________________
શ્રી જિનેન્દ્ર છવન જયેત દર્શન : ૧૦ આક્રમણખોરન બનતાં શાંતિથી ઉંદરની પાસે બેસી રહે તે પ્રભુના અપાર અતિશયના મહિમાથી બને છે.
પર્ષદા ઉપર પડેલી પ્રભુની પરિતાપહર દષ્ટિથી અને પાર્ષદ્ય લોકોએ કરેલ પ્રભુ દેહના દુખહર દર્શનથી, પરસ્પર જન્મજાત વૈરાની, ઉપશાંતિ અને ઉપદ્રની ભિતીઓ રહિત બનેલ સમગ્ર સમવસરણ ક્ષેત્ર સમભાવ, નેહભાવ અને કરૂણાભાવના છલકાતા સિંધુની લહેરાતી લહેરથી તરબળ અને તૃપ્ત બનેલ હોય છે.
સમવસરણ વિસ્તાર વીશે ભગવંતના સમવસરણને વિસ્તાર અનુક્રમે ન્યુન-ન્યુન હોય છે. શ્રી આદીશ્વર ભગવાનના સમવસરણનો વિસ્તાર ૪૮ ગાઉ છે અને તે પછી ક્રમે ક્રમે બે બે ગાઉ વિસ્તાર ઓછો થતાં બાવીશમાં શ્રી નેમિનાથ પ્રભુજીના સમવસરણને વિસ્તાર છ ગાઉ છે. પછી એક એક ગાઉ વિસ્તાર ઓછો થતાં શ્રી પાર્શ્વનાથને સમવસરણ વિસ્તાર પાંચ ગાઉ અને શ્રી મહાવીરના સમવસરણને વિસ્તાર ચાર ગાઉ છે. શ્રી સમવસરણ પ્રકરણમાં દરેક જિન-ભગવંતના સમવસરણ વિસ્તાર આત્માંગુલ માપે એક જન કહેલ છે.
અતિશય સંબંધી અલ્પ વિચારણા માનવ શરીર એ અશુચીમાંથી ઉત્પન્ન થયેલ મળની પેદાશ છે. મલ અને દુર્ગધ પરસ્પર સંમિલીત હોય છે. અહીં પ્રભુના અતિશયથી પરંપરાગત કાયાના પરિણામો પલટાય છે. જનનીની કુક્ષીમાં ઉત્પન્ન થએલ હોવા છતાં, પ્રભુની કાયા મળ અને દુર્ગધ રહિત શુદ્ધ અને પવિત્ર પરમાણુઓને ધારણ કરે છે. એ પ્રભુના અસાધારણ અતિશયનો મહિમા છે.
રક્ત એટલે લાલ” લાલ પરમાણુઓના પ્રવાહી પદાર્થ રૂ૫ લોહી હોય છે. અને એ રાતા રક્ત ને આશ્રિત દેહનું માંસ પણ રક્ત રંગી હોય છે. આ માનવ દેહના બંધારણને અબાધિત રીતે સાચવીને, લેહી અને માંસના રંગીન રજકણોનો ત્યાગ કરી વેત રજકણોના સંગ્રહ-રૂ૫ લોહી અને માંસની સર્વાસે શ્વેતતા એ ભગવંતના અતિશયને આભારી છે. લોહીને શ્વેત ૨જકણોથી શરીર અતિ બળવાન, અતિ રૂપવાન અને અતિ સૌંદર્યધારક બને છે. એ કુદરતી નિયમ પણ આમાં સમાયેલો છે, કારણ કે પ્રભુના દેહનું બળ અને કાન્તિ ચરમ સીમાના અતિશય છે.
માનવ શરીરના આહાર અને નિહાર ધણાત્મક અને જુગુપ્સાદાયક છે. જે દશ્યો આંખને જોવા રુચિકર બનતાં નથી, શરીરના બંધારણ સાથે આહાર નિહારને ઘનીષ્ટ સંબંધ છે તેને નિવારી શકાય નહીં. શરીરને પોષણ યોગ્ય પદાર્થો આપવા, તે આહાર અને તે આહાર માટે આપેલા પદાર્થોમાંથી પોષણના તો શરીર સંચાલન કાર્યમાં વપરાઈ જતાં, બાકી રહેલ નિસત્વ અને નકામા પદાર્થોનો શરીર દ્વારા ત્યાગ કરવો તે નિહા૨ છે, આ બંને ક્રિયાઓ શરીરના અસ્તિત્વ સાથે સરજાએલી અને શરીરના નાશ સુધી રહેનારી ક્રિયાઓ છે. માનવ સમુદાયની આ ધણાત્મક ક્રિયાઓ છે પણ માનવ શ્રેષ્ઠ ભગવંતેની આહાર-નિહારની પ્રવૃત્તિ ચર્મચક્ષથી અગોચર હોય છે. જેથી ધણાત્મકપણાની કેઈ અસર ભગવાનના આહાર-નિહારથી ઊપજતી નથી. સામાન્ય રીતે માનવીઓ માટે એકાંતમાં મળત્યાગ અને જ્યાં ત્યાં જેમ તેમ ન જમતાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org