________________
૭૮ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન રાતમાં બનતે બનાવ નથી. પણ ૧૦ કટાકોટી સાગરોપમ કાળે ઘટતી ઘટતી માનવ કાયા એક હાથની બની રહે છે. એ રીતે પાંચ ભારત અને પાંચ અરવતક્ષેત્રોમાં, માનવ અને માનવેતર દેહો પર, ચડતા-પડતા કાળની અસર થતી રહે છે. સદાય સમાન કાળભાવ ધરાવતા ક્ષેત્રોમાં આરીતે કાળ બળે કાયાની વધઘટ બનતી નથી. ભારત અને અરવત ક્ષેત્રોમાં જ આ રીતનો યડતા પડતા કાળ વતે છે. શ્રી મહાવીર દેવના નિર્વાણ પછીના ૨૫૦૦ વર્ષના સમય ગાળામાં, માનવદેહનો સાત હાથનો વિકાસ ઘટીને સાડાત્રણહાથની સરેરાશનો બનેલ છે. તે જ રીતે શ્રી ઋષભદેવ ભગવાનના સમયથી સાઋતકાળ સુધીમાં દેહમાનમાં થએલો ઘટાડો તે પડતા કાળની અસર છે. સાડાત્રણહાથના માનવદેહો હજુ ઘટીને, છઠ્ઠા આરાના અંત સુધીમાં એક હાથના રહેશે અને ૧૦૦ વર્ષનો આયુમર્યાદા કાળ ઘટીને સરેરાશ ૨૦ વર્ષનો રહેશે. આ રીતે દેહમાન અને આયુષ્યમાં થતો કમિકઘટાડે તે દસ કેટીકેટી સાગરોપમ વર્ષોને લાંબા ગાળાનો ઘટ કમ છે. તે જ રીતે ઉત્સર્પિણી કાળમાં આયુષ્ય અને દેહમાન વધતાં ક્રમથી વિકાસ પામતાં હોય છે. એ રીતે પાંચ ભરત અને પાંચ એરવત ક્ષેત્રોમાં દેહમાન અને આયુષ્ય કાળમાં થતી વધઘટમાં જીવોના કર્મ સાથે, કાળબળની પણ અસર રહેલી છે. સે વરસના ટુંકા ગાળામાં પણ દેહમાન અને આયુષ્યની મયાંદા પર કાળ બળની સામાન્ય અસર થતી જણાય છે તે દશ કેટા કોટી સાગરોપમ કાળના લાંબા કાળ-ગાળામાં દેહમાન અને આયુષ્યની મર્યાદામાં સૂવાનુસાર વધઘટ થઈ શકે છે તે સરળ રીતે સમજી શકાય છે.
અઢીદ્વીપમાં જ્યાં જ્યાં સદાય સમાન કાળ-ભાવ વતે છે, તે. તે ક્ષેત્રમાં અત્યારે પણ નવશરીર અને માનવેતર શરીર સૂત્રોમાં દર્શાવેલ ઉત્કૃષ્ટ દેહમાન અને ઉત્કૃષ્ટ આયુષ્ય ધરાવે છે, પાંચ ભારત અને પાંચ અરવત ક્ષેત્રમાં જ કાળ બળે દેહ-વિકાસ અને આયુષ્ય કાળની વધઘટ થયા કરે છે અને તેથી જ ભરત અને ઐરાવત ક્ષેત્રમાં ઉત્પન્ન થતાં શ્રી જિન-ભગવંતના દેહમાન ૫૦૦ ધનુષ્યના ક્રમથી ઘટીને સાતહાથના હોય છે તેમજ વધતા ક્રમે સાત હાથથી વધીને ૫૦૦ ધનુષ્ય સુધીના હોય છે. શ્રી જિન-ભગવંતના દેહમાન-પ્રમાણે, તે ક્ષેત્ર અને તે કાળના અન્ય માનવદેહ તે તે રીતે અનુરૂપ અને સરેરાશ દેહમાન અને આયુષ્ય ધરાવતાં હોય છે. શાસ્ત્રોમાં શ્રી જિનેશ્વર ભગવંતના દેહમાને, ઉઘાંશૂળ, આમાંગુણ અને પ્રમાણગુણ એ ત્રણ માપોથી. બતાવેલા છે.
* જિન-દેહ પ્રમાણ ઉસેંધાગુલ અને આત્મ અંગુલથી. સ્થાનિક-૪૯-૫૦ ઉસેધાંગુલ ધનુષ.-એટલે ચાર હાથ અગર ૯૬ અંગુલ એથવા ૮૨/ર/૭ ૨ ઇંચ
ચોવીસે ભગવંતના દેહમાન ઉત્સવગુણ પ્રમાણે અનુક્રમે પ્રથમ શ્રી ઋષભદેવ ભગવાનનું દેહમાન ૫૦૦ ધનુષ્ય, ત્યાર પછી શ્રી અજીતનાથથી શ્રી સુવિધનાથ સુધી. પચાસ પચાસ ધનુષ્ય ઓછું ઓછુ દેહમાન ગણાતા અનુક્રમે ૪૫૦-૪૦૦-૩૫૦ -૩૦૦-૨૫૦-૨૦૦-૧૫૦ અને ૧૦૦ ધનુષ્યના દેહમાન શ્રી સુવિધિનાથ ભગવાન સુધી માનવા. ત્યાર પછી દસ-દસ ધનુષ્ય ઓછા કરતાં અનુક્રમે ૯૦-૮૦–૭૦-૬૦-૫૦ ધનુષ્ય દેહમાન અનુક્રમે શ્રી શીતળનાથથી શ્રી અનંતનાથ સુધીના જાણવા. ત્યાર પછી પાંચ પાંચ ધનુષ્ય ઓછા કરતાં
૪૫-૪૦ - ૩પ-૩૦-૩૫-૨૦-૧૫અને ૧૦ ધનુષ્ય દેહમાન અનુક્રમે શ્રાધમનાથથી નેમનાથ ભગવાનના જાણવા. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દેહમાન ૯ હાથ એટલે સવા બે ધનુષ્ય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org