SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન શ્રી જિન નામના સામાન્ય તથા વિશેષ અર્થ સ્થાનક ૪૦-૪૧ ૧ ઋષભદેવ—ઋષભ-બળદ મહાવ્રતરૂપ ધુરાને ધારણ કરનાર, તથા ગર્ભાવસ્થામાં મરૂદેવા માતાએ પ્રથમ સ્વપ્નમાં વૃષભ જોયો હતો તથા પ્રભુનું લંછને વૃષભ હોવાથી-ઋષભદેવ. ૨ અજિતનાથ–જેને કઈ જિતી ન શકે તેવાં અદ્વિતીય અછત, તથા રાગાદિ શત્રુઓને જીતી જે અજિત બન્યા છે તેમ જ ભગવાન ગર્ભમાં આવ્યા પછી માતા વિજયાદેવીને પિતા જિતશત્રુ રાજા પાસાની રમતમાં જીતી શક્યા નહીં તેથી-અજીતનાથ. ૩ સંભવનાથ–શુભના–સંભવવાળા, અને સેના માતાના ગર્ભમાં આવ્યા પછી પૃથ્વી ઉપર ઘણા ધન-ધાન્યનો સંભવ થવાથી–સંભવનાથ. ૪ અભિનંદનઅભિનંદનને પાત્ર. ઈદ્રો પણ વિનયપૂર્વક સ્તુતિ કરતા હોવાથી અને સિદ્ધાર્થ માતાના ગર્ભમાં આવ્યા પછી ગર્ભકાળ સુધી ઈન્દ્ર હંમેશાં સ્તુતિ કરી હોવાથી અભિનંદન. ૫ સુમતિનાથ-શુભમતિના સદૂભાવવાળા, તેમ જ ગર્ભકાળે પ્રભુમાતાએ બે સ્ત્રીઓ સંબંધી ઉત્પન્ન થયેલા વિવાદનો સુમેળ સંવાદ આપ્યા-સુમતિનાથ. ૬ પદ્મપ્રભ– પદ્ય જેવા નિર્મળ અને નિર્લેપ થા શરીરની ક્રાંતિ પદ્મ સમાન લાલ હોવાથી, અને પદ્મનું લાંછન હોવાથી પદ્મપ્રભ. ૭ સુપાર્શ્વનાથ–સુંદર પડખા વાળા. તેમ જ ભગવાન ગર્ભમાં આવ્યા બાદ પૃથ્વી માતાના પાર્શ્વ–પડખાના અવયવો અતિ સુંદર થવાથી–સુપાર્શ્વનાથ. ૮ ચંદ્રપ્રભ– ચંદ્ર જેવા શીતળ, ચંદ્ર સમાન દેહ કાંતિ અને ચંદ્ર લંછન હોવાથી તેમજ લક્ષમણ માતાને ગર્ભકાળે ચંદ્રપાનને દેહદ થવાથી—ચંદ્રપ્રભ. ૯ સુવિધિનાથ સારી વિધિવાળા શુભ ક્રિયાકારક તેમ જ રામામાતા ગર્ભકાળે શુભક્રિયા કર વામાં વિશેષ ભાવવાળા થયા હોવાથી સુવિધિનાથ. ૧૦ શીતળનાથ-શીતળ અને શીતળતા કરનાર, જગતના જીના ત્રિવિધ તાપ દૂર કરનાર તેમ જ ગર્ભકાળે નંદા માતાના હસ્ત-સ્પર્શથી પિતા દઢરથ રાજાને દેહત્ત્વર શાંત થવાથી–શીતળનાથ. ૧૧ શ્રેયાંસનાથશ્રેયકરનાર. તેમ જ ગર્ભકાળે વિષ્ણુ માતાએ દેવ અધિષ્ઠિત શય્યાનો કરેલ ઉપ ભોગ સર્વને શ્રેયકર થએલ હોવાથી-શ્રેયાંસનાથ. ૧૨ વાસુપૂજ્ય – દેથી પૂછત, વિશેષ વસુનામના દેવથી વિશિષ્ટપણે પુજાએલા તથા પિતા વસુપૂજ્ય રાજાના પુત્ર હોવાથી વાસુપૂજ્ય. ૧૩ વિમળનાથ-નિર્મળ. મળ વગરના વિમળ. ગર્ભસ્થાનમાં આવ્યા પછી શ્યામા માતાની બુદ્ધિ અને શરીરની કાંતિ વિશેષ નિર્મળ થવાથી-વિમળનાથ. ૧૪ અનંતનાથ અનંત ગુણધારક. જ્ઞાન દર્શન ચારિત્ર આદિના અનંતપણાથી. તેમ જ સુયશા માતાએ ગર્ભાવસ્થામાં અનંત (ઘણું) પ્રમાણવાળી રત્નોની માળા સ્વપ્નમાં દેખેલ હોવાથી–અનંતનાથ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004859
Book TitleJinendra Jivan Jyot Darshan
Original Sutra AuthorN/A
AuthorSawai Jadav Shah
PublisherShah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
Publication Year1985
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy