SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન . (૧) ૪૧૬૬ (૨) ૨૧૪૮૫ (૩) ૧૨૧૯૮ (૪) ૨૩૨૩૪ (૫) ૨૫૪૨૦૦ (૬) ૨૬૫૮૫ (૭) ૨૪૫૦૨૫ (૮) ર૦૦૩૦૭ (૯) ૧૫૬૦૧૨ (૧૦) ૫૯૦૧૯ (૧૧) ૪૮૧૨૪ (૧૨) ૩૮૬૩૪ (૧૩) ૩૮૮૪૩ (૧૪) ૩૯૪૫૦ (૧૫) ૪૦૬૫૭ (૧૬) ૪૧૪૬૪ (૧૭) ૪૩૧૫૫ (૧૮) ૩રપ૬ (૧૯) ૨૮૮૫૪ (૨૦) ૨૧૧૮૨ (૨૧) ૯૦૮૩ (૨૨) ૧૧૨૮૯ (ર૩) ૧૭૯૦ (૨૪) ૧૦૦૮૯ ચોવીશે ભગવંતના સર્વ સામાન્ય મુનીની સંખ્યા ૧૯ લાખ ૮૬ હજાર અને પ૧ છે. - ૧૯૮૬૦૫૧ – છે. અનુત્તરપપાતિ મુની, પ્રકિર્ણક-ગ્રંથ, પ્રત્યેક બુધ સંખ્યા સ્થાનક-૧૨૩-૧૨૪-૧૨૫ અનુત્તર ૫ પાતિ-અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનાર, અનુત્તર વિમાનમાં ગમન કરનાર મુની સંખ્યા શ્રી ઋષભદેવના ૨૨૯૦૦, શ્રી નેમિનાથના ૧૬૦૦ શ્રી પાર્શ્વનાથના ૧૨૦૦ અને શ્રી મહાવીર સ્વામીના ૮૦૦, આ ચાર ભગવાન સિવાય શેષ ૨૦ ભગવાનના અનુત્તરોપપાતિ મુનીઓની સંખ્યા શાસ્ત્રોમાં બતાવેલ નહીં હોવાથી અવ્યક્ત છે. | સર્વ સાધુઓની દર્શાવેલ સંખ્યાથી અનુત્તરપાતિ મુનીની સંખ્યા અલગ જાણવી. પન્ના -પ્રકરણે અગર પ્રકિર્ણક ગ્રંથ-શિષ્યો માટેના હિતશિક્ષા ઉપદેશક ગ્રંથ-જિનેશ્વર ભગવાનના જેટલા શિષ્ય તેટલા પયન્ના-પ્રકિર્ણક ગ્રંથો જાણવા. પ્રત્યેક બુદ્ધની સંખ્યા પણ જિન-શિષ્ય પ્રમાણે જાણવી. દરેક જિન-શિષ્ય પ્રત્યેક બુદ્ધ છે. જિન-આદેશ-સંખ્યા સ્થાનક-૧૨૬ બાર અંગ આદિ આગમ શાસ્ત્રોમાં નહીં લખાએલા એવા આદેશે ર૩ તીર્થકરના સમયમાં અનેક પ્રકારે છે અને શ્રી મહાવીર દેવતા શાસને ૫૦૦ પ્રકારે આદેશ જાણવા. સિદ્ધાંતમાં નહીં દર્શાવાયેલ પણ જ્ઞાની બહુશ્રુત મુનીઓને કથનની પરંપરાએ તથા અનુભવથી કહેવાતા, સિદ્ધાંતમાં ગુંથાએલ ન હોય તેવી વસ્તુ સ્વરૂપને જણાવનારી આજ્ઞાઓ તે આદેશ કહેવાય છે. જેવાકે, (૧) કુરટ અને ઉત્કરટ નામના બે મુની ઉત્કૃષ્ટ ચારિત્ર અને ઉત્કૃષ્ટ તપયુક્ત હોવા છતાં રૌદ્ર ધ્યાનથી નરકમાં ગયાં. (૨) શ્રી મહાવીર દેવના ડાબા પગના અંગુઠાના દબાણથી મેરુગિરિ ચલાયમાન થયે. (૩) અનંતકાયરૂપ સ્થાવર વનસ્પતિકાયમાંથી નીચેદમાંથી) પ્રત્યેક વનસ્પતિકાયરૂપે કેળના ઝાડને ભવ પામી, બાજુમાં રહેલ કંટક-વૃક્ષના સંસર્ગ–દુખે પીડા પામીને, અકામ નિર્જરાવડે, મનુષ્ય ભવ પામીને, મરુદેવા બન્યા અને પ્રભુના સમવસરણનું ભરત મહારાજા દ્વારા વર્ણન સાંભળતા, સહજભાવે આત્મભાવના ભાવતા અંતકૃત કેવલી બની, હાથીની અંબાડી ઉપર રહેલા મરુદેવા માતા મેક્ષે ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004859
Book TitleJinendra Jivan Jyot Darshan
Original Sutra AuthorN/A
AuthorSawai Jadav Shah
PublisherShah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
Publication Year1985
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy