________________
શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૯૯ પ્રથમ વાયુકુમાર દેવ ભૂમીને વાયુદ્વારા શુદ્ધ કરે છે. દરેક પ્રકારના કચરાને અને રજ સમુહને દૂર કરે છે. મેઘકુમાર દેવો સુગંધી જળનું સીંચન કરી, વાતાવરણ શીતળ અને સુગંધિત બનાવે છે તે સ્વચ્છ અને સુગંધમય બનેલી ભૂમી ઉપર વ્યંતરનિકાયના દેવા સવાકેશ ઊંચી સુવર્ણ રત્નમય પીઠ બનાવે છે અને ૧૦ હજાર પગથિયાં સહિત પ્રથમ ચાંદીને ગઢ બનાવે છે. જે ગઢની રાંગ સુવર્ણ કાંગરાઓથી સુશોભિત હોય છે પેલા રીપ્પગઢમાં ધ્વજા, તેરણ અને પુષ્પમાળાથી સુશોભિત ચારે દિશામાં ચાર દ્વારા બનાવે છે અને ચારે દિશામાં મીઠા જળની સુંદર મનરમ્ય ચાર વાવડી (વાપિકા) બનાવે છે. તુંબરૂ, ખટવાંગી, કપાલી અને જટા મુગટધારી આ ચાર દેવો પેલા ગઢના ચાર દ્વારપાળ છે. આ પ્રથમ ગઢમાં શ્રોતાજનેના વાહન રાખવામાં આવે છે. પાંચહજાર પગથિયાવાળે, રત્નકાંગરાથી સુશોભિત બીજે સુવર્ણગઢ જ્યોતિષી દેવ બનાવે છે. તેના ચાર દ્વારે જયા, વિજયા, અજિતા અને અપરાજીતા નામની બન્ને દેવીઓ દ્વારપાલિકા છે. બીજા ગઢમાં બેસીને પશુઓ અને પંખીઓ આદિ તિર્યંચ પ્રાણીઓ દેશના સાંભળે છે. બીજા ગઢમાં ઈશાન કેણે દેવો અતિ મનોહર દેવ છંદ રચે છે. જ્યાં ભગવાન દેશના સિવાયના સમયે વિશ્રામ લેવા બેસે છે. ઉજજવળ મણિ કાંગરાથી સુશોભીત ત્રીજો રત્નમય ગઢ વિમાનિક દેવો બનાવે છે. તેને પાંચ હજાર પગથિયા હોય છે અને તે ગઢના ચાર દ્વારના સેમ, યમ, વરૂણ અને ધનદ એ ચાર દેવ દ્વારપાળ છે. ત્રીજા ગઢની સમભુતળ પીઠની મધ્યમાં અશોક-વૃક્ષ ભગવાનના દેહથી બાર ગણી ઉંચાઈવાળુ અને ઉપરના ભાગમાં એક જન સમવસરણ પ્રમાણે વિસ્તારવાળું અને ગાઢ છાયાયુક્ત હોય છે. અશેક વૃક્ષના થડ પાસે ચારે દિશામાં રત્નજડિત સિંહાસનો હોય છે. તેના ઉપર પરમ જ્યોતિ સ્વરૂપી પુરુષોત્તમ શ્રી જિનેશ્વર ભગવાન બીરાજમાન થાય છે. દરેક સિંહાસન ઉપર ભગવાનના મસ્તકના ઉપરના ભાગમાં આવે તે રીતે શોભાયમાન ત્રણ ત્રણ છત્ર ખુલી રહ્યા હોય છે. દરેક સિંહાસનની બંને બાજુ બળે દેવતાઓ અગર દેવ યુગલ બે-બે ચામરો વીંજતા હોય છે. ચામરો વીજતા દેવોની સંખ્યા પ્રમાણમાં ચામરની સંખ્યાની વધઘટ થયા કરે છે. ચામર વીંજાવાની બાબત નિયત છે પણ કેટલા દે ચામર વીં જે તેની સંખ્યા નિયત નથી. કેઈ ઠેકાણે ચામર વીંજતા દેવ એક હાથે ચામર વજે છે. કેઈ ઠેકાણે બંને હાથે દેવો ચામર વીંજે છે. એમ ચામર માટેના જુદા જુદા ઉલેખ મળે છે. એટલે ચામર અતિશયમાં જધન્યથી આઠ અને ઉકષ્ટથી ૬૪ ચામર વીંજાતા હોવાના ઉલેખો છે. ધર્મદેવજ, માનવજ, ગજદેવજ અને સિંહબ્રજ નામના ચાર મહાવજે અનુક્રમે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્વ-સ્વ ચિન્હથી અંકિત જિન શાસનના વિજયને વ્યક્ત કરતાં લહેરાતા હોય છે. સમવસરણના મધ્ય ભાગમાં મણીપીઠ, સિહાસન, ચિત્યવૃક્ષ અને દેવછંદ વિગેરેની રચનાઓ વ્યંતર દેવો અતિ નિપુણતાપૂર્વક રચે છે. સમવસરણની રચના વર્તુળાકારે અથવા ચોરસ આકારે (બંનેમાંથી ગમે તે એક આકારની) હોય છે. સમવસરણનો વિસ્તાર કાળને અનુરૂપ વધીને ૪૮ ગાઉ અને ઘટીને ચાર ગાઉ પ્રમાણ હોય છે. પ્રભાતકાળે પતિતપાવન પરમકૃપાળુ અરિહંત ભગવંત સુવર્ણકમળ ઉપર ચરણ કમળ સ્થાપના પૂર્વ દ્વારથી પ્રવેશ કરી ત્રીજા ગઢમાં અશોકવૃક્ષ પાસે આવી નમેથિસ્ટ બેલી વૃક્ષને ત્રણ પ્રદક્ષિણ દઈ, પૂર્વ દિશાના સિંહાસને બીરાજમાન થાય છે. ભગવાનના બંને ચરણે રત્નમય પાદપીઠ ઉપર હોય છે. ભગવાને ગંભીર મેઘનાદ નાદે પુષ્કરાવી મેઘસમાન અતિ ફલદાયી ધર્મ દેશના આપે છે. શેષ ત્રણ બાજુની દિશામાં વ્યંતર દેવ ભગવાનના ત્રણ પ્રતિરૂપ સ્થાપન કરે છે, જે ભગવાનના પ્રભાવથી સહજ રીતે ભગવાન જેવા જ દેખાય છે. અને ચારે દિશામાં રહેલા શ્રોતાઓને એમ લાગે છે કે શ્રી જિનેશ્વર પ્રભુ અમને ઉપદેશ આપી રહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org