________________
શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૭૭ માનવ દેહ પાંચે વર્ણના હોય છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ ચારેય નામ કર્મની પ્રકૃતિ છે. તે નામ કર્મ બંધની સાથે, બંધ સમયથી જ શુભ કે અશુભ રીતે સામેલ હોય છે. વદિ પુદગલ દ્રવ્યના લક્ષણો છે. દેહો, પુદ્ગલોની નીપજ હોઈ પાંચે રંગના હોય છે. અત્યારે પણ માનવ દેહ પાંચે રંગના છે.
સર્વજિન -રૂપવન સ્થાનક–૪૭ સર્વ દેવના સર્વરૂપના પરમાણુઓને એકઠા કરીને માત્ર અંગુલ પ્રમાણ વિકુવર્વામાં આવે તે પણ તે વિમુર્વેલરૂપ શ્રી જિન-ચરણ-અંગુષ પાસે અતિ નિસ્તેજ દેખાય છે અર્થાત્ તેથી અનંત ગુણરૂપ શ્રી જિન-દેહનું હોય છે.
શ્રી જિનેશ્વર દેવના દેહ કરતાં શ્રીગણધરોના દેહનું રૂપ ઘણું હીન હોય છે. તેનાથી શ્રી ચૌદ પૂર્વધરોએ વિદુર્વેલ આહારક શરીરનું રૂપ હીન હોય છે. તેનાથી અનુત્તર વાસીદેવેનું, તેનાથી નવ રૈવેયક દેવનું, તેનાથી વૈમાનિક દેવેનું તેનાથી જ્યોતિષ્ક દેવેનું તેનાથી ભવનપતિ દેવનું અને તેનાથી વ્યંતર દેવનું રૂપ ઉત્તરોત્તર ઓછું હોય છે. વ્યંતર દેવના રૂપથી ચક્રવતી, વાસુદેવ, બળદેવ અને માંડલીક રાજાઓનું રૂપ પણ પરસ્પર ઓછું ઓછું હોય છે.
અન્ય બાકીના દેહની રૂપકાંતિ છ સ્થાન ગુણ હાનિવૃદ્ધિને પ્રાપ્ત થએલ હેવાથી પરસ્પર ન્યુનાધિક હોય છે.
શ્રી જિન-બળ વર્ણન સ્થાનક૪૮ સામાન્ય રાજાઓથી બળદેવનું બળ અધિક હોય છે. તેનાથી કેટ-શિલા ઉપાડનાર વાસુદેવોનું બળ અધિક હોય છે. તેનાથી ચક્રવતીઓનું બળ બમણું હોય છે. અને તેનાથી જિનેશ્વર ભગવંતેનું બળ અપરિમિત અનંત હોય છે, જેથી ભગવંતેના બળનું પ્રમાણ થઈ શકે નહીં. પ્રભુ બળની તુલનામાં આવે તેવા કોઈ દાખલો દુનિયાભરમાં નથી.
“ભગવાનની નાની કાયા આટલા બધા જળ સમૂહથી થતા અભિષેકને સહન કેમ કરી શકશે” ઇન્દ્રના તે પ્રકારના થયેલા જન્માભિષેક સમયના સંશયને અવધિજ્ઞાન વડે જાણીને, ઈદ્રના તે સંશયના નિવારણ માટે, જન્મના પ્રથમ જ દિવસે ચરમ તીર્થપતિ ભગવાન મહાવીરદેવે મેરૂપર્વતને પગના અંગુઠાના દબાણ માત્રથી ચલાયમાન કર્યો. જે ભગવાનના અપરિમિત, અવર્ણનીય બળની સાબિતી છે.
ઈન્દ્રનો સંશય દૂર કરવાનું કારણ હેવાથી શ્રી મહાવીર ભગવાને બળ પ્રગટ કર્યું હતું. અન્ય ૨૩ ભગવંતેને તેવું કોઈ કારણ નહીં હોવાથી બળ પ્રગટ કર્યું નથી. શ્રી વીર ભગવાને મેરૂ પર્વતને ચલાયમાન કર્યો તેમાં બળને ગર્વ ન હતે પણ ઈન્દ્રના સંશયનું સમાધાન કરવાને હેતુ હતો.
દેહુમાન શ્રી સર્વજ્ઞ ભગવતેએ માનવદેહના ઉત્કૃષ્ટ દેહમાન ત્રણ ગાઉ અને જધન્ય દેહમાન અંગુલના અસંખ્યાત ભાગે કહેલ છે. અંગુલના અસંખ્યાત ભાગનું જધન્ય દેહમાન તે સર્વ દેહોની ઉત્પત્તિ સમયનું અને સમુર્ણિમ મનુષ્યનું દેહમાન છે. કાયાના વિકાસમાં થતી વધઘટ તે એકદમ રાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org