SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન (૩૪) અનુકૂળઋતુ - છએ ઋતુઓ અનુકળપણે વતે છે. કમાંક ૧૬થી ૩૪ અતિશયો દેવકૃત હોવાથી દેવકૃતનિશય કહેવાય છે. એ રીતે ૪ મુળાતિશય, ૧૧ ધાતિક ક્ષયાતિશય અને ૧૯ દેવકૃતાતિશય મળી ભગવંતને ચેત્રીશ અતિશય હોય છે. અરિહંત ભગવંતેના કર્મક્ષયાતિશય અને દેવકૃતાતિશય બંને વિભાગમાં સમવસરણ શબ્દ આવે છે. ત્યાં તે શબ્દ તે તે બાબતની અપેક્ષાએ સમજવાના હોય છે. સમવસરણમાં કોટાકોટી દેવ અને મનુષ્યોને સંકડાશ વગર અને બાધા વગર સુખપૂર્વક સમાવેશ થવો તે ભગવંતના કર્મ ક્ષયાતિશયનો પ્રભાવ છે એટલે ૧૧ કર્મ ક્ષયાતિશયમાં અક્ષણ મહાલય નામને અતિશય એટલે સમવસરણ સમાવેશ અતિશય સમજો અને દેવકૃત ૧૯ અતિશયમાં સમવસરણ અગર ત્રણ ગઢ અતિશય છે, ત્યાં સમવસરણ રચના દેવકૃત અતિશય સમજો. આ રીતે સરખા શબ્દો હોવા છતાં પ્રકાર ભેદે કહેવાને હેતુ જુદો હોય છે. ચેત્રીશ અતિશયમાં ભામંડળ કમ ક્ષયાતિશયમાં દર્શાવેલ છે અને આઠ પ્રાતિહાર્યોમાં ભામંડળ દેવકૃત દર્શાવેલ છે તે તે અપેક્ષાએ બરાબર છે. પાર્થીવ દેહથી પ્રકાશ પૂજનું પ્રકટીકરણ થવું તે કર્મ-ક્ષયાતિશયને પ્રભાવ છે અને તે તેજ પૂજના વર્તુળાકારની રચના તે દેવકૃતાતિશય છે એટલે કર્મક્ષયાતિશયમાં ભામંડળ એટલે દેહદ્વારા પ્રગટ થતો પ્રકાશ પૂંજ સમજો અને દેવકૃત અતિશયમાં ભામંડળ એટલે પ્રભુદેહની તેજ-છાયાને દેવો દ્વારા બનાવાયેલો વર્તુળાકાર સમજા. સપ્તતિશતસ્થાન પ્રકરણમાં ૩૪ અતિશય નામ અને ક્રમ નીચે મુજબ દર્શાવેલ છે. જ મૂળાતિશય (૧) મળરહિત શરીર (૨) સફેદ લેહી અને માંસ (૩) ચમચક્ષુ અગોચર આહાર-વિહાર (૪) સુગંધિત ધાસેશ્વાસ. ૧૧ ધાતિકર્મ ક્ષયાતિશય – (૧) સમવસરણ (૨) સર્વ ભાષા અનુગત વાણી (૩) ભામંડળ (૪) થી (૧૧) રોગ-વૈરઈતિ મારીને અકસ્માત-દુર્ભિક્ષ-અનાવૃષ્ટિ-અતિવૃષ્ટિ એ આઠે અનિષ્ટ દુખ દાયક બાબતોને અભાવ. ૧૯ દેવકૃત અતિશય – (૧) સમવસરણ (૨) અશેકવૃક્ષ (૩) સિંહાસન (૪) ધર્મચક્ર (૫) ચાર રૂપે દેશના (૬) છત્ર (૭) ચામર (૮) દુંદુભી (૯) ઈન્દ્રધ્વજ (૧૦) નવ સુવર્ણકમળ (૧૧) પુષ્પવૃષ્ટિ (૧૨) સુગંધી જળવૃષ્ટી (૧૩) અનુકૂળવાયુ (૧૪) છએ ઋતુનું એકીસાથે પ્રગટ થવું (૧૫) પક્ષી પ્રદક્ષિણું (૧૬) નખરામ અવૃદ્ધિ (૧૭) અધોમુખકંટક (૧૮) વૃક્ષ-વંદના (૧૯) જધન્યથી ક્રોડ દેવેનું આગમન. સમવસરણ (ત્રિગડુ) શ્રી તીર્થકર ભગવંતને કેવળ જ્ઞાન ઉત્પન્ન થતાં, દેવો દ્વારા સમવસરણની (દેશના-સ્થળની) અલૌકિક અને અજોડ રચના થાય છે. ભક્તિથી પ્રેરાયેલા દેવ ગણે તે સમવસરણની રચનામાં પિતાની સમસ્ત શક્તિ તથા દક્ષતાના સમન્વયથી અજબ સુંદરતા, અતિ અનુકૂળતા, સુંદર વ્યવસ્થા, નિર્મળ મનરંજન અને ઉચ્ચતામ શિ૯૫–કળા આદિના આલેખન દ્વારા ગઢાદિની શોભા અને ભવ્યતા દ્વારા સમવસરણને યોગ્ય અનેક વસ્તુઓનું સર્જન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004859
Book TitleJinendra Jivan Jyot Darshan
Original Sutra AuthorN/A
AuthorSawai Jadav Shah
PublisherShah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
Publication Year1985
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy