________________
૭૪ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન અરિહંત-૧ અહ ધાતુ પૂજાને યોગ્ય એ અર્થમાં છે તેથી ત્રણે જગતના સર્વ જીવે
જેઓની ભક્તિ ભાવે પૂજા, સેવા, રતુતિ, સ્તવના કરે છે તે અરિહંત કહેવાય છે. અરિહંત કર્મરૂપી આંતર શત્રુઓનો નાશ કરનાર. ૫
બાહ્ય શત્રુઓનો નાશ કરવાથી કે ઘાત કરવાથી. શત્રુઓની પરંપરા નાશ થતી નથી પણ શત્રુઓની પરંપરા વધતી જાય છે. એક બાહ્ય શત્રુને નાશ કરતાં અનેક બાહ્યશત્રુઓ ઊભા થાય છે અને સદાકાળ શત્રુઓની શત્રુજાળની ભીતિ રહ્યા કરે છે. તે બાહા શત્રુઓની ઉત્પત્તિના કારણરૂપ આંતરશત્રુરૂપ કર્મ બીજ છે. તે આંતરશત્રુરૂપ કર્મ બીજ જ બાહ્ય-શત્રુ વૃક્ષનું મૂળ છે. આંતર-શત્રુરૂપ શત્રુ વૃક્ષના મૂળને નાશ થતાં બાહ્યશત્રુરૂપવૃક્ષ આપોઆપ પડી જાય છે. નાશ પામે છે. અરિહંતભગવંતે આંતર શત્રુરૂપ શત્રુ વૃક્ષના મૂળના છેદક છે. એ
રીતે ચારે ઘાતી કર્મના ઘાતક, કર્મશત્રુદન હોવાથી અરિહંત. તીર્થકર – ચતુર્વિધ સંઘરૂપ તીર્થના સ્થાપક, ચતુર્વિધ સંઘ સાધુ-સાધ્વી શ્રાવક અને શ્રાવિકા
વિરતિ ધર્મનું આરાધન કરનાર ચાર પ્રકારને જન સમુદાય. તીર્થ-જે તારે અગર જેનાથી તરાય તે તીર્થ. સંઘ-સમાન ધ્યેય માટે માનવ સમુદાયનું સંકલન તે સંઘ અગર સંસ્થા. જગતમાં રહેલા અનેક પ્રકારના સંઘ અને સંસ્થાઓ તથા તેના સ્થાપકાના મુખ્ય પણે આત્મલક્ષી અને દેહલક્ષી એમ બે પ્રકાર છે. માનવ સમુદાયના મોટાભાગના સંઘ સંકલન, ભૌતિક સુખ-સત્તા-પ્રતિષ્ઠા અને અર્થોપાર્જન વિગેરે દુન્યવી અને દૈહિક સુખની ઝંખનાથી ભરેલા હોય છે. જેમાં સ્વાર્થની સાધના, પરિગ્રહની મૂછ, અને કાંઈક લેવાની ઈચ્છા મુખ્ય અને કાયમિક રહેતી હોય છે. તેવા સંકલનના દરેક પ્રકારો જે વધારનારા હોવાથી તે રીતના સંઘ-સ્થાપકે અને તે રીતનો સંઘ સમુદાય તારક બની શકે નહીં. જેમ જ એછે તેમ વસ્તુ હળવી બને છે. વસ્તુની હળવાશ પ્રમાણે વસ્તુમાં તરવાના ગુણે ઉત્પન્ન
થાય છે. હળવી વસ્તુ સહેજે તરી શકે છે અને તારી શકે છે. બાહ્ય અને અત્યંતર બંને પ્રકારના બેજાને, સંપૂર્ણ પણે દૂર કરીને તીર્થકર ભગવંત નિર્બોજ બન્યા છે. સ્વભાવની સંપૂર્ણ સિદ્ધિ સાધ્ય કરી, જેઓ પ્રથમ ભવસમુદ્રના કુશળ તરવૈયા બન્યા છે અને પછીથી અન્ય આશ્રિતો માટે ભવસમુદ્ર તરવા માટે તીર્થરૂપી આર બાંધે છે.
સંપૂર્ણ તપના તેજ અને સંપૂર્ણ ત્યાગની તાકાત પ્રાપ્ત કરી, તીર્થકર દેવોએ ત્યાગની ભુમિકા ઉપર સંઘની (તીર્થની) સ્થાપના કરી છે. જેમાં સમાવેશ પામેલા સાધુઓ અને સાથીઓ પ્રથમ બાહ્ય સંગ અને પરિગ્રહનો સંપૂર્ણ બેને ઉતારી સંઘમાં પ્રવેશે છે. અને અંતરંગ બજે દિન-પ્રતિદિન ઓછો કરવાની સતત તકેદારી રાખે છે. જેથી તેઓ બેજ રહિત બની તરે છે. તરનાર જ ડુબતાને ટેકો આપી શકે છે. સાધુ સાધીઓ તરવાની અને તારવાની લાયકાત પામેલા છે.
શ્રાવક અને શ્રાવિકાઓ જેઓ બાહ્ય-અત્યંતર ઘણું બેજવાળા હોય છે. તેઓ પણ કમે કમે ત્યાગભાવના કેળવીને, બોજો ઓછો કરતાં હોય છે. દરેકનું લક્ષ બજારહિત બનવાનું હોય છે. સાધુ-સાધ્વી શ્રાવક અને શ્રાવિકા સમસ્ત સંઘ-સમુદાય-પ્રભુ પ્રણિત હેય-ઉપાદેયની ખૂબી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org