________________
૯૦ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન
શ્રી આદીશ્વર ભગવાનનો ૧ વરસ ૪૦ દિવસનો ઉત્કૃષ્ટ તપ બારમાસી તપ કહેવાય છે. બારમાસ ઉપર ૫ હોવા છતાં પરાપૂર્વથી બારમાસી તપ કહેવાનો વહેવાર છે.
શ્રી જિન અભિગ્રહ સ્થાનક-૮૨ ચાવશે તીર્થકર ભગવંતોએ કરેલા અભિગ્રહો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ બહુવિધ બહુ-પ્રકારના છે. શ્રી મહાવીર દેવે કરેલા નિમ્નોક્ત પાંચ અભિગ્રહો અધિક જાણવા.
સર્વ તીર્થકર કરતાં અધિક ગણુએલા મહાવીર દેવના પાંચ અભિગ્રહો ૧. રહેવાથી અપ્રિતી ઉત્પન્ન થાય તેવા ગૃહસ્થને ઘેર કે અન્ય કોઈ પણ સ્થળે નિવાસ કરવો નહીં. ૨. અપ્રતિબદ્ધ વિહાર (૩) મૌનપણે આત્મધ્યાનમાં સ્થિર રહેવું (૪) હસ્તકરપાત્રમાં આહાર લેવો ( સર્વથા પાત્રને ત્યાગ (-) (૫) ગૃહસ્થાને અભ્યસ્થાનાદિ વિનય કરવો નહીં.
શ્રી ચંદનબાળાને હાથે પારણું થયું તે તપનાં અતિ વિષમ અભિગ્રહને અન્યગ્રંથોમાં મહાવીર દેવના મહા અભિગ્રહ કહેલ છે. તે અભિ ગ્રહ લગભગ નીચે મુજબ હતો.
રાજકુમારી કુંવારી કન્યા, અઠુંમતપ હાથે-પગે બંધન માથે મુંડન આખે આંસુ અને ઉંબરામાં બેઠેલી હોય તેવી કન્યાના હાથેથી ભીક્ષા લેવી. ભગવાનને તે મહાઅભિગ્રહ પાંચમાસ અને પચીસ દિવસના તપને અંતે પૂરો થયો હતો.
શ્રી મહાવીર દેવનો તે અભિગ્રહ દધિવાહન રાજાની કુંવરી ચંદનબાળા દ્વારા પૂરો થતાં પ્રભુ મહિમાએ તે સ્થળે પંચ દિવ્ય પ્રગટ થયા અને ચંદનબાળાના હાથપગના બંધના દેવ સહાયે દિવ્ય અલંકાર થયા હતાં અને મુંડીત મસ્તક પર દેવ સહાયે સુંદર દિવ્યવાળ ઉત્પન્ન થયા હતાં. ચંદનબાળા શ્રી મહાવીર ભગવાનના પ્રથમ પ્રવર્તિની સાધવી બન્યા અને અનુક્રમે સકલ કર્મક્ષયે અનંત શીવસુખના ભકતા બન્યા.
દમસ્થ કાળે વિહાર ભૂમી સ્થાનક-૮૩ શ્રી રૂષભદેવ શ્રી નેમિનાથ. શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર સ્વામીએ ચાર ભગવાનોને છદ્મસ્થકાળનો વિહાર આય અને અનાર્ય બંને દેશમાં થયો હતો. શેષ વીશ તીર્થકર ભગવંતોનો છદ્મસ્થકાળનો વિહાર આર્ય દેશમાં હતો.
છદમસ્થ કાળ અને તપ સ્થાનક-૮૪ કેવળજ્ઞાન પ્રાપ્ત થયાં પહેલાનો દિક્ષા-પર્યાય તે છેદમસ્થ કાળ ચાવશે તીર્થકર ભગવંતોનો છેદમસ્થ કાળ અનુક્રમે
(૧) ૧૦૦૦ વરસ (૨ ૧૨ વરસ (૩) ૧૪ વરસ (૪) ૧૮ વરસ (૫) ૨૦ વરસ (૬) છ માસ (૭) નવ માસ (૮) ત્રણ માસ (૯) ચાર માસ (૧૦) ત્રણ માસ (૧૧) બે માસ (૧૨) એક માસ (૧૩) બે માસ (૧૪) ત્રણ વરસ (૧૫) બે વરસ (૧૬) એક વરસ (૧૭) સોળ વરસ (૧૮) ત્રણ વરસ (૧૯) એક અહોરાત્રી (૨૦) અગયાર માસ (૨૧) નવ માસ (૨૨) ચેપન દિવસ (૨૩) ચોરાશી દિવસ (૨૪) બાર વરસ સાડાછ માસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org