________________
શ્રી જિનેન્દ્ર જીવન જયોત દર્શન : ૯૭ (૧૮) સિંહાસન-પાપીઠ સહિત સ્ફટિક રત્નનું ઉજવળ ઉત્તમ સિંહાસન પ્રભુને સમવસરણમાં
બેસવા માટે હોય છે. કેઈ ઠેકાણે સુવર્ણ-સિંહાસન કહેલ છે ત્યાં અર્જુન જતિના સફેદ
સુવર્ણના સિંહાસન હોવાનો સંભવ છે. (૧૯) છત્ર- ચારે દિશામાં ચાર રૂપે દેશના દેતા ભગવાનના મસ્તક ઉપર ઉપરના ભાગમાં ત્રણ
ત્રણ છત્ર હેય છે. (૨૦) ધર્મવિજ-રત્નમય દવજ (ઈદ્રવજ) સમવસરણમાં ઉચિત સ્થાને હોય છે. સમવસરણમાં
ચારે દિશામાં ચાર ધર્મદેવજ હોય છે એટલે અહીં ૩૪ અતિશયમાં દર્શાવેલે દવજ તે
ઈન્દ્ર-ધ્વજ સમજો. (૨૧) સુવર્ણકમળ – પ્રભુ વિહાર સમયે સુવર્ણ કમળ ઉપર પદ ઠવતા વિહાર કરે છે. ચાલતી
વેળા બે પગ નીચે બે સુવર્ણ કમળ અને સાત સુવર્ણ કમળ પ્રભુના પાછળના ભાગમાં રહે
છે. પ્રભુ ચાલે તેમ વારાફરતી બે-બે સુવર્ણકમળ આગળ આવતાં જાય છે. (૨૨) ત્રણ ગઢ-સમવસરણું. રૂપાના સોનાના અને રનના ત્રણ ગઢથી બનેલું હોય છે. એટલે
સમવસરણને ત્રિગડુ પણ કહેવાય છે. ત્રણ ગઢ યુક્ત હોવાથી ત્રિગડુ કહેવાય છે. (૨૩) ચારમુખે દેશના – ભગવાન સમવસરણમાં પૂર્વ દિશાના સિંહાસન ઉપર બેસે છે. બાકીની
ત્રણ દિશામાં વ્યંતરદેવ પ્રભુના રૂપ જેવા જ ત્રણ પ્રતિરૂપ વિકુવીને સ્થાપે છે. (૨૪) અશોક-વૃક્ષ સમવસરણના મધ્યભાગે ભગવાનના દેહમાનથી બારગણું ઊંચું, છત્ર-ધંટા અને
પતાકાયુક્ત અશક વૃક્ષ-હોય છે જે ઘણુ ઘાટી છાયાવાળુ હોય છે. (૨૫) અધોમુખ કંટક-વિહાર માર્ગમાં આવતાં કંટકાદિ બાધા ન થાય તે રીતે અધોમુખ બને
છે. કંટકે અને કંટકે જેવી બીજી બાધાકારક ધારદાર વસ્તુઓને સમાવેશ કટકમાં
સમજવો. જિનેશ્વર દેવને વિહાર માર્ગ નિષ્ક ટક બની રહે છે. (૨૬) વૃક્ષ-પ્રણામ-વિહાર માર્ગમાં આવતાં વૃક્ષો અને વેલીઓ વંદન કરતાં હોય તે રીતે શરી
રને વળાંક લેતા હોય છે. તે જાણે ઝુકી ઝુકીને વંદન કરતાં હોય તેમ લાગે છે. (૨૭) દુંદુભિનાદ–દેવ વાજિંત્રોનો અવાજ-ધ્વનિ. (૨૮) અનુકૂળ પવન – ભગવાન વિચરતા હોય ત્યાં ચિતરફ એક યોજન સુધીના ક્ષેત્રમાં પવન
અનુકૂળ રીતે થાય છે. (૨૯) પક્ષી પ્રદિક્ષીણ-મર આદિ શુભ પક્ષીઓ પ્રભુની પ્રદિક્ષણા કરતાં હોય તે રીતે ઉડ્ડયન કરે છે. (૩૦) સુગંધ જળવૃષ્ટિ-ભગવાનના વિહાર માર્ગમાં સુગંધયુક્ત જળવૃષ્ટિ થાય છે. (૩૧) પુષ્પવૃષ્ટિ – પંચવર્ણના સુગંધી પુષ્પની વૃષ્ટિ. (૩૨) કેશ-નખ અવૃદ્ધિ-કેશ-રામ-દાઢી મૂછના વાળ અને નખ સંયમ લીધા બાદ વધે નહીં. (૩૩) દેવ-સાનિધ્ય-જધન્યથી ચારે નિકાયના એક ક્રોડ દે પ્રભુની સાનિધ્યમાં રહે છે, જિ ૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org