________________
શ્રી જિનેન્દ્ર જીવન જયોત દર્શન : ૭૫ સમજીને તે પ્રમાણે પિતપોતાની મર્યાદામાં ખંતપૂર્વક પ્રવર્તતે હોય છે, અને તેથી જ તીર્થકર દ્વારા સ્થપાએલ સંધ તીર્થ કહેવાય છે. જે તરે છે અને તારે છે.
જેના સ્થાપક તારક છે. જેનું બંધારણ ત્યાગ છે. જેની પ્રવૃત્તિ આત્માને નિજ કરવાની છે. જેમાં રહેલા સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓને સમુદાય સતત નિર્બોજ બનવા માટે ઉદ્યમશીલ છે. તેવા ચતુરવિધ સંધરૂપ તીર્થની સ્થાપના કરનાર તે તીર્થકર.
જિન- લાંછન સ્થાનક–જર ૧૦૦૮ શુભ લક્ષણથી લક્ષિત, દેદીપ્યમાન જિન–દેહના જમણુ સાથળ ઉપર જુદા જુદા જન્મ-જાત ચિત્ર હોય છે, જે ચિન્હને જિન-લંછન કહેવાય છે. પ્રભુ પ્રતિમાની ઓળખ પલાંઠી નીચે કોતરેલ લાંછનથી થાય છે.
ચોવીશે જિન-ભગવંતના લાંછનેના નામ-અનુક્રમે (૧) વૃષભ (૨) હાથી (૩) અશ્વ (૪) કપિ (૫) કૌચપક્ષી (૬) લાલપદમ ૭) સ્વસ્તિક (૮) ચંદ્ર (૯) મગર (૧૦) શ્રીવત્સ (૧૧) ગેડે (૧૨) મહિષ (૧૩) વરાહ (૧૪) સિંચાણે (૧૫) વા (૧૬) મૃગ (૧૭) છાગ (૧૮) નંદાવર્ત (૧૯) કુંભ (૨૦) કર૭૫ (૨૧) નીલકમળ (૨૨) શંખ (૨૩) સર્પ (૨૪) સિંહ
ફણાના કારણુ અને ફણ સ્થાનક-૪૩ સાતમાં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના મસ્તક ઉપર એક, પાંચ અને નવફણ છત્રરૂપ હોય છે. તેવીસમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના મસ્તક ઉપર ત્રણ, સાત અને અગિયાર ફેણ છત્રરૂપે હોય છે. શેષ-૨૨ જિનને છત્રરૂપ ફણ હોતી નથી.
શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના માતા પૃથ્વી માતાએ સ્વપ્નમાં પોતાને એક, પાંચ અને નવ ફણાવાળી નાગ શય્યામાં સુખે પોઢેલા જોયા હતા તેમજ મહાસર્પને પડખામાં રમતા જોયા હતો. વળી શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના વ્રત આરંભથી કેન્દ્ર પ્રભુના મસ્તક ઉપર છત્ર સમાન ફણ ધારણ કરતો હતો. જેથી શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના બીબે તે રીતે ફણાવાળા હોય છે.
પોતાના ઉપર પૂર્વે ભગવાને કરેલ ઉપકારનું સ્મરણ કરતે શ્રી ધરણેન્દ્ર નાગરાજ બહુ ભક્તિપૂર્વક શ્રી પાર્શ્વનાથ ભગગાનના મસ્તક ઉપર ત્રણ, સાત કે અગિયાર ફણારૂપ છત્રને નિરંતર ધારણ કરતો હતો તેથી શ્રી પાર્શ્વનાથ ભગવાનના બને તે રીતે ફણ-છત્ર હોય છે. સહસ્ત્ર ફણા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાને એકહજાર ફણારૂપ છત્ર હોય છે.
શ્રી જિન દેહ લક્ષણ સ્થાનક-૪૪ લક્ષણ અંગે વિરાજતાં અડહિય સહસ ઉદાર લાલ રે રેખાકર ચરણાદિકે અત્યંતર નહીં પાર લાલ રે ઈન્દ્ર ચંન્દ્ર રવીગિરીતણું ગુણ લેઈ ધડીયું અંગ લાલ રે ભાગ્ય કિંહા થકી ઉપન્યું અચરજ એહ ઉરંગ લાલ રે..જગ જીવન આવીયું
(આકી જિન સ્તવનયશોવિજય)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org