાદા નક્કી કરી તે મુજબ વતી, નિયમથી વધારાની હદના ગમના
ગમનને ત્યાગ. (૨) ભોગ ઉપભોગ વિરમણ. ભાગ અને ઉપભેગની વસ્તુઓના ઉપયોગ માટે વસ્તુઓની મર્યાદિત
સંખ્યાને નિયમ અને નિયમમાં ધારેલ વસ્તુઓ સિવાય બીજી તમામ વધારાની વસ્તુ
ઓનો ત્યાગ (૩) અનર્થ દંડ વિરમણ-વિના કારણે પાપ બંધ થાય તેવી હર કઈ પ્રવૃત્તિઓનો ત્યાગ જેનાથી
કાંઈ મળે નહીં અને પાપ બંધાય તેવી પ્રવૃત્તિઓમાં પ્રવર્તવાથી આત્માવિના કારણ દંડાય છે, તેવી અનર્થ દંડના કારણ રૂપ થતી તમામ કાર્યવાહીના ત્યાગરૂપ અનર્થદંડ વિરમણ વ્રત છે.
દિશાગમનનું પ્રમાણ અને ભોગ ઉપભોગની સામગ્રીની મર્યાદા નક્કી થતાં, તે મુળ આશુવ્રતના દયા-સત્ય-અચૌર્ય–બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વ્રતના સ્વીકારેલા અંશને દ્રઢ અને મજબુત બનાવે છે. જેનાથી વ્રત પાલન સુગમ બને છે. આ વ્રતોથી આરંભ સમારંભ દ્વારા થતાં પાપાચરણોની મર્યાદા બંધાય છે.
અનર્થદંડની કાર્યવાહી વિનાકારણ પડતાં લાઠી પ્રહારો જેવી છે. વીના કારણે થતી પાપપ્રવૃતિ દ્વારા, વિનાકારણ થતાં દંડ અને વીના કારણ ઉપજતાં દુખેથી અનર્થદંડ વિરમણ વ્રત, વ્રત ધારકને બચાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org