________________
શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૧૧૧ ખાલી શુન્યાવકાશ છે, ઇષ્ટ કાર્યના સર્જનો માત્ર “છેમાંથી જ જાય છે. “નથી ” માંથી કાંઈ પણ નીપજતું જ નથી. એટલે કે ભવાનિસ્તારની ભાવના એ દરેક તીર્થ સભ્યની પ્રથમ સભ્યતા છે. આચારમાં અણઊતરેલી અને વિચારમાં જ રહેલી ભવનિસ્તારની ભાવના પણ એ ભવ વૃક્ષના મૂળને બાળનાર જલદ અગ્નિ સમાન છે. એ સદ્દલક્ષ્ય રૂપ અગ્નિ કણનું જતન ખૂબ જરૂરી છે. જે એ લક્ષ્ય રૂપ અગ્નિકણ બુઝાય જાય તો તેવા તીર્થસભ્યની સભ્યતા ચાલી જાય છે. - શ્રી અરિહંત ભગવંતે એ પ્રરૂપેલ નિયમોને અનુસરી સર્વ વિરતી ઘારક પુરુષ અને સ્ત્રી વર્ગને સાધુ સાધવી કહેવાય છે. દેશથી કે અલ્પાંશથી વિરતીધર્મને ધારણ કરનાર અથવા સભ્ય શ્રદ્ધાપૂર્વક વિરલીધર્મની સદહણ કરનાર પુરુષવર્ગ તથા સ્ત્રીવર્ગને શ્રાવક શ્રાવિકા કહેવાય છે.
શ્રદ્ધા-વિવેક અને ક્રિયાના ત્રિગુણાત્મક બળ વડે સવથી કે દેશથી ધર્મ સાધના સાધતા સાધુ-સાવી અને શ્રાવક-શ્રાવિકાઓ ત્યાગ અને ભગના જુદા જુદા છેડા ઉપર ઉભેલા હોવા છતાં સદમાર્ગનું લક્ષ એક હોવાથી, ચાર વિભાગ એક તીર્થને સમુદાય ગણાય છે. તેના
તીર્થકર ભગવાનના પ્રથમ શિષ્ય દ્વાદશાંશીની રચના રચનાર અને સાધુ ગણના ધારકને ગણધર કહેવાય છે. પ્રભુ મુખથી ઉત્પતિ સ્થિતી અને લય સંબંધી ત્રિપદી (ત્રણ વાક્યો) સાંભળવા માત્રથી અર્થગંભીર વિચારણું અને સદભાવના કુરણું બળે, ગણધર ભગવંતે દ્વારા તાત્કાલિક રચાએલ કૃત તે દ્વાદશાંગી શ્રત છે. ગણધર ભગવંતે સ્વયં વિશાળ જ્ઞાનને પુરવઠા ધરાવતાં હોય છે. ફક્ત ભગવાને કરેલ એક અંગુલી નિર્દેશે એટલે કે ત્રિપદીના મળેલ સંકેત, ગણધર ભગવંતને શ્રુત રચનાની સમસ્ત ખૂબી સમજમાં આવી જાય છે અને ભીતરમાં ભરેલ જ્ઞાન પૂરવઠે તાત્કાલિક શ્રતરૂપે પરિણમી, અદભુત દ્વાદશાંગી શ્રતની રચના પામે છે જેમાં સમસ્ત લોકના સર્વ પદાર્થોનું જ્ઞાન સમાયેલ છે.
- સાધુ સમુદાય ગણધર ભગવંતોને આજ્ઞાવતી હોય છે અને સાધ્વી સમુદાય મુખ્ય પ્રવતિ, નીનો આંઝાવતી હોય છે. શ્રાવક-શ્રાવિકાઓનો સમુદાય સદેવ અને સદગુરૂઓનો ઉપાસક વર્ગ છે. દરેક વર્ગ જિન ભગવંતની આજ્ઞા એ જ ધર્મ છે તેમ માને છે અને આજ્ઞાધર્મની પોતાની લાયકાત (દરજજા) પ્રમાણે અનુપમ આરાધના કરે છે. શ્રી તીર્થકર ભગવંતની પ્રથમ પાટે ગણઘર ભગવંત બીરાજે છે. સંપ્રતિકાળે ચારિત્રધર્મની આરાધના કરતા સર્વ-સાધુ અને સર્વ સાવીઓ તે ગણધર ભગવંતની પાટ પરંપરાનો સમુદાય છે. સંપ્રતિ કાળે ઉપલબ્ધ અને પઠનપાઠન થતાં અંગ અને ઉપાંગ શ્રુત તે ગણધર ભગવંતોએ રચેલ અને પરંપરાગત પ્રાપ્ત થયેલું દ્વાદશાંગી પ્રવિષ્ટ શ્રત છે.
ચતુર્વિધ સંઘની સ્થાપના સાથે, તીર્થ રક્ષક દેવ-દેવીઓ તીર્થના સેવાકાર્યને સહર્ષ સ્વીકાર કરે છે અને દરેક તીર્થપતિના શાસનકાળ સુધી સેવા આપે છે. આ રીતે તીર્થ નિશ્ચિત શાસન રક્ષક દેવ અને દેવથી અધિષ્ઠિત બને છે.
એક તીર્થકર ભગવંતે સ્થાપેલ તીર્થનો તીર્થ પ્રવર્તનકાળ બીજા તીર્થકર ભગવંતનું તીર્થ ન સ્થપાયું હોય ત્યાં સુધી ગણાય છે. બીજા તીર્થકર દેવનું તીર્થ સ્થપાતા તે તે તીર્થકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org