________________
૯૪ : શ્રી જિનેન્દ્ર જીવન જીત દર્શન
ઉપરના વર્ણન મુજબ જે ભગવંતનું જે જ્ઞાન વૃક્ષ હોય તે જ્ઞાન વૃક્ષની તેના વિસ્તાર મુજબની દેવકૃત રચના એ જ અશોક વૃક્ષ પ્રાતિહાર્યા ગણાય છે. અહીં સમવસરણમાં રહેલા અશોક વૃક્ષ, ઉપર જ્ઞાન વૃક્ષની સ્થાપનાને બદલે, અશેક વૃક્ષના નામે જ્ઞાન-વૃક્ષની સ્થાપના દર્શાવેલ છે. હકીકતમાં અશોક-વૃક્ષ ઉપર જ્ઞાન વૃક્ષ ની સ્થાપના અને અશોક વૃક્ષને નામે જ્ઞાન-વૃક્ષની સ્થાપના. બંને વિચારમાં જ્ઞાન-વૃક્ષની સ્થાપના સ્વીકારાયેલી છે.
જ્ઞાન-તપ અને જ્ઞાન વેળા સ્થાનક ૯૪-૯૫
શ્રી રૂષભદેવ, શ્રી મલિનાથ, શ્રી નેમિનાથ અને શ્રી પાર્શ્વનાથને અઠ્ઠમ તપ, શ્રી વાસુપૂજ્યને ચેાથ ભક્ત અને શેષ ૧૯ ભગવંતોને છઠ્ઠ તપ હેતે તે છતે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું.
શ્રી રૂષભદેવથી શ્રી પાર્શ્વનાથ સુધીના ૨૩ ભગવંતોને દિવસના પૂર્વ ભાગના પ્રથમ પ્રહરમાં અને શ્રી મહાવીર સ્વામીને દિવસના પશ્ચિમ ભાગના છેલા પ્રહરમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું.
અઢાર દોષ ત્યાગ સ્થાનક-૯૬ દરેક કેવળી ભગવંતો અઢાર દોષ રહિત હોય છે. અઢાર દોષ પૈકી એક પણ દોષ કે એક પણ દોષને અંશ હોય ત્યાં સુધી કેવળજ્ઞાન પ્રગટ થાય નહીં. દોષોના સંપૂર્ણ નાશ થયે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. સર્વ જિનભગવંતો તથા દરેક કેવળ ભગવંતે અઢાર દોષ રાહત હોય છે.
(૧) દાનાંતરાય (૨) લાભાંતરાય (૩) ભેગાંતરાય (૪) ઉપભેગાંતરાય (૫) વીર્યંતરાય (૬) મિથ્યાત્વ (૭) અજ્ઞાન (૮) અવિરત (૯) કામ (૧૦) હાસ્ય (૧૧) રત (૧૨) અરતિ (૧૩) ભય (૧૪) શાક (૧૫) દુગંછા (જુગુપ્સા ) (૧૬) રાગ (૧૭) દ્વેષ અને (૧૮) નિદ્રા. આ અઢાર દોષોનો નાશ થયે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે.
પ્રકારતર–૧૮ દોષ (૧) હિંસા (૨) મૃષા (૩) અદત્તાદાન (૪) કીડા (૫) હાસ્ય (૬) રતિ (૭) અરતિ (૮) શેક (૯) ભય (૧૦) ક્રોધ (૧૧) માન (૧૨) માયા (૧૩) લાભ (૧૪) મદ (૧૫) મત્સર (૧૬) અજ્ઞાન (૧૭) નિદ્રા (૧૮) પ્રેમ
અઢાર દોષ રહિત પરિણતી તે નિર્દોષ પરિણતી છે. અને નિર્દોષ પરિણતી એજ કેવળજ્ઞાનની ભૂમિકા છે અગર તો કેવળજ્ઞાન છે.
બંને રીતે દર્શાવેલા અઢાર દોષોના નામ અને કમ જુદા હોવા છતાં તેમાં રહેલા ભાવ સરખા જ છે. મતલબ કે સંપૂર્ણ જ્ઞાન દર્શન અને ચારીત્રના અવરોધક કોઈ પણ દોષ ગમે તે નામે સંબોધાયેલા હોય તે સર્વને પરિહાર તે નિર્દોષ આત્મ પરિણતી છે. અઢાર દોષો કે વિવિક્ષા ભેદે થતાં અનેક દોષે તે સર્વ દોષ રહિત નિર્દોષ પરિણતી એજ શુદ્ધ આત્મ પરિણતી છે. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org