________________
૧૦૮ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન મહાવીર નામ ગુંજતું હતું. અરિહંત પદ-ગુણ ગુંજનથી અરિહંત પદ પ્રાપ્ત કરનાર એ મહાનુંભાવને-દ્રવ્ય તીર્થકરને કોટિ કોટિ વંદન!
જિન-આગમન વધાઈ. વૃત્તિદાન અને તુઢિાન- સ્થાનક-૧૦૭ પૃથ્વી પીઠ પર મહાપ્રભુ શ્રી તીર્થકર ભગવાનના પાદ સંચાર થતા, સમસ્ત પૃથ્વીતળ વિકસ્વર અને આલ્હાદક બને છે. પૃથ્વીના પેટાળમાં રહેલા પૃથ્વીના ગુપ્તરસ રૂપી ગુપ્ત રહેતા અમૃત ઝરણાનું પૃથ્વીમાતા-એ-પૃથ્વી પર સીંચન કરી, પોતાના પનોતા પુત્રના સ્વાગત અને વધાઈ માટે, ઋતુચક્રના સુંદર રાસમંડળ રચી, આત્મ-રાસ રસિક પ્રભુના પગલે પગલે, નિસર્ગના નિર્દોષ નૃત્ય અને ખુશનુમા વાતાવરણ સર્જીને, ચોતરફ સ્વાગતના સ્વસ્તિક પુર્યો. ક્ષેત્રે અને
વર બની વીતરાગ દેવના ઓવારણા લેતાં. વધાઈ વ્યક્ત કરવા લાગ્યા. વૃક્ષો અને વનલતાઓ, વલિકાઓ લળી લળીને નમન કરવા દ્વારા સર્વસંગ પરિત્યાગીનું સ્વાગત કરવા લાગ્યા. પક્ષીઓ સ્વયં બુદ્ધ દીક્ષિતના દેહને વર્તુલાકાર રચી, ભવપરિકમ્માથી મુક્ત બનેલા ભગવાનના દેહને પ્રદિક્ષણ દેવા લાગ્યા.
એ મહા માનવના મહાપ્રભાવે, વાતાવરણ સુસંવાદિત બન્યું અને માનવહૃદયની ભક્તિ અને પ્રીતિની ભાવનાઓની જાગૃતિએ ભક્તિભાવ ભરપૂર, ઠેર ઠેર સ્વાગતના અને વધાઈના ડંકા વગાડયા.
એ યુગ પુરુષ યોગીની પધરામણીની વધાઈને સમાચાર સાંભળતાં ચક્રવતી રાજાઓની સમસ્ત રેમરાજી વિકસ્વર બને છે. આનંદની અતિ વિરલ ક્ષણ પ્રાપ્ત થતાં, એ ક્ષણને જીવનની અમુલ્ય ક્ષણ માની, અતિ હર્ષિત બની પ્રભુ પધાર્યાની વધાઈ આપનાર વનપાલકને ચકવતી રાજાએ સાડાબાર લાખ સુવર્ણ મુદ્રાનું વૃત્તિદાન આપે છે. અને ૧૨મા કોડ સુવર્ણ મુદ્રાનું પ્રીતિદાન આપે છે. અને એ રીતે નિગ્રંથના આગમને પોતાના ધન-નિધાનને ધન્ય બનાવે છે.
ત્રણુખંડ વસુધા પતિ વાસુદેવો પ્રભુ પધાર્યાની વધામણી પ્રસંગે ૧ર લાખ રૂમુદ્રા વૃત્તિદાન અને ૧૨ા કોડ રૂય મુદ્રા પ્રિતિદાન આપી સ્વ. સંપત્તિને સાર્થક કરે છે. અન્ય માંડલીક રાજાઓ તારક પરમાત્માની પધરામણીના સમાચાર આપનારને ૧૨ાા હજાર રૂય મુદ્રાનું વૃત્તિદાન અને ૧૨ાા લાખ મુદ્રાનું પ્રીતીદાન દેવા દ્વારા આજીવન આજીવિકાની ચિંતા રહિત બનાવે છે. અન્ય નાગરિકે પણ પિતાની શક્તિ પ્રમાણે પ્રભુ આગમન વધાઈ પ્રસંગે ઉલસીત બની દાન આપે છે.
શ્રી જિનેશ્વર દેવના આગમન પ્રસંગે, વધામણીના વધાઈ પ્રસંગે અપાતાએ વૃતિદાન અને પ્રીતિદાનમાં.
અંતરના આદર, ભક્તિની ભાદર અને નેહના સાગરની ઉભરાતી સપાટી સમાએલી છે. પાઠાંતર વાસુદેવોનું વૃતિદાન અને પ્રીતીદાન અન્યત્ર સાડા બાર કોડ રીપ્ય મુદ્રા દર્શાવેલ છે.
શાસન અધિષ્ઠાયક દેવ-દેવીઓ ૧૦૮–૧૯ શ્રી જિનેશ્વર દેએ પ્રવર્તાવેલ શાસન એ એક જ જગતમાં તારક તીર્થ છે. જે જગતના જીવો માટે અતિ જરૂરી શાસન છે, જગતમાં પ્રવર્તતા અનેક શાસનમાં શ્રી જિનશાસન સિવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org