________________
૭૬ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન
સર્વ તીર્થકર ભગવંતેના દેહો, અંગ, ઉપાંગ, હાથપગની રેખા આદિ દેહ સબંધી ૧૦૦૮ શુભ લક્ષણે યુક્ત હોય છે. આ લક્ષણો દેહના હાઈ બાહ્ય લક્ષણે કહેવાય છે. બાહ્ય લક્ષણથી શોભીત ભગવાનના દેહની લાક્ષણિકતા એટલી ઉચ્ચ કેટિની હોય છે કે ઈન્દ્ર, ચન્દ્ર, સૂર્ય અને પર્વતે. વિગેરેમાં બળ, શીતળતા, પ્રકાશ અને અડગતા આદિ ગુણ દરેકમાં મુખ્યપણે એક એક હોય છે, જ્યારે ભગવંતના દેહમાં તે સર્વગુણે એક સાથે સમરતપણે સમાયેલા હોય છે.
એ રીતે સર્વ ભગવંતે ૧૦૦૮ બાહ્ય લક્ષણ યુક્ત હોય છે. સર્વ ભગવંતેના અત્યંતર લક્ષણ અનત હોય છે
સર્વજિન-ગૃહસ્થાવાસજ્ઞાન સ્થાનક–૪૫ મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન મનઃ પર્યાવજ્ઞાન અને કેવળજ્ઞાન એ પાંચ પ્રકારે જ્ઞાન છે. તે પૈકી પ્રથમના ત્રણ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન શ્રી જિનેશ્વર ભગવંતને પૂર્વના દેવભવથી આરંભી શ્રી જિન ભવમાં ગૃહસ્થાવાસ સુધી અતિ નિર્મળ પણ હોય છે. ગુરુ નિવાસમાં રહી વિદ્યાને અભ્યાસ કે શાસ્ત્રોના પઠન પાઠનની કોઈ જરૂરિયાત જિનેશ્વરોને છેલ્લા ભવમાં હેતી નથી. પ્રવર્તતા દરેક શાસ્ત્રોનો સમાવેશ ભગવતેના શ્રુત-જ્ઞાનમાં સમાયેલું હોય છે. નિશાળે લઈ જવા વિગેરે જ્ઞાન સંસ્કાર માટેના જે પ્રસંગે શ્રી જિનચારિત્રમાં જોવા મળે છે તે વડીલવર્ગને વહેવાર માત્ર છે. ભગવાનને કાંઈ ભણવાનું હોતું નથી.
શ્રી મહાવીર ભગવાનને બાલ્યવયમાં વિદ્યાભ્યાસ કરાવવા માટે શ્રી સિદ્ધાર્થ રાજા ગુરુ પાસે લઈ ગયા. તે પ્રસંગની ઈન્દ્રને જાણ થતાં ઈન્ડે તે સ્થળે આવી ભગવાનને વ્યાકરણ સંબંધી કઠિન પ્રશ્નો પૂછયાં હતાં, તે પ્રશ્નોના યથાર્થ જવાબ ભગવાને આપ્યા હતાં. કઠિન પ્રશ્નોના સ્પષ્ટ જવાબ સાંભળી વિદ્યાગુરુ અને વડીલ વર્ગ આનંદીત થયા હતા. જે જવાબ દ્વારા ભગવાન જ્ઞાની છે, ભગવાનને ભણવાની જરૂર નથી તેવી સ્પષ્ટ હકીકત ઈન્ડે વિદ્યાગુરૂ અને કૌટુંબિકજનેને સમજાવી હતી.
જિન શરીર-વણ સ્થાનક-૪૬ પદ્ધ પભુને વાસુ પૂજ્ય દાયરાતા કહીએ, ચંદ્રપ્રભુને સુવિધિનાથ દાઉજવળ લહીએ – ૧ મલ્લિનાથ ને પાર્શ્વનાથ દો, નીલાનીરખ્યા. મુનિસુવ્રત ને નેમનાથ દો અંજન સરખા – ૨ સેળે જિન કંચન સમા એવા જિન ચોવીશ
ધીરવિમળ પંડિત તણે જ્ઞાન વિમળ કહે શિષ– ૩ શ્રી પર્વ પ્રભુ અને શ્રી વાસુપુજ્ય સ્વામીના શરીરવણે લાલ, શ્રી ચંદ્રપ્રભુ અને શ્રી સુવિધિનાથ ભગવાનના દેહવર્ણ સફેદ, શ્રી મહિલનાથ અને પાર્શ્વનાથ ભગવાનની દેહકાંતિ નીલ, શ્રી મુનિસુવ્રત અને શ્રી નેમનાથ ભગવાનની શરીરકાંતિ શ્યામ અને શેષ સેળ જિન ભગવંતોની દહતિ સુવર્ણ સમ પીળી છે. એ રીતે શ્રી જિન ભગવંતના દેહ પાંચે વર્ણના હોય છે. રંગે અને રંગોના થતા પેટા વિભાગો પ્રમાણે, માનવદેહ અને રૂપી પદાર્થો દરેક રંગના હોય છે. પીળું મનાતું સેનું પણ પાંચે વર્ણનું હોય છે. માટી, ધાતુ, રત્નો, ફળ-ફૂલ,પશુ-પક્ષીના દેહ તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org